તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • 5 Grah Rashi Parivartan June 2021; 5 Planet Transit | Effects Of Planetary Position On Cancer Leo Virgo Aries Taurus Gemini Libra Aquarius Scorpio And Sagittarius

ગ્રહોની આડી-અવળી ચાલ પરથી ભવિષ્યવાણી:5 ગ્રહોની ચાલમાં ફેરફાર થવાથી દેશનો કારોબાર વધશે અને સંક્રમણ ઘટવાના યોગ છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૂર્ય, બુધ, ગુરુ અને શુક્રની ચાલમાં પરિવર્તન થવાથી વાતાવરણમાં ફેરફાર થવાના પણ યોગ બની રહ્યા છે

સૂર્ય 22 જૂન એટલે આજથી આર્દ્રા નક્ષત્રમાં રહેશે. સાથે જ, શુક્ર પણ મિથુન રાશિથી કર્કમાં આવી જશે અને મંગળ સાથે રહેશે. તે પછી 23 જૂનના રોજ બુધ વૃષભ રાશિમાં માર્ગી થઈ જશે. એટલે સીધી ચાલથી ચાલવા લાગશે. ત્યાં જ, ગુરુ કુંભમા અને શનિ મકર રાશિમાં પહેલાથી જ વક્રી ચાલ ચાલી રહ્યાં છે. વૃષભ રાશિમાં બુધ અને રાહુની યુતિ બનવાથી સિઝનમાં ઝડપથી ઉતાર-ચઢાવ આવશે. સાથે જ બીમારીઓના સંક્રમણથી રાહત મળી શકે છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રની ભવિષ્યવાણીઃ-

સૂર્યનું નક્ષત્ર પરિવર્તનઃ 22 જૂનથી 7 જુલાઈ સુધી સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં રહેશે. જેના દ્વારા સતત વરસાદ થવાના યોગ બનશે. પરંતુ સૂર્ય અને શનિના ષડાષ્ટક યોગના કારણે દેશમાં અસંતોષનું વાતાવરણ રહેશે. અચાનક ઋતુઓમાં ફેરફાર થવાના પણ યોગ બની રહ્યા છે. વરસાદ સાથે ભારે પવન ફુંકાશે. આ અશુભ યોગના કારણે દેશના પૂર્વ અને દક્ષિણ ભાગમાં થોડી જગ્યાએ પ્રાકૃતિક આપત્તિઓ આવે તેવી શક્યતાઓ છે.

શુક્રના મિથુન રાશિથી કર્ક રાશિમાં આવવાથી બેરોજગારને રોજગાર મળી શકે છે. નોકરી અને બિઝનેસના કામ ગતિ પકડશે
શુક્રના મિથુન રાશિથી કર્ક રાશિમાં આવવાથી બેરોજગારને રોજગાર મળી શકે છે. નોકરી અને બિઝનેસના કામ ગતિ પકડશે

શુક્રનું રાશિ પરિવર્તનઃ- શુક્રના મિથુન રાશિથી કર્ક રાશિમાં આવવાથી બેરોજગારને રોજગાર મળી શકે છે. નોકરી અને બિઝનેસના કામ ગતિ પકડશે. લોકોને તેમના અટવાયેલાં રૂપિયા પાછા મળી શકે છે. શેરમાર્કેટ સાથે જોડાયેલાં લોકોને ધનલાભના યોગ છે. કલાકારોને કામ અને સારા અવસર મળી શકે છે. ઇલેક્ટ્રોનિક્સ અને સોંદર્ય પ્રસાધનોના વેચાણમાં નફો થઈ શકે છે. મહિલાઓની સક્રિયતાઓ વધશે. મીડિયા, સાહિત્ય અને કળા જગતના લોકોના આર્થિક નુકસાનની ભરપાઈ થશે.

બુધની સીધી ચાલઃ- 23 જૂનથી બુધ ગ્રહ વૃષભ રાશિમાં સીધી ચાલ ચાલશે. લેવડ-દેવડ, રોકાણ અને કારોબારને પ્રભાવિત કરનાર આ ગ્રહની ચાલમાં ફેરફાર થવાથી લોકો ખરીદદારી વધારે કરશે. અર્થવ્યવસ્થામા પણ સુધારના યોગ રહેશે. નોકરીઓ પણ વધશે. દેશમાં આર્થિક ગતિવિધિઓ ઝડપી બનશે. શેરબજારમા મોટા ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. થોડા લોકો માટે રોકાણ કરવા માટે સમય સારો રહેશે.

શુક્ર 22 જૂનથી કર્ક રાશિમાં રહેશે. આ રાશિમા મંગળ પહેલાંથી જ હાજર રહેશે. શુક્ર અને મંગળ સાથે રહેવાથી મોંઘવારી અને લોકોના ખર્ચ વધી શકે છે
શુક્ર 22 જૂનથી કર્ક રાશિમાં રહેશે. આ રાશિમા મંગળ પહેલાંથી જ હાજર રહેશે. શુક્ર અને મંગળ સાથે રહેવાથી મોંઘવારી અને લોકોના ખર્ચ વધી શકે છે

મંગળ-શુક્રની યુતિઃ- શુક્ર 22 જૂનથી કર્ક રાશિમાં રહેશે. આ રાશિમા મંગળ પહેલાંથી જ હાજર રહેશે. શુક્ર અને મંગળ સાથે રહેવાથી મોંઘવારી અને લોકોના ખર્ચ વધી શકે છે. અનેક લોકો ખોટી જગ્યાએ રોકાણ કરી શકે છે. જેનાથી નુકસાન થવાની સ્થિતિ બનશે. આ બે ગ્રહોની યુતિના કારણે થોડા લોકોની શારીરિક પરેશાનીઓ વધી શકે છે. લોકોને લોહી સાથે જોડાયેલી અને કમરની નીચેના ભાગમાં બીમારીઓ થઈ શકે છે.

ગુરુની ચાલઃ- ગુરુની ચાલમાં ફેરફાર થવાથી તોફાન અને દેશના થોડા ભાગમાં ખૂબ જ વરસાદ થશે. કોઇ જગ્યાએ પૂરની સ્થિતિ પણ બની શકે છે. દેશના ઉત્તર રાજ્યોમાં પ્રાકૃતિક પ્રકોપથી જનધન હાનિ થવાની શક્યતા છે. ભૂકંપ, અગ્નિકાંડ કે તોફાનથી પણ લોકોની પરેશાનીઓ વધી શકે છે. આ સિવાય દેશની રાજનીતિમાં પણ મોટા ફેરફાર થઈ શકે છે. ગુરુ અને શનિનો યોગ ફરીથી બનવાના કારણે દેશમાં સંક્રમણ વધવાની શક્યતાઓ પણ રહેશે.