• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • 4 Grah Rashi Parivartan November 2022; 4 Planet Transit | Effects Of Planetary Position On Indian Economy And Administration Aries Taurus Gemini Cancer Leo Virgo

ગ્રહ-ગોચર:શુક્ર પછી બુધ, મંગળ અને સૂર્યનું પણ રાશિ પરિવર્તન થશે; રાજકારણમાં મતભેદ વધશે અને વાતાવરણમાં મોટાં ફેરફારના યોગ બનશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

શુક્રના રાશિ પરિવર્તન પછી હવે 13 નવેમ્બરના રોજ બુધ અને 14મીએ મંગળ રાશિ બદલશે અને આ સપ્તાહ 17 તારીખે સૂર્ય વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ત્યાં જ, મીન રાશિમાં ગુરુ પણ વક્રી છે. આ ગ્રહોની ગતિમાં ફેરફાર થવાથી અનેક વસ્તુઓની કિંમત વધી શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં નવી શક્યતાઓ મળશે. વાતાવરણમાં પણ અચાનક ફેરફાર થવાના યોગ છે. દેશમાં અનેક જગ્યાએ અચાનક વરસાદ થઈ શકે છે. લોકોને ગરમીથી રાહત મળી શકે છે.

શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન
શુક્રના રાશિ પરિવર્તનથી લોકોનો આત્મવિશ્વાસ વધી શકે છે. તેનાથી રચનાત્મક અને સારા ફેરફારની સ્થિતિ બનશે. વૃશ્ચિક રાશિમાં શુક્રના આવવાથી વાતાવરણમાં ફેરફાર થશે. અચાનક ઠંડક વધી શકે છે. થોડી જગ્યાએ વરસાદ અને સ્નોફોલ થવાની પણ શક્યતા રહેશે. ખેતી અને બિઝનેસમાં પરિસ્થિતિ ધીમે-ધીમે સારી થતી જશે. તેના શુભ પ્રભાવથી સુખ, ફાયદો અને આવક વધશે. આ ગ્રહ ભૌતિક સુખ-સુવિધાઓ સાથે જ વિલાસિતા પણ આપે છે. આ ગ્રહના પ્રભાવથી કપડા માર્કેટમાં ખરીદી વધવાના યોગ છે.

વૃષભ રાશિમાં મંગળનો પ્રવેશ
ગ્રહોના સેનાપતિ મંગળ રાશિ બદલીને વૃષભમાં પ્રવેશ કરશે. જે શુક્રની રાશિ છે અને મંગળ-શુક્ર એકબીજા સાથે દુશ્મનીનો ભાવ રાખે છે. મંગળ, વક્રી રહીને એટલે ધીમી ગતિએ ચાલીને વૃષભ રાશિમાં આવી જશે. જેથી તેલ, પેટ્રોલ, ડીઝલ, ચામડું, કેમિકલ અને દવાઓની કિંમત વધી શકે છે. જનતામાં સરકાર પ્રત્યે ક્રોધ રહેશે. મોંઘવારી ઘટવાના કોઈ અણસાર નથી.

બુધના રાશિ પરિવર્તનથી કૂટનીતિ વધશે. જનતા અને શાસન-પ્રશાસન વચ્ચે મતભેદ વધી શકે છે
બુધના રાશિ પરિવર્તનથી કૂટનીતિ વધશે. જનતા અને શાસન-પ્રશાસન વચ્ચે મતભેદ વધી શકે છે

બુધ અસ્ત રહીને વૃશ્ચિક રાશિમાં આવી ગયો
બુધના રાશિ પરિવર્તનથી કૂટનીતિ વધશે. જનતા અને શાસન-પ્રશાસન વચ્ચે મતભેદ વધી શકે છે. પ્રદર્શન પણ જોવા મળી શકે છે. આરોપ-પ્રત્યારોપ વધી શકે છે. આ ગ્રહની ગતિમાં ફેરફાર થવાથી લોકોમાં તણાવ અને મતભેદ વધશે. શીતયુદ્ધ જેવું વાતાવરણ બની શકે છે. કોર્ટ, જર્નાલિઝમ, શિક્ષા અને ઓનલાઇન બિઝનેસ સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે.

સૂર્યનું રાશિ પરિવર્તન
સૂર્ય 17 નવેમ્બરના રોજ વૃશ્ચિક રાશિમાં આવી જશે. અહીં બુધ પણ સાથે હોવાથી બુધાદિત્ય યોગ બનશે. વાતાવરણમાં મોટાં ફેરફાર પણ આ દિવસથી શરૂ થઈ શકે છે. મંગળની રાશિમાં સૂર્ય હોવાથી પ્રશાસન મોટાં નિર્ણય લેશે. જેથી લોકોમાં અસંતુષ્ટિ રહેશે. પરેશાનીઓ પણ વધી શકે છે. અનેક લોકોની નોકરી અને બિઝનેસમાં મોટાં ફેરફાર થવાની શક્યતાઓ રહેશે.

અન્ય સમાચારો પણ છે...