ટેરો રાશિફળ:8 OF SWORDS કાર્ડ પ્રમાણે ગુરુવારે વૃષભ જાતકોએ સાવધાન રહેવું, આત્મવિશ્વાસ ઘટી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુરુવારે, 19 નવેમ્બરના રોજ ટેરો કાર્ડ્સ પ્રમાણે આજનો દિવસ તમારા માટે કેવો રહેશે, તે અંગે જાણો એસ્ટ્રોલોજર પ્રણિતા દેશમુખ પાસેથી.

મેષઃ- THE HIGH PRIESTESS

યિન અને યંગ એનર્જીના સંતુલનનો ફાયદો તમને થશે. જેના કારણે તમે સ્વભાવના પોઝિટિવ અને નેગેટિવ સ્તરમાં પણ સંતુલન જાળવી શકશો. આ સંતુલન તમને વ્યક્તિગત અને આધ્યાત્મક પ્રગતિ આપશે.

કરિયરઃ- વડીલો સાથે થયેલો વિવાદ નિરાશ કરશે.

સ્વાસ્થ્યઃ- ભવિષ્ય સાથે જોડાયેલી ચિંતા અનિદ્રાનું કારણ બનશે.

લવઃ- પતિ-પત્નીમાં સંબંધો સારા રહેશે

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 4

-----------------------------

વૃષભઃ- 8 OF SWORDS

તમારા વિચાર તમારા પ્રત્યે નકારાત્મક બની રહ્યા છે. કોઇ વાતમાં મળેલી અસફળતા આત્મવિશ્વાસ ઉપર અસર કરી રહી છે. આ પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવાની જરૂરિયાત છે. આજે તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો નકારાત્મકતાના કારણે હોઇ શકે છે.

કરિયરઃ- કળા સાથે જોડાયેલાં વ્યક્તિઓ ઓછા આત્મવિશ્વાસના કારણે નિરાશાનો સામનો કરી શકે છે.

સ્વાસ્થ્યઃ- ચિંતાના કારણે માઇગ્રેન વધી શકે છે

લવઃ- પાર્ટનર પાસેથી મળેલી આલોચના દુઃખી કરી શકે છે.

શુભ રંગઃ- કથ્થઈ

શુભ અંકઃ- 6

-----------------------------

મિથુનઃ- KNIGHT OF PENTACLES

આજે તમારો મોટાભાગનો સમય માત્ર સમજવા અને વિચારવામાં જ પસાર થઇ શકે છે. તમે રૂપિયા અંગે વધારે વિચારીને અસુરક્ષિત અનુભવ કરી શકો છો. રૂપિયાને લઇને વધારે કંજૂસાઇ નુકસાન કરાવશે.

કરિયરઃ- કોમર્સ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો ઉન્નતિ માટે પ્રયત્ન કરશે.

સ્વાસ્થ્યઃ- રૂપિયાની સમસ્યા લગ્નજીવનમાં તણાવ ઊભો કરશે.

લવઃ- પિતૃદોષથી તકલીફ રહેશે.

શુભ રંગઃ- લાલ

શુભ અંકઃ- 2

-----------------------------

કર્કઃ- 3 OF CUPS

આજે તમારા કામનો ભાર વધશે. કામમાં તમને આનંદ મળશે પરંતુ ક્ષમતાથી વધારે કામ તણાવ પેદા કરશે. બધું જ કામ આજે પૂર્ણ કરવાની જિદ્દ કરશો નહીં. તેની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

કરિયરઃ- કામમાં વ્યવસ્થા સ્થાપિત કરો.

સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં બેચેની રહેશે.

લવઃ- લાઇફમાં પાર્ટનર ન હોવાથી એકલતાનો અનુભવ થશે.

શુભ રંગઃ- વાદળી

શુભ અંકઃ- 3

-----------------------------

સિંહઃ- STRENGTH

પરિસ્થિતિઓ કાબૂ કરવાની આવડત તમારામાં છે અને તે આજે અહંકાર જગાડશે. તમારો અહંકાર તમારું જ નુકસાન કરાવી શકે છે. જો તમારા ઘરમાં પાલતૂ કૂતરા છે તો તેનું ધ્યાન રાખવું.

કરિયરઃ- સાથે કામ કરતાં લોકો સાથે કામની વાત શાંતિથી કરો.

સ્વાસ્થ્યઃ- પેટમાં ઇન્ફેક્શન થઇ શકે છે.

લવઃ- તમારો અને તમારા પાર્ટનરનો અહંકાર આજે વધારે રહેશે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 1

-----------------------------

કન્યા:- TEMPERANCE

વિદ્યાર્થીઓ આજે જાતે અભ્યાસ કરવા ઉપર ધ્યાન આપે. ભાષા વિષય સાથે જોડાયેલાં લોકો ડ્રીમ પ્રોજેક્ટ ઉપર કામ શરૂ કરે. વેપાર સાથે જોડાયેલાં લોકો તમારા નવા કામની વધારે ચર્ચા વ્યવસાય સાથે જોડાયેલાં પ્રતિયોગિઓ સાથે કરે નહીં.

કરિયરઃ- નર્સિંગ સાથે જોડાયેલાં લોકો માનસિક સ્વાસ્થ્ય સુધારવા ઉપર ધ્યાન આપે.

સ્વાસ્થ્યઃ- માનસિક તણાવ રહેશે.

લવઃ- પાર્ટનર સાથે વાતચીત ઓછી થશે.

