• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • A Major Change In Lifestyle Will Occur As The Income Of Capricorns Increases By A Large Amount, Pay Attention To The Things That Are Progressing.

રવિવારનું ટેરોકાર્ડ રાશિફળ:મકર જાતકોની રૂપિયાની આવક મોટી માત્રામાં વધવાથી જીવનશૈલીમાં મોટો ફેરફાર થશે, જે બાબતોમાં પ્રગતિ થઈ રહી છે તેમાં ધ્યાન આપો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

મેષ THE HIEROPHANT

પરિવારના લોકો દ્વારા નાખવામાં આવેલ બંધન અને નિયમોને સારી રીતે જાણીને જ વ્યક્તિગત બાબતોને લગતો નિર્ણય લેવાની જરૂર રહેશે. હાલના સમયમાં એકલા કામ કરવું તમારી માટે શક્ય નહીં રહે. પોતાની ક્ષમતા પ્રમાણે દરેક વ્યક્તિ મદદ કરી શકે છે.

કરિયરઃ- પોતાના કાર્ય સાથે જોડાયેલ ટ્રેનિંગ કે ઉચ્ચ શિક્ષણ વિશે વિચાર કરશો.

લવઃ- તમારો નિર્ણય પરિવારને સ્વીકારવામાં સમય લાગશે.

હેલ્થઃ- ઊલ્ટી કે અપચાની તકલીફ રહી શકે છે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 4

--------------------------------

વૃષભ QUEEN OF SWORDS

તમારા વિચારોમાં સ્પષ્ટતા જોવા મળે જેનાથી કઠિન નિર્ણયને સરળતાથી લઈ શકવો તમારી માટે શક્ય બનશે. જૂની કેટલીક વાતોને પૂરી રીતે જીવનથી દૂર કરીને તમે ભવિષ્ય તરફ આગળ વધવા પ્રયાસ કરશો.

કરિયરઃ- તમારા વેપાર સાથે જોડાયેલ કોઈ નિર્ણયનો અમલ તેના લાભ વિશે વિચારીને જ આગળ વધારજો.

લવઃ- બંને પક્ષ સંબંધ તોડવા માગે છે પરંતુ વાતચીતથી ફરી સંબંધ સુધારી શકો છો.

હેલ્થઃ- લો-બીપીની સમસ્યા પરેશાન કરશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 1

--------------------------------

મિથુન SEVEN OF PENTACLES

તમારા દ્વારા કરવામાં આવેલ સંયમનું ફળ મળી શકે છે. જે વાતોને તમે અત્યાર સુધી અવોઈડ કરી રહ્યાં હતા તેનું મહત્વ સમજીને તેને ફરી સુધારવાનો પ્રયાસ કરશો. નવા વ્યક્તિ સાથે પરિચય થતાં કામની નવી તક મળી શકે.

કરિયરઃ- કામને લગતો નિર્ણય લેતા પહેલાં આર્થિક બાબતોને વધુ મહત્વ આપવાથી નિર્ણય ખોટો લઈ શકો છો.

લવઃ- રિલેશનશીપથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરવો પડશે.

હેલ્થઃ- લો-બીપીને લગતી કોઈપણ પ્રકારની તકલીફને અવોઈડ ન કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ-2

--------------------------------

કર્ક NINE OF SWORDS

વર્તમાન પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો ફેરફાર ન દેખાતા અને તમારા દ્વારા રાખવામાં આવેલ લક્ષ્યમાં કોઈપણ પ્રકારની હકારાત્મકતા ન અનુભવવાને લીધે તણાવ વધી શકે છે. સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. જે પ્રકારે સ્વાસ્થ્ય સુધરશે એ પ્રકારે જ વિચારો પણ હકારાત્મક બનશે.

કરિયરઃ- મીડિયા સાથે જોડાયેલ લોકોને નવું કામ મળશે.

લવઃ- રિલેશનશીપમાં હાલ સંયમ રાખજો.

