ભાગ્યના ભેદ:અંકશાસ્ત્રને સહારે મળેલી સિદ્ધિ 100 ટચના સોના જેવી ગેરેન્ટેડ હોય છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જીવનમાં આપણને સફળ થવાના સંકેત અને સંદેશ ગ્રહો, નક્ષત્રો અને અંકશાસ્ત્ર તરફથી મળતા હોય છે. અંકશાસ્ત્રના સહારે સંકેત નામનો એક વિદ્યાર્થી વિદ્યાનો સાગર તરી જાય છે કારણ કે તેના મૂળ નામમાં જરૂરી એવા એક કે બે આલ્ફાબેટ ઉમેરી અને તેના નામને નવા સ્પેલિંગ સાથે સુધારા વધારા કરી આપવામાં આવે છે અને નવા નામના ઉપયોગ સાથે જ સંકેતના જીવનમાં સકારાત્મક વાતાવરણ સર્જાવા લાગે ત્યારે આપણ ને પણ નવાઈ લાગે કે અરે યાર આ ગઈ કાલનો જ નિષ્ફળ સંકેત છે? અહી વાત અને વાર્તા છે એક એવા વિદ્યાર્થીની કે જેનું નામ સંકેત છે વાંચો આ લેખ ધ્યાનથી અને તમે જ નક્કી કરો કે અંકશાસ્ત્રમાં તમારા જીવનને ધડમૂળથી પરિવર્તન કરવાની તાકાત છે.

(અંક્શાસ્ત્રના આ અદભૂત લેખના લેખક ડો.પંકજ નાગર ન્યુમેરોલોજીમાં હિબ્રુ માસ્ટરની ડીગ્રી ધરાવે છે અને જ્યોતિષશાસ્ત્રમાં ૧૯૮૪થી કાર્યરત છે.)

સંકેત અને આંકડાઓનું બનેલું ગણિતશાસ્ત્ર આ બંને શબ્દો એક બીજાથી તદ્દન વિરુદ્ધાભાસી. જ્યારે સંકેત અમારી પાસે આવેલો ત્યારે ધોરણ દસમા અભ્યાસ કરતો હતો. સંકેતના બધા જ વિષય એકદમ પાક્કા પણ જો ગણિતશાસ્ત્રની વાત આવે તો સંકેત એકદમ ચિડાઇ જાય. સંકેત અને ગણિતશાસ્ત્રની દુશ્મનાવટ બ્રહ્માણ્ડમાં આવેલા સૂર્ય અને શનિ જેવા કટ્ટર શત્રુઓ સમાન હતી. સંકેતની ઈચ્છાઓ આસમાનમાં ઊડવાની અને ગગનને ચુમવાની હતી કારણ કે તેના ખ્વાબ એન્જિનિયર, સીએ કે સાયંટિસ્ટ થવાના હતા. પરંતુ ગણિતશાસ્ત્રમાં જો અગણિત નબળાઈઓ હોય તો તેના બધા જ ખ્વાબ ખાબોચિયામાં જ પડ્યા રહે અને સંકેતના બધાજ સ્વપ્નો રોળાઇ જાય તે હકીકતથી સંકેતના પપ્પા-મમ્મી અતિ ચિંતિત હતા.

1997માં જન્મેલા સંકેતની કુંડળી અનુસાર તેના તમામ ગ્રહો બળવાન હતા પણ એક માત્ર ગુરુ નામનો ગ્રહ મકર રાશિમાં હોઈ નિર્બળ હતો. અમે અંકશાસ્ત્રના સહારે સંકેતની જન્મ તારીખ તેના નામનો સ્પેલિંગ લઈ સંકેતના અભ્યાસ અને ખાસ કરીને તેના ગણિતશાસ્ત્રના પેચિદા પ્રશ્નને આજથી બે વર્ષ પહેલા કેવી રીતે સુલજાવ્યો તેનું સફળ નિરૂપણ અહી કર્યું છે. સંકેતનું બારમા ધોરણનું પરિણામ મે 2019માં જ આવેલું અને ગણિતમાં સાવે નબળો સંકેત તેના ઊંચા પર્સનટેજ અને પર્સેંટાઇલના આધારે આગળના ઉચ્ચ અભ્યાસ માટે મેરીટ લીસ્ટમાં હતો કારણ કે સંકેતની આ સફળતાનો મૂળ આધાર તેણે પોતાના નામના સ્પેલિંગમાં કરાવેલો ફેરફાર હતો. સંકેતના નવા નામ સાથે તેનું જીવન પણ સફળ અને નવું નક્કોર હતું. અને અમને અનેરો આનંદ છે કે અંકશાસ્ત્ર નામની દીવાદાંડીના સહારે સંકેતની નૈયા તોફાની દરિયો પાર કરી ગઈ હતી. વાચકો, સંકેતના નવા નામ પાછળની અંકશાસ્ત્રની લીલાને સમજીએ.

