જેઠ મહિનાના વદ પક્ષની શરૂઆત 15 જૂન, બુધવારથી થઈ ગઈ છે. આ દિવસે સૂર્યએ મિથુન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ મહિનાની અમાસ 29 જૂન રહેશે તે પછી 30 જૂન, ગુરુવારથી અષાઢ મહિનો શરૂ થશે. અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈના રોજ ઊજવવામાં આવશે. આ દિવસો દરમિયાન પાંચ બુધવારનો યોગ હોવાથી મંગળકારી પરિણામ આવવાના અણસાર છે. ત્યાં જ, આ હિંદી મહિનામાં પાંચ ગ્રહોનું રાશિ પરિવર્તન પણ થશે. જેથી વાતાવરણમાં ફેરફાર અને દેશમાં અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન સાથે જ આગની દુર્ઘટનાઓ બની શકે છે.
પાંચ બુધવાર અને ગ્રહોના રાશિ પરિવર્તનની અસર
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે બુધની પ્રાધાન્યતા વધી જશે. જેના ફળસ્વરૂપ વ્યાપારિક ક્ષેત્રમાં આયાત નિકાસ વધવાથી આવકના સાધનોમાં વધારો થવાના અણસાર છે. આ યોગના કારણે વેપારમાં પ્રગતિ અને ખાદ્ય સામગ્રીની વધે તેવા સંકેત મળી રહ્યા છે.
ત્યાં, સૂર્ય, શુક્ર, મંગળ, બુધ અને શનિ ગ્રહ આ દિવસો દરમિયાન રાશિ બદલશે. આ પાંચ ગ્રહોની ગતિ બદલાવાથી વાતાવરણમાં ફેરફાર થશે. પ્રાકૃતિક આપત્તિઓ આવી શકે છે. સાથે જ, દેશભરમાં હિંસા અને તોફાન વધવાની પણ શક્યતા છે.
જેઠ વદ પક્ષથી અષાઢ પૂનમના દિવસોનું મહત્ત્વ
આ મહિનામાં દાન-પુણ્યનું ખાસ મહત્ત્વ છે. મિથુન રાશિમાં સૂર્યના રહેવાથી દેવપોઢી એકાદશી સુધીનો સમય ખાસ રહેશે. એવામાં આ આખા મહિનામાં જરૂરિયાતમંદ લોકોને દાન આપવાની પરંપરા બનાવવામાં આવી છે. આ દિવસો દરમિયાન 5 બુધવારનો સંયોગ બનવાના કારણે જ્યોતિષમાં આ દિવસોનું ખૂબ જ માન છે. આ દરમિયાન અનુષ્ઠાન પણ કરવામાં આવી શકે છે. બુધવારે ગણેશ પૂજા અને ગાયને ઘાસ ખવડાવવાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થઈ જશે.
મિથુન રાશિમાં સૂર્યનું હોવું શુભ
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે મિથુનમાં સૂર્યનું ભ્રમણ શુભ કાર્યો માટે ફળદાયી માનવામાં આવે છે. આ સમયે મુંડન, જનોઈ સંસ્કાર, વિદ્યારંભ, સગાઈ, નવા વ્યાપારિક પ્રતિષ્ઠાનની શરૂઆત, વસ્તુઓની ખરીદી-વેચાણ અને લગ્ન જેવા માંગલિક કાર્યો થઈ શકે છે. મિથુન રાશિમાં સૂર્યના કારણે લગ્ન જેવા માંગલિક કાર્યો માટે દેવપોઢી એકાદશી પહેલાં સુધી શુભ મુહૂર્ત રહેશે. તે પછી ચાતુર્માસ શરૂ થવાથી 4 મહિના માટે લગ્ન જેવા શુભ કાર્યો ઉપર પ્રતિબંધ લાગી જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.