હેલ્થઃ- વધુ તણાવને લીધે તાવ અને નબળાઈ લાગશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 3

--------------------------------

સિંહ FIVE OF CUPS

તમે જે તકો ખોઈ હતી તે પાછી મળી શકે છે. કોઈપણ વ્યક્તિ દ્વારા બોલવામાં આવેલી વાતોને જરૂરિયાતથી વધુ મહત્વ આપીને પોતાને ઉદાસ ન બનાવશો. આજના દિવસે માનસિક રીતે નબળાઈ લાગશે પરંતુ તેને લીધે નિર્ણયો બદલવાની જરૂર નથી. કરિયરઃ- વૈદકીય ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકોને વરીષ્ઠ અધિકારીઓ દ્વારા કોઈ દબાણ થઈ શકે છે.

લવઃ- રિલેશનશીપમાં નકારાત્મકતા જાતે જ દૂર કરવી પડશે.

હેલ્થઃ- જૂની બીમારીને સારી કરવા ડોક્ટરની સલાહ લેજો.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 7

--------------------------------

કન્યા FOUR OF SWORDS

જીવનના કોઈ એક જ પહેલૂમાં વારંવાર અપયશ મળવાને લીધે પોતાની પ્રત્યે નેગેટિવ થઈ શકો છો.પોતાની ઊર્જામાં ફેરફાર લાવવાનો પ્રયાસ કરજો. કોઈપણ વ્યક્તિની સાથે ભૂતકાળને લગતી વાતો ન કરશો.

કરિયરઃ- કામની જગ્યાએ વધી રહેલી વ્યસ્તતાને લીધે વ્યક્તિગત જીવનને અવોઈડ ન કરો.

લવઃ- પાર્ટનર પોતાની ભૂલોને માનીને તેને સુધારવાનો પ્રયાસ કરશે.

હેલ્થઃ- ઊંઘને લગતી તકલીફ વધી શકે છે.

શુભ રંગઃ- ઓરેન્જ

શુભ અંકઃ- 9

--------------------------------

તુલા KNIGHT OF SWORDS

ઊતાવળમાં લેવામાં આવેલ નિર્ણયથી રૂપિયાને લગતું મોટું નુકસાન થઈ શકે છે. પોતાની ભૂલોને માનીને તેને સુધારતી વખતે કઠિનાઈ પેદા ન થાય તેનું ધ્યાન રાખજો. હાલના સમયમાં સ્વભાવમાં વધી રહેલી ચંચળતાને કારણે આસપાસના લોકોને તમે પરેશાન કરી શકો છો. કરિયરઃ- રૂપિયાની પ્રત્યે લાલચ વધવાને લીધે કોઈ રિસ્ક લો તો સાવધાનીથી લેજો.

લવઃ- હાલના સમયમાં પાર્ટનર પાસેથી મોટી અપેક્ષાઓ ન રાખશો.

હેલ્થઃ- પેટને લગતી બીમારી વધી શકે છે. ખાન-પાનમાં ધ્યાન રાખો.

શુભ રંગઃ- પર્પલ

શુભ અંકઃ- 5

--------------------------------

વૃશ્ચિક EIGHT OF PENTACLES

પોતાના પ્રયત્નો દ્વારા વર્તમાનને બદલવાનો પ્રયાસ તમે કરશો. મહેનત પ્રમાણે ફળ ન મળવાથી ઉદાસ રહી શકો પરંતુ તેમ છતાં તમે પોતાના માર્ગે ચાલતા રહેશો અને કઠિનાઈઓનો સામનો કરીને સફળ થશો. તમારી પરિસ્થિતિમાં ફેરફાર થવામાં સમય લાગશે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને રૂપિયાને લગતી સમસ્યાને લીધે ઉચ્ચ શિક્ષણને લગતો નિર્ણય બદલવો પડે.

લવઃ- રિલેશનશીપને લગતો કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેજો.

