4 નવેમ્બર, ગુરુવારના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.
મેષઃ- KING OF CUPS
કામના કારણે માનસિક તણાવ વધી શકે છે. જીવનશૈલીમાં શિસ્તબદ્ધતા લાવવી જરૂરી છે નહીં તો તમે તમારા કામના ઉદ્દેશ્યથી ભટકી શકો છો અને નકામી વાતોમાં સમય વ્યતિત કરવાથી તમારી કાર્ય ક્ષમતા ઘટી શકે છે.
કરિયરઃ- કામ સંબંધિત બાબતોમાં ગંભીરતા મહેસૂસ હોવાને કારણે યોગ્ય ફેરફાર લાવવો શક્ય થશે.
લવઃ- કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષણ મહેસૂસ થતું હોય તો વ્યક્તિની શું ભાવના છે તે જાણવાનો પ્રયાસ કરવો.
સ્વાસ્થ્યઃ- અપચો અને ડાયેરિયા થઈ શકે છે.
શુભ રંગઃ- વાદળી
શુભ અંકઃ- 4
-------------------------------
વૃષભઃ-ACE OF SWORDS
લોકોએ તમારા માટે કેવા પ્રકારનો ખોટો વ્યવહાર રાખ્યો છે એ વાતને વારંવાર વિચાર કરવાથી નકારાત્મકતા મહેસૂસ થશે પરંતુ કેવી રીતે આ પરિસ્થિતિમાંથી બહાર આવવું તે જલ્દી તમને જાણવા મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોથી તમને યોગ્ય તક મળશે.
કરિયરઃ- દરેક પ્રકારના કામમાં યશ પ્રાપ્ત થશે.
લવઃ- પારિવારિક સમસ્યાઓની ચર્ચા કરતા સમયે પાર્ટનરની સાથે વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- પાઈલ્સની તકલીફ વધી શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ-1
-------------------------------
મિથુનઃ- THE WORLD
જીવનમાં વ્યસ્તતા રાખવાનો પ્રયાસ તમારો ચાલુ રહેશે પરંતુ સમયનો ઉપયોગ તમે માત્ર વ્યસ્ત રહેવા માટે કરી રહ્યા છો અથવા સમયનો યોગ્ય ઉપયોગ કરીને અપેક્ષિત બાબતો થઈ રહી છે એ પણ જાણવું પડશે. તમારા કામોની યાદી બનાવીને કયા કામને કેટલું મહત્ત્વ આપવાનું છે તેના પર ધ્યાન આપવું.
કરિયરઃ- મીડિયા સંબંધિત કાર્ય ઓળખીતા વ્યક્તિ દ્વારા મળી શકે છે.
લવઃ- પાર્ટનર તમને ખુશ રાખવાનો પ્રયત્ન કરશે.
સ્વાસ્થ્યઃ- પેટ સંબંધિત ઈન્ફેક્શન થઈ શકે છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 3
-------------------------------
કર્કઃ- DEATH
તમારી ભૂલોનો અહેસાસ તમને છે પરંતુ તમારી આસપાસની પરિસ્થિતિના કારણે અત્યારે તેને સુધારવી તમારા માટે મુશ્કેલ સાબિત થશે. દરેક વ્યક્તિની સાથેના સંબંધોમાં ફેરફાર જોવા મળશે અને તેને સુધરવામાં થોડો સમય લાગી શકે છે.
કરિયરઃ- તમારા કામ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ વ્યક્તિ દ્વારા એક નવા કામની જવાબદારી તમને સોંપવામાં આવી શકે છે.
લવઃ- વ્યક્તિગત જીવનમાં વધી રહેલી વ્યસ્તતાના કારણે રિલેશનશિપમાં સમય નહીં આપી શકો.
