ટેરો રાશિફળ:સોમવારે THE SUN કાર્ડ પ્રમાણે તુલા જાતકોને યોગ્ય દિશા મળવાથી થવાથી લક્ષ્ય પ્રાપ્ત થઈ શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 7 ડિસેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષ:- THE MAGICIAN
તમારા મનની વસ્તુઓને યોગ્ય રીતે વ્યક્ત કરવી તમારા માટે સરળ રહેશે. અત્યાર સુધી મળેલા અનુભવ અને તમારી અંદર કલા ગુણોનો યોગ્ય ઉપયોગ કરીને તમે આગળ વધતા રહેવાનો પ્રયત્ન કરશો. તમારા અનુભવ દ્વારા અન્ય લોકોને આપવામાં આવેલી સલાહ ઉપયોગી રહેશે. મિત્રો અને પરિવારમાં તમારા પ્રત્યે આદર વધી શકે છે.

કરિયર:- કામની જગ્યાએ વધારે જવાબદારીનો ભાર ન લો.

લવ:- તમારા વ્યક્તિત્વ દ્વારા તમારા તરફ અન્ય લોકોને આકર્ષિત કરવું તમારા માટે સરળ રહેશે.

સ્વાસ્થ્ય:- આંખમાં દુખાવો અને માથામાં દુખાવો થશે.

શુભ કલર:- લાલ

શુભ નંબર:- 1

વૃષભ:- THE MOON
તમારા મનમાં મૂંઝવણ વધી શકે છે જેના કારણે તમને વધુ નકારાત્મક વિચારો આવશે. કામ પ્રત્યે તમારી ચિંતા વધી શકે છે. તમારા કાર્યને યોગ્ય રીતે શીખવું એ તમારા માટે નુકસાનકારક હશે. તેમ છતાં તમે વધુ પ્રયત્નોથી સફળતા મેળવી શકો છો.

કરિયર:- નવી નોકરીવાળા લોકોને તેમના કાર્ય પ્રત્યે વધુ જાગૃતિ લાવવાની જરૂર રહેશે.

લવ:- પાર્ટનર અને તમારી વચ્ચે આવેલા તફાવતને દૂર કરવાનો પ્રયાસ કરો.

સ્વાસ્થ્ય:- અપચો અને પેટમાં ઇન્ફેક્શનના કારણે ડાયરિયા જેવી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

મિથુન:- KING OF WANDS
તમારા કાર્યને અવગણીને અન્યની મદદ કરવી તમારા માટે આજે ભારે પડી શકે છે. પારિવારિક બાબતો પ્રત્યે ગેરવર્તન કરવાથી પરિવારનો તમારી પ્રત્યેનો રોષ વધશે. તમે જે પૈસા કમાશો તેનાથી અપેક્ષા મુજબ સફળતા ન મળવાથી એ તમારા અને તમારા પરિવાર માટે દુઃખદાયક રહેશે.

કરિયર:- કાર્યને વધુ સારી કરવા માટે એકાગ્રતા જરૂરી છે.

લવ:- કોઈ એકવાત પર જ અડગ રહેવાથી તમારા જીવનસાથી નાખુશ રહેશે.

સ્વાસ્થ્ય:- પીઠનો દુખાવો થશે.

શુભ રંગઃ- નારંગી

શુભ અંકઃ- 3

કર્ક:- TEMPERANCE
તમારા મનમાં ચાલતી વસ્તુઓનું નિરીક્ષણ કરીને તમારા માટે આગળ વધવું સરળ થઈ શકે છે. તમે ઇમોશનલી અને પ્રેક્ટિકલી સંતુલન જાળવી રાખવામાં સફળ થશો. જેના કારણે કાર્ય અને અંગત બાબતોમાં પણ સંતુલન જળવાશે. તમારી જાત પ્રત્યે વધી રહેલી જાગૃતિ તમને ભાવનાત્મકરૂપે સારી બનાવવા માટે યોગ્ય રહેશે, જેના કારણે તમારા માટે ઇચ્છિત રીતે જીવન જીવવું સરળ રહેશે.

કરિયર:- કામ સંબંધિત બાબતોમાં વધતી રુચિને કારણે કાર્યને વધુ સારી રીતે કરવા માટે તમારા પ્રયત્નો ચાલુ રહેશે.

લવ:- તમારા પોતાના વિચારોનું અવલોકન કરીને સંબંધને વધુ સારા બનાવવાનો પ્રયાસ રહેશે.

સ્વાસ્થ્ય:- આંખ સંબંધિત તકલીફ વધી શકે છે.

શુભ રંગ:- સફેદ

શુભ અંક:- 2

સિંહઃ- THE TOWER
આજે નકારાત્મક ઘટનાનો સામનો વધારે થશે. તમારી મનોસ્થિતિ સારી રાખવાનો પ્રયત્ન કરો. નાની વાતોમાં અફળતા મળવાથી ગંભીર અસર પહોંચી શકે છે. પરિવારના કોઈ વ્યક્તિ દ્વારા તમને સત્યતતા જાણવા મળી શકે છે. તેને લીધે ભાવનાત્મક તકલીફ રહેશે.

કરિયરઃ- કરિયર સંબંધિત કોઈ નિર્ણય તમારા વિરુદ્ધ હોઈ શકે છે.

