તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાસ્તુ શાસ્ત્ર:બૃહત્સંહિતા પ્રમાણે દક્ષિણ-પૂર્વ એટલે અગ્નિ ખૂણામાં રસોડું હોવું જોઇએ, આવું ઘર આર્થિક રૂપથી સમૃદ્ધ હોય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસ્તુમંજરી ગ્રંથ પ્રમાણે અગ્નિ ખૂણામાં અગ્નિદેવનું સ્થાન હોય છે, સ્વાસ્થ્ય માટે આ દિશામાં ભોજન બનાવવું શ્રેષ્ઠ રહે છે

વાસ્તુ શાસ્ત્રના ગ્રંથોમાં ભોજનશાળા એટલે રસોડું ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વરાહમિહિરના જ્યોતિષ ગ્રંથ બૃહત્સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, ઘરનું રસોડું પૂર્વ અને દક્ષિણ દિશાની વચ્ચે હોવું જોઇએ. આ સિવાય વાસ્તુમંજરી ગ્રંથ પ્રમાણે રસોડામાં રાખવામાં આવેલી વસ્તુઓ જેમ કે, ચૂલો, પાણી, અનાજ અને અન્ય ભોજનની વસ્તુઓ સાથે જોડાયેલી દિશાઓનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.

કાશીના જ્યોતિષાચાર્ય અને વાસ્તુ નિષ્ણાત પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે કોઇપણ ઘરમાં રસોડું અને ત્યાં રાખવામાં આવતી વસ્તુઓની અસર તે ઘરમાં રહેતાં લોકો ઉપર પડે છે. જો રસોડાના કારણે વાસ્તુદોષ હોય તો તે ઘરમાં રહેતાં લોકો ખાસ કરીને ઘરની મહિલાઓ બીમારીઓથી સતત પરેશાન રહે છે. રસોડા સાથે જોડાયેલ વાસ્તુદોષ ઉંમર ઘટાડી પણ શકે છે. તેનાથી વિપરીત કોઇપણ ઘરમાં રસોડા સાથે જોડાયેલો કોઇ દોષ ન હોય તો તે ઘરમાં સમૃદ્ધિ આવે છે અને પરિવારના લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

દક્ષિણ-પૂર્વમાં અગ્નિદેવનો વાસ હોય છે
કોઇપણ ઘરની દક્ષિણ-પૂર્વ દિશામાં અગ્નિદેવનો વાસ હોય છે. એટલે વાસ્તુશાસ્ત્રમાં આ ખૂણાને અગ્નિ ખૂણો કહેવામાં આવે છે. આ દિશામાં પકવેલું ભોજન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. જેથી ઘરમાં રહેતાં લોકોની ઉંમર વધે છે. જ્યોતિષના બૃહત્સંહિતા ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, આ દિશામાં રસોડું હોવાથી તે ઘરમાં રહેતાં લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોય છે.

અગ્નિ ખૂણામાં સૂર્ય અને શુક્રનો શુભ પ્રભાવ
વાસ્તુ ગ્રંથો પ્રમાણે અગ્નિ ખૂણાનો સ્વામી શુક્ર ગ્રહ છે. શુક્ર ભોજનને અનેક પ્રકારે તૈયાર કરવામાં મદદગાર માનવામાં આવે છે. જેથી પરિવાર, શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત થાય છે. અગ્નિ ખૂણામાં બનેલાં રસોડામાં ઉદય થતાં સૂર્યના કિરણો આવે છે. જેથી રસોડામાં કામ કરતાં લોકો સ્વસ્થ રહે છે અને તે જગ્યાએ બનેલું ભોજન પણ પોષ્ટિક હોય છે.

અન્ય ધર્મ ગ્રંથોમાં રસોડા સાથે જોડાયેલી વાતો
મહાભારત, પદ્મ અને વિષ્ણુ પુરાણ પ્રમાણે, રસોડામાં ભોજન બનાવવા માટે અને જમવા માટે વપરાતા વાસણ તૂટેલાં હોવા જોઇએ નહીં. ભોજન કરતી સમયે પૂર્વ કે ઉત્તર દિશા તરફ મુખ હોવું જોઇએ. રસોડામાં બેસીને જ ભોજન કરવું જોઇએ. આ ગ્રંથ પ્રમાણે ક્યારેય અંધારામાં બેસીને ભોજન કરવું જોઇએ નહીં.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

વધુ વાંચો