• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • 7 Out Of 9 Planets Are Moving In Good Condition, Its Auspicious Effect Is Likely To Improve The Country's Political And Economic Situation

જ્યોતિષીય ગણના:9માંથી 7 ગ્રહ સારી સ્થિતિમાં ગતિ કરી રહ્યા છે, એના શુભ પ્રભાવથી દેશનાં રાજકારણ અને આર્થિક પરિસ્થિતિમાં સુધારાની સંભાવના

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સૂર્ય અને શુક્રને છોડીને બધા ગ્રહ શુભ ફળ આપવાની સ્થિતિમાં રહેશે, બધી રાશિઓ સાથે દેશ-દુનિયા પર પણ ગ્રહોની અસર પડશે

22 સપ્ટેમ્બરના રોજ શરદ સંપાત (વરસના જે ભાગમાં રાત અને દિવસ એકસરખાં લાંબાં થાય છે એ) અને રાહુ-કેતુના રાશિ પરિવર્તન પછી હવે 7 ગ્રહ શક્તિશાળી સ્થિતિમાં આવી ગયા છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે, આ ખગોળીય અને મોટી જ્યોતિષીય ઘટના પછી મંગળ, ગુરુ અને શનિ પોતાની જ રાશિમાં છે. રાહુ-કેતુ ઉચ્ચ સ્થિતિમાં છે. આ સિવાય બુધ ગ્રહ પોતાની મિત્ર રાશિમાં છે. આ પ્રકારે કહેવામાં આવે છે કે 9માંથી 7 ગ્રહ શક્તિશાળી સ્થિતિમાં છે. એના શુભ પ્રભાવથી થોડી રાશિઓ સિવાય દેશ-દુનિયા પર પણ અસર પડશે, જેથી દેશની રાજનૈતિક અને આર્થિક પરિસ્થિતિમાં સુધારા થવાના યોગ બની રહ્યા છે.

ગ્રહોની સ્થિતિ અને એની અસરઃ-

મંગળ- 11 સપ્ટેમ્બરથી મેષ રાશિમાં વક્રી છેઃ-

અસરઃ- ધરતીની નજીક રહેવાથી લોકોમાં ક્રિયાશીલતા વધશે. ઉદ્યોગો માટે શુભ સંકેત છે. જોકે મંગળના પ્રભાવથી તણાવની સ્થિતિ પણ બની શકે છે.

સૂર્ય- 17 સપ્ટેમ્બરથી કન્યા રાશિ અને 22 સપ્ટેમ્બર પછી દક્ષિણ ભાગમાં પ્રવેશ કરશેઃ-

અસરઃ- 22 સપ્ટેમ્બર પછી શરદ સંપાત શરૂ થઈ ગયું છે. એની સાથે જ દિવસ નાના અને રાત મોટી થવાં લાગશે. ઊર્જામાં ઘટાડો થશે. જનતા વચ્ચે મતભેદ વધી શકે છે.

બુધ- તુલા રાશિમાં એટલે પોતાના મિત્ર ગ્રહની રાશિમાં છેઃ-

અસરઃ- ઉચ્ચ સ્તરમાં હોવાની સાથે પૂર્ણ શક્તિ સાથે રહેશે. હાલ અર્ધ પ્રભાવમાં છે. બૌદ્ધિક અનુસંધાન થશે. પત્રકારત્વ પ્રભાવશાળી રહેશે. અર્થવ્યવસ્થામાં સુધારો થવાના યોગ છે.

ગુરુ- ધન રાશિમાં એટલે પોતાની જ રાશિમાં છેઃ-

અસરઃ- ગુરુને વ્યાવહારિક, નીતિ-રીતિના જ્ઞાતા, જ્ઞાનનો ભંડાર વગેરે માનવામાં આવે છે. આ અંગે પોઝિટિવ પ્રભાવની આશા છે. ગુરુની સ્થિતિ શનિ પાસે રહેશે. સ્વાસ્થ્ય પર અસર રહેશે.

શુક્ર- કર્કમાં છે. પ્રભાવ ઘટતો જઈ રહ્યો છેઃ-

અસરઃ- હાલ મધ્ય સ્થિતિમાં છે. સુખ-વૈભવનો કારક હોવાથી જનજીવનમાં મધ્યમ અસર રહેશે.

ચંદ્ર- 30 સપ્ટેમ્બર સુધી ધનથી મીન રાશિ સુધી જશેઃ-

અસરઃ- 23થી 30 સપ્ટેમ્બર સુધી ગુરુ અને શનિની રાશિમાં હોવાથી એની મિશ્રિત અસર રહેશે. યાત્રાઓથી લોકોને ફાયદો થશે. સફેદ વસ્તુઓના વેપારમાં ગતિ આવશે. ધાર્મિક અને સામાજિક કામ વધશે.

શનિ- મકરમાં છે. 27 સપ્ટેમ્બરે માર્ગી થશેઃ-

અસરઃ- આ શુભ સંકેત છે. ન્યાય અને ઉદ્યોગોમાં ક્રિયાશીલતા વધશે, કેમ કે શનિ વિધિ-વિધાન અને સામાજિક વ્યવસ્થાનો કારક છે.

રાહુ-કેતુ- રાહુ વૃષભ રાશિમાં છે અને કેતુ વૃશ્ચિક રાશિમાં છે. પરાશર ઋષિના જણાવ્યા પ્રમાણે, આ ગ્રહોની ઉચ્ચ રાશિઓ છેઃ-

અસરઃ- રાહુ-કેતુને કારણે સીમાઓ સાથે જોડાયેલા વિવાદ પૂર્ણ થવાની સંભાવના છે. દેશમાં સંચાર સાધનોનો ઉપયોગ વધશે. સંચાર સાધનો સાથે જોડાયેલા ફેરફાર થવાની પણ સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...