લવઃ- ફરી સાથીદાર મળવાની સંભાવના છે.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં અચાનક ફેરફાર આવી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 5

કન્યાઃ- NINE OF PENTACLES
જીવનને વધુ સારું બનાવવા માટેના તમારા પ્રયત્નોમાં સફળતા મળશે. તમારા મનમાં ચાલી રહેલાં વિચારોને અન્ય લોકો સામે વ્યક્ત નહિ કરી શકો. તમારા દ્વારા મળેલા આઈડીથી કોઈને આર્થિક ફાયદો થઈ શકે છે.

કરિયરઃ- નોકરિયાત વર્ગને વેપારમાં રુચિ આવી શકે છે.

લવઃ- પરિવારની સંપૂર્ણ જવાબદારી તમારા પર હોવાથી તમે લવ લાઈફમાં એટલું ધ્યાન નહિ આપી શકો.

સ્વાસ્થ્યઃ- નબળાઈ આવી શકે છે.

શુભ રંગઃ- બ્રાઉન

શુભ અંકઃ- 3

તુલાઃ- THE SUN
તમારા વિચારોને યોગ્ય દિશા પ્રાપ્ત થશે, જેને લીધે લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. બાળકો દ્વારા ખુશી મળશે. બાળકોની પ્રગતિ પરિવારનું નામ ઉજ્જવળ બનાવશે.

કરિયરઃ- કરિયરમાં નવી દિશા માટે સમય અનુકૂળ છે.

લવઃ- પતી-પત્ની વચ્ચે સંબંધ સુધરી શકે છે.

સ્વાસ્થ્યઃ- બાળકોને પેટ સંબંધિત સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

વૃશ્ચિકઃ- QUEEN OF CUPS
મુશ્કેલીઓ ઉકેલવા માટે રસ્તો મળી શકે છે. જે વાતને લીધે તમારી પ્રગતિ રોકાયેલી હતી તેમાં રસ્તો મળી શકે છે.

કરિયરઃ- કરિયર પ્રત્યે ચિંતા વધવાથી તમે વાતોને ગંભીરતાથી લેશો.

લવઃ- રિલેશનશિપમાં તકલીફ દૂર થવાના પ્રયત્નો કરતા રહો,

સ્વાસ્થ્યઃ- ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 5

ધનઃ- NINE OF SWORDS
મિત્ર અને પરિવારથી દૂર રહેવાથી તમને એકલાપણું લાગી શકે છે. તમારી અંદર વધી રહેલી નિરાશાથી જીવનમાં નેગેટિવિટી વધશે.

કરિયરઃ- કામની જવાબદારી વધશે પણ તે પ્રમાણે રૂપિયા મળવામાં મુશ્કેલી થશે.

લવઃ- પ્રિય વ્યક્તિની વાતોને લીધે તમને તકલીફ થઇ શકે છે.

સ્વાસ્થ્યઃ- ઊંઘ પૂરી કરવાના પ્રયત્નો કરતા રહો.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 9

મકર- THREE OF SWORDS
હ્રદયના દર્દીએ આજે સ્વાસ્થ્ય પ્રત્યે વધારે ધ્યાન દેવું. જીવનશૈલીમાં આવેલા ફેરફારથી ચિંતા વધી શકે છે. પોતાને ખુશ રાખવા માટે તમને ગમતી વસ્તુઓ પર ધ્યાન આપો. પરિવારની વધારે
ચિંતા થશે.

કરિયરઃ- કામની જગ્યાએ તમારા પર લાગેલા આરોપો દૂર કરવામાં સરળતા રહેશે.

લવઃ- પાર્ટનર સાથે થયેલો ઝઘડો ઉકેલી શકશો.

સ્વાસ્થ્યઃ- શરીરમાં બ્લડ સરક્યુલેશન સરખું રાખવા માટે વ્યાયામની જરૂર પડશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

કુંભ- SEVEN OF PENTACLES
કામને સરળ રીતે કરવાથી રસ્તો જલ્દી મળશે. રૂપિયાની તકલીફ હોવા છતાં વધારે ચિંતા નહિ રહે. હાલ કામ કરતાં વધારે આરામ પર ધ્યાન આપો.

કરિયરઃ- ધંધામાં રોકાણ કરેલા રૂપિયાનું જલ્દી રિટર્ન મળવા લાગશે

લવઃ- વૈવાહિક જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત કરવી મુશ્કેલ થશે.

સ્વાસ્થ્યઃ- હેલ્થમાં સુધારો લાવવા માટે ચિંતા ઓછી કરો.

શુભ રંગઃ- લીલો

​​​​​​​શુભ અંકઃ- 1

મીન- KNIGHT OF SWORDS
કામની ગતિ વધારવાની જરૂર છે. લક્ષ્ય સાથે વ્યક્તિગત પ્રગતિ પર ધ્યાન દેવું પડશે. વ્યક્તિગત વાતોમાં એકબીજાનું સમર્થન ના મળે. આથી પોતાના જ માર્ગદર્શક બનો.

કરિયરઃ- વેપારી વર્ગને નવા ક્લાયન્ટ મળી શકે છે.

લવઃ- તમારા પ્રેમ સંબંધોને લીધે તમારા અને પરિવાર વચ્ચે ચિંતા વધશે.

સ્વાસ્થ્યઃ- હાડકાં સાથે જોડાયેલી તકલીફ થાય.

શુભ રંગઃ- પીળો

​​​​​​​​​​​​​​શુભ અંકઃ- 2