શુભ રંગઃ- લીલો

શુભ અંકઃ- 5

-----------------------------

તુલાઃ- 4OF SWORDS

આજે કામથી દૂર રહીને કામની યોજનાને ફરીથી પારખો. માનસિક તણાવ તમારા કામ પ્રત્યે બાધા બની શકે છે. તમારા સહકર્મીની નિરાશા તમારા મનની શાંતિ ભંગ કરી શકે છે.

કરિયરઃ- કાયદા સાથે જોડાયેલાં નિર્ણયો આજે ન લો.

સ્વાસ્થ્યઃ- સૂતી સમયે કામ સાથે જોડાયેલી ચિંતાથી ખરાબ સપનાનો પ્રભાવ રહેશે.

લવઃ- પાર્ટનર્સ પોતાના વ્યક્તિગત કાર્યોમાં મુંજવણ અનુભવશે

શુભ રંગઃ- ગ્રે

શુભ અંકઃ- 7

-----------------------------

વૃશ્ચિકઃ- PAGE OF PENTACLES

જો કોઇ વિચાર મનમાં સતત આવી રહ્યો છે, તો તમારા માટે તે યૂનિવર્સલ ગાઇડન્સ સાબિત થઇ શકે છે. આવા વિચારોની તરફ અદેખાઇ ન કરો. ઘરના યુવા અને બાળકોને તમારાથી આર્થિક મદદની જરૂરિયાત પડશે.

કરિયરઃ- યુવાઓને આજે કામમાં મુશ્કેલીઓ અને કરિયરમાં ઉતાર-ચઢાવ જોવા મળશે.

સ્વાસ્થ્યઃ- બાળકોને ચામડીની તકલીફ થઇ શકે છે.

લવઃ- પાર્ટનર્સ તમારી સમજદારીથી નિર્ણય લેવામાં સફળ રહેશે.

શુભ રંગઃ- પીળો

શુભ અંકઃ- 8

-----------------------------

ધનઃ- 10 OF WANDS

આવતાં થોડાં દિવસો માટે તમે કામનો ભાર અને કામ સાથે જોડાયેલી ડેડલાઇનના કારણે તણાવમાં રહેશો. કામ માટે કોઇ અન્ય ઉપર નિર્ભર રહેવાના કારણે તમારે તણાવનો સામનો કરવો પડી શકે છે.

કરિયરઃ- વિદ્યાર્થીઓને ભવિષ્યની ચિંતા વધારે રહેશે.

સ્વાસ્થ્યઃ- કમર કે હાડકાને લગતી જૂનો ઘાવ તમને ફરીથી તકલીફ આપી શકે છે.

લવઃ- તમારા તણાવની અસર પાર્ટનર ઉપર થવા દેશો નહીં.

શુભ રંગઃ- મરૂન

શુભ અંકઃ- 9

-----------------------------

મકરઃ- THE MAGICIAN

આજે તમને બધા સ્ત્રોત ઉપલબ્ધ થશે. પરંતુ તેનો યોગ્ય ઉપયોગ તમે કરી શકશો નહીં. આજે તમને તમારી અંદરનો આત્મવિશ્વાસ અને સ્વયં પ્રેરણાને જગાડવાની જરૂરિયાત છે.

કરિયરઃ- વેપાર સાથે જોડાયેલાં લોકો આર્થિક વ્યવહાર પ્રામાણિકતાથી કરો.

સ્વાસ્થ્યઃ- છાતિને લગતી સમસ્યા રહેશે.

લવઃ- રિલેશનશિપને આગળ વધારતાં પહેલાં વ્યક્તિ અંગે જાણકારી પ્રાપ્ત કરો.

શુભ રંગઃ- સફેદ

શુભ અંકઃ- 9

-----------------------------

કુંભઃ- 6 OF PENTACLES

આજે તમને દાન ધર્મમાં રસ રહેશે. આજે કરેલું દાન પુણ્યનું કામ તમારા છેલ્લાં અનેક કર્મોને નષ્ટ કરવામાં મદદ કરશે. જે લોકો એનજીઓ કે સંસ્થા સાથે જોડાયેલાં છે. તે લોકો તેમના વ્યક્તિગત કામને નજરઅંદાજ કરે નહીં.

કરિયરઃ- આઈટી કે તંત્રજ્ઞાન સાથે જોડાયેલાં લોકો પોતાના કામમાં ફેરફાર કરવાની કોશિશ કરે

સ્વાસ્થ્યઃ- પગમાં નસ સાથે જોડાયેલી તકલીફ આજે તમને પરેશાન કરી શકે છે.

લવઃ- પાર્ટનર્સમાં રૂપિયા સાથે જોડાયેલાં નિર્ણયોના કારણે મતભેદ થઇ શકે છે.

શુભ રંગઃ- ગુલાબી

શુભ અંકઃ- 1

-----------------------------

મીનઃ- EMPRESS

આજે તમારા જીવન સાથે જોડયેલી વાતોમાં ખૂબ જ ચંચળાતા અને અસ્થિરતા જોવા મળશે. આ જ ચંચળતા અને અસ્થિરતા તમને તમારા સ્વભાવના થોડાં સ્તર અંગે જાગરૂત કરી શકે છે.

કરિયરઃ- કરિયરમાં ફેરફાર કરવાનું વિચારી રહ્યા છો તો કરિયર કાઉન્સલર સાથે વાત કરો

સ્વાસ્થ્યઃ- ખોટા ખાનપાન કે ખરાબ આદતો આજે તમારા શરીર ઉપર જોવા મળશે.

લવઃ- તમને આજે કોઇ પ્રેમ સંબંધોમાં ફસાવી શકે છે.

શુભ રંગઃ- કેસરી

શુભ અંકઃ- 4