શનિવાર, 26 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- JUDGEMENT
આજે દિવસભર કામના કારણે ભાગદોડ વધારે રહેશે. પરંતુ તમારી ઊર્જા પણ વધારે હોવાન કારણે તમને વધારે તણાવ અનુભવ થશે નહીં. પરિવાર સાથે મેલજોલ તમને સુખ આપશે.
કરિયરઃ- કામ અંગે વધારે મહેનતની જરૂરિયાત રહેશે.
લવઃ- પત્નીની મદદના કારણે લગ્નજીવનમાં સુખ રહેશે.
સ્વાસ્થ્યઃ- કાનનો દુખાવો તકલીફ આપશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 2
--------------------------
વૃષભઃ- THE WORLD
આજે તમારું સંપૂર્ણ ધ્યાન કામ તરફ જ રહેશે. કામમાં પ્રગતિ લાવવા માટે કરેલાં પ્રયત્નો સફળ થઇ શકે છે. તમારે તમારા લક્ષ્ય અંગે સંપૂર્ણ વિચાર કરવો પડશે, જીવનમાં પ્રગતિ મેળવવા માટે તમારા લક્ષ્યને જાળવી રાખો અને જ્યારે પણ મન ભટકવા લાગે તે લક્ષ્યનું મનમાં જ પુનરાવર્તન કરતાં રહો.
કરિયરઃ- આર્થિક પક્ષ મજબૂત કરવાનો પ્રયાસ કરો.
લવઃ- લવ લાઇફમાં મનગમતી પ્રગતિ ન જોઇ શકવાના કારણે થોડી નિરાશા અનુભવ થઇ શકે છે.
સ્વાસ્થ્યઃ- શરીરની ઊર્જા જાળવી રાખવા માટે સંતુલિત આહાર લેવો પડશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 5
--------------------------
મિથુનઃ- ACE OF WANDS
તમારા નજીકના વ્યક્તિ દ્વારા મળેલી પ્રેરણા તમારા માટે આજે ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. આ પ્રેરણાના કારણે કામને ફરીથી શરૂઆત કરવામાં મદદ મળી શકશે. તમારી અંદરનો આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે સમયે-સમયે તમારી પ્રગતિનો અંદાજો લેવો.
કરિયરઃ- વેપાર શરૂ કરતી સમયે વ્યવહારિક વાતોનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે.
લવઃ- લવ લાઇફ ઠીક હોવાના કારણે જીવનમાં આનંદ પ્રાપ્ત થશે.
સ્વાસ્થ્યઃ- શરીરમાં વધતી ગરમીની અસર તમારી પાચનશક્તિ ઉપર પડી શકે છે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 3
--------------------------
કર્કઃ- NINE OF CUPs
અનેક પ્રયત્નો પછી કામમાં સ્થિરતા અનુભવ થશે. જીવનમાં સંતુલન જાળવી રાખવાનો પ્રયાસ કરો. કામ સાથે તમારા શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયાસ પણ શરૂ રાખો. માનસિક સ્વરૂપથી કોઇ વાત તમારી ચિંતા વધારી શકે છે.
કરિયરઃ- રૂપિયાની ચિંતા કામની ક્વોલિટી ઉપર અસર કરી શકે છે.
લવઃ- રિલેશનશિપ સાથે જોડાયેલાં તમારા નિર્ણય ઉપર તમે અડગ રહો.
સ્વાસ્થ્યઃ- વજન વધવાના કારણે શરીરની સમસ્યાઓ વધી શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 4
--------------------------
સિંહઃ- THE DEVIL
સંબંધોમાં વધી રહેલી ગેરસમજને દૂર કરવું તમારા માટે મુશ્કેલ રહેશે. કોઇપણ વાતને જરૂરિયાત કરતાં વધારે મહત્ત્વ આપવું તમારા માટે નુકસાનદાયી રહી શકે છે. જે પણ વાત તમારા માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરી રહી હોય તે વાતોથી મનમાં જે વિચાર આવે છે તેને સમજીને પોતાની રીતે કામ કરવાની કોશિશ કરો.
કરિયરઃ- કામ સાથે જોડાયેલી સમસ્યાઓ વધવાના કારણે ચીડિયાપણું અનુભવ થઇ શકે છે.
લવઃ- પાર્ટનર એકબીજા સાથે મનથી જોડાયેલાં હોવા છતાં એકબીજાને સમજી શકશે નહીં.
સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂર્ણ ન થવાના કારણે એસિડિટી પરેશાન કરી શકે છે.
શુભ રંગઃ- કેસરી
શુભ અંકઃ- 1
--------------------------
કન્યાઃ- EIGHT OF PENTACLES
તમારા કામ ઉપર આજે તમારે વધારે ધ્યાન આપવું પડશે. કામ સાથે જોડાયેલી વાત શીખતી સમયે મુશ્કેલી અનુભવ થઇ શકે છે. જે માનસિક રૂપથી તમને અસ્થિર બનાવી શકે છે.
કરિયરઃ- કામને વધારે મહેનત અને લગનથી કરવાની જરૂરિયાત છે.
