• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • According To THE FOOL Card, Libras May Have Found A Way To Overcome Their Worries About Money, But They Will Be Successful Only If They Persist In Their Work.

મંગળવારનું ટેરોકાર્ડ રાશિફળ:તુલા જાતકોને THE FOOL કાર્ડ પ્રમાણે રૂપિયાને લગતી ચિંતાને દૂર કરવાનો માર્ગ ભલે મળી ગયો હોય પરંતુ કામમાં સાતત્ય રાખશો તો જ સફળ થશો

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ NINE OF SWORDS

કોઈને કોઈ વાતને લઈને મનમાં ચિંતા છે જેને લીધે આખો દિવસ ઉદાસીનતા રહે. પરંતુ ચિંતાની અસરમાં આવીને કામ અવોઈડ ન કરશો. મિત્ર-પરિવારની સાથે વાતચીત ઓછી થઈ શકે છે. તમારી વ્યક્તિગત લાઈફમાં વધતી વ્યસ્તતાને લીધે બીજા લોકોને ટાઈમ નહીં આપી શકો.

કરિયરઃ- કરિયરને લગતી જે વાતોની ચિંતા તમને સતાવી રહી છે તેનો સારી રીતે વિચાર કરીને ચિંતા દૂર કરવા માટે પ્રયત્ન ચાલું રાખો.

લવઃ- પાર્ટનર સાથેના સંબંધ કરતાં પોતાની વ્યક્તિગત જવાબદારીઓ પર ધ્યાન આપવું તમારી માટે જરૂરી રહેશે.

હેલ્થઃ- ઊંઘને લગતી બેચેની કે પછી ઊંઘ પૂરી ન થવાને લીધે થાક લાગી શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 7

--------------------------

વૃષભ THE MAGICIAN

સમયનો સારી રીતે ઉપયોગ કરો. તમારા દ્વારા બીજા લોકોની મદદ થઈ રહી છે, પરંતુ આ મદદની જરૂરિયાત લોકોને છે કે નહીં તે વાતનું અવલોકન કરવું જરૂરી છે. તમને મળેલા સોર્સનો સારી રીતે ઉપયોગ કરીને સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરો.

કરિયરઃ- કામમાં રાખેલ ટાર્ગેટને પૂરો કરવામાં સમય લાગશે. પોતાની ક્ષમતા પ્રમાણે પોતાના પર અપેક્ષાઓ રાખો. લવઃ- પાર્ટનરને આકર્ષિક કરવા માટે તમે પ્રયાસ કરી શકો છો.

હેલ્થઃ- કમરદર્દની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 1

--------------------------

મિથુન SEVEN OF WANDS

માનસિક રીતે પેદા થતી બેચેનીનું કારણ સમજવાનો પ્રયાસ કરવો પડશે. જો કોઈ વ્યક્તિની સાથે વાતચીત કરવાની ઈચ્છા હોય તો તમારે આગળ વધવાની જરૂર છે. દરેક વખતે લોકો પાસે રાખેલી અપેક્ષાઓ જ તમારી તકલીફનું કારણ હોય છે.

કરિયરઃ- કરિયર સાથે જોડાયેલી કોઈપણ તકનો સ્વીકાર કરતાં પહેલાં તેના ફાયદો અને નુકસાન બંને વિશે વિચાર કરી લો. લવઃ- સંબંધો અંગે વિચારો બદલાતા જોવા મળે. પોતાને હજી સમય આપો.

હેલ્થઃ- પગ દર્દની સમસ્યા ઉત્પન્ન થશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------------------

કર્ક STRENGTH

પોતાની ઈચ્છાશક્તિને મજબૂત બનાવીને કઠિન પરિસ્થિતિ પર કંટ્રોલ કરવો તમારી માટે શક્ય છે. વ્યક્તિગત જીવનમાં ભાગ-દોડી વધતી રહેશે પરંતુ કોઈ પ્રકારની કઠિનાઈ નહીં પડે. માત્ર યોજના પર ધ્યાન રાખીને કામને આગળ વધારો.

