શનિશ્ચરી મૌની અમાસ 2023:20 વર્ષ પછી 21 જાન્યુઆરીએ બનશે મૌની અમાસનો દુર્લભ સંયોગ, ત્યારબાદ 2027માં બનશે આવો સંયોગ

12 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિન્દુ ધર્મમાં અમાસ તિથિનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વદ પક્ષની અંતિમ તિથિ હોય છે. આ દિવસે ચંદ્રમા દેખાતો નથી. આ તિથિના સ્વામી પિતૃઓ માનવામાં આવે છે. આ વખતે 21 જાન્યુઆરી, શનિવારે પોષ માસની અમાસ છે, જેને મૌની અમાસ કહે છે. આ અમાસનું મહત્વ અનેક ધર્મ ગ્રંથોમાં બતાવ્યું છે. મૌની અમાસ શનિવારે હોવાથી આ વર્ષે 2023ની આ પહેલી શનિશ્ચરી અમાસ પણ ગણાશે. અનેક દશકાઓ પછી આવો શુભ સંયોગ છે જ્યારે મૌની અમાસ શનિવારે આવતી હોય.

2003 પછી મૌની અમાવસ્યા શનિવારે

જ્યોતિષપ્રમાણે જે અમાસ શનિવારે આવે તેને શનિશ્ચરી અમાસ કહેવામાં આવે છે. આવો સંયોગ એક વર્ષમાં 1-2 વાર જ આવતો હોય છે. વર્ષની પહેલી શનિશ્ચરી અમાસ 21 જાન્યુઆરીએ પડી રહી છે. આ અમાસ એટલા માટે ખાસ છે કારણ કે તે પોષ માસમાં આવી રહી છે. પોષ માસની અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ પહેલાં પોષ માસની શનિશ્ચરી અમાસનો સંયોગ 20 વર્ષ પહેલાં 1 ફેબ્રુઆરી 2003ના રોજ બન્યો હતો. હવે આવો સંયોગ 6 ફેબ્રુઆરી 2027ના રોજ બનશે.

શનિના કારણે ખાસ રહેશે આ અમાસ

જ્યોતિષ પ્રમાણે 17 જાન્યુઆરીએ શનિ ગ્રહ રાશિ બદલીને કુંભ રાશિમાં આવી ચૂક્યો છે. કુંભ રાશિ સ્વયં શનિની રાશિ છે. આ રાશિમાં શનિ ખૂબ જ બળવાન હોય છે. 30 વર્ષોમાં શનિ એકવાર આ રાશિમાં પ્રવેશ કરે છે. શનિશ્ચરી અમાસ પર શનિ ગ્રહની આ સ્થિતિ ખૂબ જ ખાસ રહેશે. જેના લીધે આ દિવસે શનિદેવની પૂજા-ઉપાય કરવાથી ખૂબ જ શુભ ફળ પ્રાપ્ત થાય છે.

ધર્મ ગ્રંથોમાં મળે છે આ તિથિનું મહત્વ
શનિશ્ચરી અમાસનો સંયોગ વર્ષમાં માડ 1-2 વાર જ થાય છે. પરંતુ મૌની અમાસ પર શનિશ્ચરી અમાસનો સંયોગ અનેક દશકોમાં એકવાર બને છે. સ્કંદ,પદ્મ અને વિષ્ણધર્મોત્તર પુરાણ પ્રમાણે પોષ માસની અમાસ પર શનિશ્ચરી અમાસનો સંયોગ બને તો આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી દરેક પ્રકારના પાપ સમાપ્ત થઈ જાય છે. આ દિવસે કરવામાં આવેલ શ્રાદ્ધ અને તર્પણથી આખા વર્ષ માટે પિતૃઓ સંતુષ્ટ થઈ જાય છે.