સંકેતનો જન્મ 23-06-1997ના રોજ થયેલો. આમ અંકશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર સંકેતનો ફિજીક નંબર “5” આવે અને ડેસ્ટિનિ નંબર “1” આવે. ફીજીક નંબર એટલે તારીખનો સરવાળો અને ડેસ્ટીની નંબર તારીખ, મહિનો અને સાલનો સરવાળો. મૂળ જન્મતારીખ 23 નું ટોટલ “5” થાય અને સમગ્ર જન્મ તારીખનો સરવાળો “1” થાય. આમ સંકેત ડેસ્ટીની અંક “1” ની અસર હેઠળ કહેવાય. અંકશાસ્ત્રના સરળ નિયમ અનુસાર જન્મ તારીખ મુજબ સંકેત અંક 1 અનુસાર સીધી સૂર્યની અસર હેઠળ આવે. હવે આપણે સંકેતના સ્પેલિંગનો વિચાર કરીએ. સંકેત પોતાનું નામ અંગ્રેજીમાં "S A N K E T" લખતો હતો .અંકશાસ્ત્રની હિબ્રૂ મેથડ પ્રમાણે સંકેતના આ સ્પેલિંગનો સરવાળો “2” થાય અને તે પ્રમાણે સંકેત ચંદ્રની અસર હેઠળ આવે. સંકેતની પૂર્ણ જન્મ તારીખ અંક “1” અર્થાત સૂર્યની અસર હેઠળ અને નામ અંક “2” અર્થાત ચંદ્રની અસર હેઠળ આવતું હતું. સંકેતની જન્મતારીખ સાથે સંકેતના નામના સ્પેલિંગનું ટ્યુનિંગ અમારા માટે એક પડકાર હતો. પરંતુ થેંક્સ ગોડ અથાગ પરિશ્રમે અમને અને સંકેતને શ્રેષ્ઠ પરિણામ આપ્યું એનો અમને આનંદ છે.

જન્મકુંડળી અનુસાર સંકેતનો ગુરુ મકર રાશિમાં હતો પરિણામ સ્વરૂપ ગુરુ નીચ રાશિમાં હોઈ પોતાનું રાશિ બળ ગુમાવતો હતો. આથી અમે સંકેતના સ્પેલિંગમાં એવા ફેરફારો વિચાર્યા કે જેના કારણે તેના નવા નામમાં ગુરુનું બળ ઉમેરાઈ જાય અને તેનું નવું નામ તેની જન્મતારીખ સાથે તાલમેલ મેળવતું થઈ જાય. અંકશાસ્ત્રની મદદ વડે સંકેતની સફળતા માટે અમે નીચે પ્રમાણે ફેરફાર કર્યા.

આપ ધ્યાનથી જુઓ નવા સ્પેલિંગમાં અમે વધારાનો “ C ” અને વધારાનો “ N ” ઉમેર્યો છે. અંકશાસ્ત્રના નિયમ અનુસાર આલ્ફાબેટ “C ” ની વેલ્યુ 3(ત્રણ)થાય અને 3 નો અંક ગુરુ નામના ગ્રહ સાથે સંકળાયેલો છે. સંકેતની કુંડળી અનુસાર તેની કુંડળીમાં ગુરુ મકર રાશિમાં નિર્બળ હતો. અમે તેના નામમાં “C ” નો ઉમેરો કરી તેને ગુરુનું બળ આપ્યું ફલસ્વરુપ સંકેત અભ્યાસમાં અવ્વલ થઈ શક્યો. ઉપરાંત અમે તેના નામમાં આલ્ફાબેટ “ N ” નો વધારો કર્યો કારણ કે આલ્ફાબેટ “ N ” બુધ ગ્રહની અસર હેઠળ આવે. આમ સંકેતના સ્પેલિંગમાં અમે અનુક્રમે ગુરુ અને બુધનું બળ પુરું પાડી તેના અભ્યાસ અને મનોબળમાં અદ્દભુત ફેરફારો કરી સફળતાના શિખરે બેસાડયો. તમારી પાસે ભલે મર્સિડિજ કે બીએમડબલ્યુ કાર હોય પણ તેના ટાયરમાં હવા ના હોય તો તમારી મોંઘીદાટ ગાડીની ગતિ અટકી જ જવાની. અંકશાસ્ત્ર તમારી લક્જુરિયસ કારના ટાયરમાં હવા ભરવાનું કામ કરી તેને ગતિ-પ્રગતિ સાથે ઉત્તમ નસીબ આપે છે તેમાં કોઈ શક નથી.

(અંક શાસ્ત્રનો આ લેખ ડો.પંકજ નાગર અને ડો.રોહન નાગર દ્વારા drpanckaj@gmail.com એડ્રેસ હેઠળ પબ્લીશ કરેલ છે.)