કરિયરઃ- કરિયરમાં નવી તક મળવાને લીધે નવો અનુભવ મળશે જેનાથી શ્રેષ્ઠ રીતે કામ કરી શકશો.

લવઃ- પાર્ટનરને થઈ રહેલી ચિંતાને દૂર કરવા માટે તમારે પ્રયાસ કરવા પડશે.

હેલ્થઃ- લો-બીપીની સમસ્યા પેદા થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 2

--------------------------

સિંહ JUDGEMENT

તમારા દ્વારા કરવામાં આવેલ પ્રયત્નને સફળતા મળી રહી છે પરંતુ વચ્ચે જ કામ છોડી દો તેવું બને. કામ પર ફોકસ ટકાવી રાકવાની જરૂર છે. લોકો દ્વારા મળી રહેલી સલાહ પર ધ્યાન આપશો તો જ નકારાત્મક પહેલૂઓને સુધારી શકશો.

કરિયરઃ- ઉચ્ચ શિક્ષણ માટે પ્રયત્ન વધારો. વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મળી શકે છે.

લવઃ- વૈવાહિક જીવન સુખ-શાંતિ ભર્યું રહેશે પરંતુ બાળકોને લીધે આપસમાં વિવાદને થાય તો ટાળજો.

હેલ્થઃ- યૂરિન ઈન્ફેક્શન થવાની શક્યતા વધી રહી છે. સ્વાસ્થ્યમાં આવતા ફેરફાર પર ધ્યાન આપો.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 4

--------------------------

કન્યા THE WORLD

અત્યાર સુધી કઠિન લાગતી વાતોનો હલ શોધવાની સરળ રીત તમને મળી જશે. મનમાં પેદા થઈ રહેલી ચિંતા દૂર થશે. પરિવારના કોઈ પ્રિય વ્યક્તિની સાથે સમય વિતાવવાની તક મળી શકે છે.

કરિયરઃ- કામની જગ્યાએ લોકોની સાથે ચર્ચા કર્યા વગર કોઈ નિર્ણયને અમલમાં લાવવાની ભૂલ ન કરો.

લવઃ- નવા વ્યક્તિ જીવનમાં આવવાથી ખુશીઓ બમણી થઈ શકે છે.

હેલ્થઃ- સ્વાસ્થ્યને લગતી નાની-મોટી તકરાર થશે પરંતુ તેને અવોઈડ ન કરો. શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 4

--------------------------

તુલા THE FOOL

રૂપિયાને લગતી ચિંતાને દૂર કરવાનો માર્ગ ભલે તમને મળી ગયો હોય પરંતુ કામમાં સાતત્ય ટકાવી રાખવું તમારી માટે એટલું જ જરૂરી રહેશે. ધાર્યા પ્રમાણે નિર્ણય લેવાને લીધે નુકસાનનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. કઠિનાઈથી દૂર નહીં ભાગો તેનો સામનો કરો.

કરિયરઃ- કરિયરમાં દિશા બદલાતી નજર આવશે, નવા કામ સ્વીકાર કરતી વખતે દરેક જવાબદારીઓ સારી રીતે નિભાવવામાં આવે એ વાતનું ધ્યાન રાખજો.

લવઃ- તમારી પરિસ્થિતિ ગમે તેવી હોય પાર્ટનરનો સાથ તમને મળતો રહેશે.

હેલ્થઃ- સુગરને લગતી તકલીફ ન વધે તેનું ધ્યાન રાખો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 3

--------------------------

વૃશ્ચિક THREE OF PENTACLES

અપેક્ષા પ્રમાણે સમયસર કામ પૂરાં ન થવાને લીધે મન ઉદાસ રહે. પોતાની પ્રત્યે કઠોર વ્યવહાર બિલકુલ ન કરો. પસંદગીના લોકોની સાથે જ પોતાની સમસ્યાઓની ચર્ચા કરો. કોઈ વ્યક્તિને આપેલ ઉધાર રૂપિયા અચાનક પાછા મળશે.

अ કરિયરઃ- કંસ્ટ્રક્શનમાં જોડાયેલા લોકોને કામને વચ્ચે રોકવું પડી શકે છે.