સ્વાસ્થ્યઃ- એસિડિટીની સમસ્યા વધારે રહેવાને કારણે ખાણીપીણી પર નિયંત્રણ રાખવું.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 8
-------------------------------
સિંહઃ- TEMPERANCE
દરેક વાત વિશે જરૂર કરતા વધારે વિચારવાથી તમારો તણાવ વધી રહ્યો છે. તમારા મિત્રને પારખવાની જરૂર છે. કોઈ વ્યક્તિ દ્વારા વારંવાર કરવામાં આવતી ટિપ્પણી તમારી અંદર નકારાત્મકતા વધારશે.
કરિયરઃ- કામ સંબંધિત ટ્રેનિંગ પ્રાપ્ત થશે જેના કારણે તમને કામ સાથે જોડાયેલી તક મળશે.
લવઃ- પાર્ટનર્સ એક બીજાની ભૂલોને માફ કરશે.
સ્વાસ્થ્યઃ- ગળાનો દુખાવો અને શરદીની સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ- સફેદ
શુભ અંકઃ- 5
-------------------------------
કન્યાઃ- TEN OF PENTACLES
પરિવારના લોકોની સાથે સંબંધ સુધારશે જેના કારણે પરિવારમાં લોકોની વચ્ચે સમાધાન થશે. કોઈપણ વ્યક્તિની અપેક્ષાઓ તમે સંપૂર્ણ રીતે પૂરી નથી કરી શકતા અને ના તેમનો વ્યક્તિગત કડવો અનુભવ તમે દૂર કરી શકશો એટલે વ્યક્તિની જવાબદારી કેટલી હદે નિભાવવાની છે અને વ્યક્તિને કેવી રીતે નિર્ભર બનાવવાનો છે. આ બંને બાબતો પર જરૂરથી વિચાર કરવો.
કરિયરઃ- નોકરી કરતા લોકોને બોનસ મળશે.
લવઃ- લગ્નજીવન સુખમય રહેશે.
સ્વાસ્થ્યઃ- વૃદ્ધોને શરદી ઉધરસની તકલીફ રહેશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 2
-------------------------------
તુલાઃ- FOUR OF WANDS
જીવનમાં અનેક પ્રકારની બાબતોમાં નવેસરથી શરૂઆત જોવા મળી શકે છે. તણાવ ઓછો થશે. પરંતુ તમારા પ્રયત્નો દ્વારા તમે જીવનને વધું સારું બનાવી શકશો. જે લોકોને માનસિક તકલીફ વધારે હતી, તે દૂર થશે. સકારાત્મકતા મહેસૂસ થશે.
કરિયરઃ- પારિવારિક વેપાર સંબંધિત લોકોને વેપારમાં મોટો ફાયદો થશે.
લવઃ- રિલેશનશિપની શરૂઆતમાં મુશ્કેલી મહેસૂસ થશે.
સ્વાસ્થ્યઃ- ખભાના દુખાવા સંબંધિત તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 7 -------------------------------
વૃશ્ચિકઃ- QUEEN OF CUPS
જે બાબતોમાં તમને લોકો દ્વારા મદદની અપેક્ષા છે, તે ખુલીને બોલી નહીં શકો પરંતુ અત્યારના સમયમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો હલ તમે એકલા નહીં શોધી શકશો તેથી તમારા સ્વભાવમાં થોડો ફેરફાર લાવવો.
કરિયરઃ- મહિલાઓને પોતાના કરિયર સંબંધિત ચિંતા મહેસૂસ થશે.
લવઃ- પાર્ટનર દ્વારા થયેલી ભૂલો માટે તમે તમારી જાતને જવાબદાર માનશો.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને શરદીના કારણે બેચેની મહેસૂસ થશે.
શુભ રંગઃ- લાલ
શુભ અંકઃ- 6
-------------------------------
ધનઃ-QUEEN OF PENTACLES
પરિવારની સાથે અંતર મહેસૂસ થશે પરંતુ ચિંતા જેવી કોઈ વાત નથી. પારિવારિક પ્રોપર્ટી સંબંધિત નિર્ણય લેતા સમયે દરેક વ્યક્તિનો અભિપ્રાય લેવો. પ્રોપર્ટી સાથે સંબંધિત કાર્ય માટે આ સમય લાભદાયી છે.