લવઃ- રિલેશનશિપ અંગે પહેલાં ઘટેલી ઘટનાઓના કારણે ઇમોશનલ સ્ટ્રેસ વધી શકે છે.
સ્વાસ્થ્યઃ- પેટનો દુખાવો પરેશાન કરી શકે છે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 7
--------------------------
તુલાઃ- THE FOOL
જીવનની થોડી વાતોમાં ફેરફાર જોઇ શકવો આજે તમારા માટે મુશ્કેલ રહેશે. તમારો મોટાભાગનો સમય મિત્ર-પરિવાર સાથે પસાર થઇ શકે છે જે તમારી પ્રેરણાનો સ્ત્રોત પણ હોઇ શકે છે.
કરિયરઃ- નવા કામની શરૂઆત કરવા માટે દિવસ લાભદાયી રહેશે.
લવઃ- પાર્ટનર્સનો એકબીજા પ્રત્યે વિશ્વાસ વધશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 6
--------------------------
વૃશ્ચિકઃ- THE MAGICIAN
પરિવાર સાથે જોડાયેલી પ્રોપર્ટી કે ઘરના વિવાદને એકબીજાના તાલમેલથી ઉકેલો. પરિવાર સાથે જોડાયેલી આર્થિક મુંજવણ અને સમસ્યાઓનું સમાધાન મળીને શોધી શકો છો.
કરિયરઃ- કંસ્ટ્રક્શન સાથે જોડાયેલાં કામમાં સરળતાથી પ્રગતિ થશે.
લવઃ- આર્થિક સમસ્યાઓ પાર્ટનર્સ વચ્ચે તણાવ પેદા કરી શકે છે.
સ્વાસ્થ્યઃ- તમારી જીવનશૈલીમાં ધીમે-ધીમે ફેરફાર આવશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 1
--------------------------
ધનઃ- THE TOWER
તમને ભલે એકલતા અનુભવ થાય, છતાંય તમારા દુઃખમાં તમારો પરિવારના કોઇ એક સભ્ય અથવા મિત્ર પરિવારમાંથી કોઇ સાથ જરૂર આપશે
કરિયરઃ- રૂપિયાના કારણે તમારા કામ અટકશે નહીં.
લવઃ- કઠોર સમયમાં પાર્ટનરનો સાથ તમારા માટે જરૂરી રહેશે.
સ્વાસ્થ્યઃ- છાતિ સાથે જોડાયેલાં વિકાર તકલીફ આપશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 8
--------------------------
મકરઃ- THE MOON
જીવનમાં શું યોગ્ય છે, ખોટું શું છે તે તમે તમારા અનુભવ અને વિચારોથી નક્કી કરી શકો છો. તમારા વિચાર કોઇ અન્ય ઉપર થોપવાની કોશિશ કરશો નહીં. પરિવાર સાથે જોડાયેલી જવાબદારીઓ અચાનક વધવાથી તમારો સંયમ અને સંતુલન ગુમાવી શકો છો.
કરિયરઃ- કામ સાથે જોડાયેલી અલગ-અલગ જવાબદારીઓને તમે યોગ્ય રીતે નિભાવી શકશો.
લવઃ- પાર્ટનરની માનસિક જરૂરિયાતોની અદેખાઇ કરશો નહીં.
સ્વાસ્થ્યઃ- શારીરિક અને માનસિક સ્વાસ્થ્યમાં સંતુલન જાળવી રાખવાની કોશિશ કરો.
શુભ રંગઃ- લીલો
શુભ અંકઃ- 9
--------------------------
કુંભઃ- THE SUN
તમારા સ્વભાવમાં આવેલી નિરાશા તમારા પરિવાર માટે ચિંતાનો વિષય રહેશે. કોઇ અન્યને મળેલી સફળતા તમારી અસફળતા નથી અને તમને મળેલી સફળતાને કોઇની સફળતા સાથે તુલના કરવા યોગ્ય નથી.
કરિયરઃ- કળા સાથે જોડાયેલાં લોકો પોતાના કામને અલગ રીતે પ્રસ્તુત કરવાની કોશિશ કરો.
લવઃ- ભૌતિક જવાબદારીઓ સાથે-સાથે તમારા વ્યક્તિગત જીવન ઉપર પણ ધ્યાન આપો.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા તમને ચિંતિત કરી શકે છે.
શુભ રંગઃ- ગ્રે
શુભ અંકઃ- 2
--------------------------
મીનઃ- THE HIGH PRIESTESS
તમારા ચંચળ શબ્દ સ્વભાવના કારણે તમે લોકો સાથે જલ્દી હળીમળી જશો અને આ સ્વભાવ તમને કામ માટે નવા અવસર પ્રાપ્ત કરવા માટે યોગ્ય રહેશે.
કરિયરઃ- નવા કામની શરૂઆત તમે ઉત્સાહ સાથે કરશો.
લવઃ- પાર્ટનર સાથે વિતાવેલો સમય તમને આનંદ આપશે.
સ્વાસ્થ્યઃ- આરોગ્ય ઠીક અને ઉત્સાહી રહેશે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 2
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.