હેલ્થઃ- પગમાં સોજો રહી શકે છે. શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ-6

--------------------------------

ધન FOUR OF PENTACLES

માત્ર પોતાની જ વાતોને પ્રાધાન્ય આપીને તમે નિર્ણય લેવાને લીધે પરિવારના કોઈ વ્યક્તિને નુકસાન થઈ શકે છે. તમારા દ્વારા બોલવામાં આવેલી વાતોને લીધે પરિવારના લોકોમાં અસંતોષ રહી શકે છે. વાતોને સ્પષ્ટ રીતે બોલો, પરંતુ કઠોર શબ્દોનો ઉપયોગ ન કરશો.

કરિયરઃ- વિદેશમાં કામ કરવાની તમને ઈચ્છા વધી શકે છે.

લવઃ- કપલ્સ વચ્ચે ચાલતા વિવાદ ઉકેલવા અહંકારને દૂર રાખવો પડશે.

હેલ્થઃ- શ્વાસને લગતી તકલીફ થઈ શકે છે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 8

--------------------------------

મકર KING OF PENTACLES

રૂપિયાની આવક મોટી માત્રામાં વધવાને લીધે જીવનશૈલીમાં અચાનક મોટો ફેરફાર આવી શકે છે. જૂની ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. ભૂતકાળને લગતી વાતોનો વિચાર કરીને તમે ચિંતા ન વધારો. જેમાં પ્રગતિ થઈ રહી તે તે કામમાં જ ધ્યાન આપો.

કરિયરઃ- કામની જગ્યાએ કોઈ વડીલ વ્યક્તિ દ્વારા મળેલી સલાહને માનવી જરૂરી છે.

લવઃ- રિલેશનશીપને લગતો કોઈ નિર્ણય ઊતાવળમાં ન લેશો. હેલ્થઃ- શારીરિક થાક લાગતો હોય તો તેની તપાસ કરાવો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 2

--------------------------------

કુંભ THE DEVIL

પરિવારના લોકોની દરેક સમસ્યાને દૂર કરવા માટે તમે પ્રયત્ન કરશો. હાલના સમયમાં વ્યક્તિગત વાતો કરતાં પારિવારિક જવાબદારીઓને વધુ પ્રાધાન્ય આપશો. જે લોકોની તમારી ઉપર નારાજગી છે, તેને દૂર કરવાનો તમને મોકો મળે. પરંતુ કોને કેટલું મહત્વ આપવું તે તમે નક્કી કરજો. કરિયરઃ- કામને લીધે યાત્રા કરવાની તક મળે અને તમારા ટાર્ગેટ પર સરળતાથી પૂરાં થશે.

લવઃ- પાર્ટનરની નકારાત્મક બાબતોની ચર્ચા કરવી પણ જરૂરી છે.

હેલ્થઃ- ખોટી ખાણી-પીણીને લીધે સ્વાસ્થ્ય બગડી શકે છે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 6

--------------------------------

મીન KING OF CUPS

લોકોની તમારી પાસે અપેક્ષા વધી રહી છે અને આ વધતી અપેક્ષાઓને લીધે જ મહેનત વધારીને તમે કામ કરવા પ્રયાસ કરશો. પોતાની લાગણીઓ પર કંટ્રોલ રાખવો જરૂરી છે. સ્વભાવના નકારાત્મક પહેલૂઓને લીધે પોતાનું નુકસાન ન થાય તેનું ધ્યાન રાખજો.

કરિયરઃ- કામની જગ્યાએ ચાલતા રાજકારણને લીધે તમને નુકસાન થઈ શકે છે.

લવઃ- પાર્ટનર અચાનક કોઈ યોજના બનાવશે જેમાં તમે સાથ આપજો.

હેલ્થઃ- ખાન-પાનનું ધ્યાન ન રાખાવને લીધે સ્વાસ્થ્ય બગડી શકે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 9