લવઃ- સંબંધો અંગે હાલ નિર્ણય લેવા માટે તમે સક્ષમ નથી. પરિવારના લોકો સાથે ચર્ચા કરો.

હેલ્થઃ- પગદર્દની સમસ્યા અને થાક રહેશે, આરામ કરવા પર ધ્યાન આપો.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

--------------------------

ધન THE HANGEDMAN

પરિસ્થિતિને જોવાનો દ્રષ્ટિકોણ બદલવાને લીધે નકામા વિચારોથી પોતાને દૂર રાખીને માત્ર મહત્વપૂર્ણ વાતો પર જ ધ્યાન આપજો. જે લોકોની સાથે તમારા લક્ષ્યો મેચ થાય છે તેમની સાથે જ સમય વિતાવો. જેથી કામ પર ફોકસ રહે.

કરિયરઃ- કામ સાથે જોડાયેલી વાતો કઠિન લાગી શકે પરંતુ નવી વાતોને શીખવા માટે પ્રયત્ન કરતાં રહો.

લવઃ- સંબંધોમાં સ્થિરતા રહેશે. છતાં પણ એકબીજાને સમય આપવા પ્રયાસ કરજો.

હેલ્થઃ- માઈગ્રેઈનની તકલીફ થોડા સમય પરેશાન કરતી રહેશે.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 8

--------------------------

મકર KING OF PENTACLES

ઓછા સમયમાં વધુ જવાબદારીઓને નિભાવવી તમારી માટે જરૂરી રહેશે. કામની ગતિને વધાવા માટે પોતાને નકારાત્મક વિચારોથી દૂર રાખવી જરૂરી છે.

કરિયરઃ- રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને વ્યવહાર કરવામાં સમય લાગી શકે છે. રૂપિયાને લગતી અપેક્ષા હાલના સમયમાં બિલકુલ ન રાખો.

લવઃ- કોઈપણ પ્રકારનો નિર્ણય લેતા પહેલાં પાર્ટનર પર દબાણ બિલકુલ ન કરો.

હેલ્થઃ- શરીર પર લાગેલા ઘાવને લીધે તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9

--------------------------

કુંભ FOUR OF PENTACLES

જરૂરિયાતથી વધુ પડતાં વિચારો કરવાને લીધે હકારાત્મક વાતોમાં પણ કોઈને કોઈ ભૂલ તમે કાઢતાં રહેશો. મનમાં પેદા થતી ચિંતાને લીધે કાર્યક્ષમતા ઘટી શકે છે. રૂપિયા સાથે જોડાયેલી સમસ્યાઓને જો તમે દૂર કરવા માંગતા હોવ તો દરેક ખર્ચનો હિસાબ રાખો અને ખર્ચ કરવી વખતે ડિસિપ્લિન રાખવું જરૂરી છે.

કરિયરઃ- કોન્ટ્રાક્ટ પર કામ કરનારાઓને નવા કામ મેળવવા માટે હજી સમય લાગી શકે છે.

લવઃ- જે વ્યક્તિ સાથે આકર્ષણ થઈ રહ્યું છે તેની સામે પોતાની લાગણીઓે રજૂ કરવા માટે હજી સમય લો. હેલ્થઃ- દાંતની તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 6

--------------------------

મીન ACE OF SWORDS

સમય તમારા પક્ષમાં રહેશે. કઠિન કામ સરળતાથી પૂરાં થતાં લાગે. દિવસની શરૂઆતમાં કેટલીક કઠિનાઈઓનો સામનો કરવો પડશે, પરંતુ સરળતાથી તેનો માર્ગ પણ મળી જશે. અચાનક કોઈ ખર્ચ આવી પડે તો તેની માટે તૈયારી રાખજો.

કરિયરઃ- કામની જગ્યાએ કોઈપણ વ્યક્તિની સાથે વિવાદ પેદા ન તાય તેનું દ્યાન રાખો.

લવઃ- પાર્ટનરને લીધે જીવનમાં ડિસિપ્લિન બનાવવાનો પ્રયાસ કરો.

હેલ્થઃ- કબજીયાત અને પાઈલ્સની તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ-8