કરિયરઃ- રિયલ એસ્ટેટ સાથે સંબંધિત લોકોને પોતાની ક્ષમતા અનુસાર જ કામની જવાબદારી ઉઠાવવી પડશે.
લવઃ- પાર્ટનર દ્વારા પ્રાપ્ત માર્ગદર્શનના કારણે તમારા વ્યક્તિત્વમાં સુધારો આવશે.
સ્વાસ્થ્યઃ- પગમાં દુખાવો અને ઘુંટણ સંબંધિત તકલીફ થઈ શકે છે.
શુભ રંગઃ- પર્પલ
શુભ અંકઃ- 9
-------------------------------
મકરઃ- TWO OF CUPS
પરિવાર દ્વારા કરવામાં આવતો વિરોધ શરૂઆતમાં તમારા મનને ઉદાસ કરશે પરંતુ તેમના દ્વારા તમારા વિચારોને સમજવાનો પ્રયાસ પણ કરવામાં આવશે તેથી તમારી અંદર કોઈપણ વ્યક્તિ પ્રત્યે નકારાત્મકતા પેદા નહીં થાય. પૈસા સંબંધિત લેવડદેવડ વહેલી તકે પૂરી કરવાનો પ્રયાસ કરવો.
કરિયરઃ- વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવાની જરૂર છે.
લવઃ- વિવાહ સંબંધિત નિર્ણય લેવામાં સમય લાગશે.
સ્વાસ્થ્યઃ- સ્નાયુઓમાં દુખાવો રહેશે.
શુભ રંગઃ- પીળો
શુભ અંકઃ- 4
-------------------------------
કુંભઃ- THE HERMIT
તમારા જીવનમાં લોકોનો હસ્તક્ષેપ વધશે જેના કારણે દરેક વ્યક્તિની સાથેના સંબંધ તણાવપૂર્ણ રહેશે. સાથે એકાંતમાં પસાર કરેલો સમય પણ તમને માનસિક રીતે તકલીફ આપશે. તમારો વિચારોને સ્પષ્ટ રાખવાનો પ્રયાસ કરવો.
કરિયરઃ- વિદેશ સંબંધિત પ્રાપ્ત પ્રોજેક્ટમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ આવશે.
લવઃ- પાર્ટનર તમને તમારી ભૂલનો અહેસાસ કરાવશે.
સ્વાસ્થ્યઃ- શારીરિક કમજોરીના કારણે થાક અને ચક્કર જેવી સમસ્યા થઈ શકે છે.
શુભ રંગઃ- ઓરેન્જ
શુભ અંકઃ- 9
-------------------------------
મીનઃ- THE SUN
જ્યાં સુધી કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તમારા વિચારોથી ભટકશો નહીં. મનની ચંચળતા વધતી જોવા મળશે જેના કારણે કામ અધુરા રહી શકે છે અને કામ સંબંધિત ગંભીરતા પણ ઓછી થતી જોવા મળશે.
કરિયરઃ- યુવાવર્ગને કરિયર સંબંધિત બાબતોમાં ઉત્સાહ મહેસૂસ થાય છે જેના કારણે મોટું લક્ષ્યાંક પ્રાપ્ત થશે.
લવઃ- જે લોકો રિલેશનશિપમાં છે તો લોકો પોતાના પરિવારની સાથે વિવાહ સંબંધિત વાતની ચર્ચા કરવાનો પ્રયાસ કરશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહેશે તેમ છતાં જે વસ્તુઓના કારણે અપચો થાય છે એવી વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું.
શુભ રંગઃ- ગુલાબી
શુભ અંકઃ- 3
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.