તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • 4 Grah Rashi Parivartan July 2021; 4 Planet Transit | Effects Of Planetary Position On Indian Economy And Administration Aries Taurus Gemini Libra Aquarius Scorpio And Sagittarius

જુલાઈમાં 4 ગ્રહોનું રાશિ પરિવર્તન:દેશની અર્થવ્યવસ્થામાં સુધાર થવાના યોગ છે, મોંઘવારી પણ વધી શકે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગ્રહોની ચાલમાં ફેરફારથી ભૂકંપ અને ભેખડ ખસવાની શક્યતા, દેશમાં હિંસા અને આગની દુર્ઘટના થવાના યોગ પણ છે

જુલાઈમાં સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન થશે. આ 4 ગ્રહોના પ્રભાવથી દેશમાં રાજનૈતિક, આર્થિક અને સામાજિક ફેરફાર જોવા મળશે. સાથે જ, અનેક જગ્યાએ અચાનક વાતાવરણ બદલાશે. કોઇ જગ્યાએ વરસાદ તો કોઈ જગ્યાએ ગરમી રહેશે. સૂર્યના પ્રભાવથી વાતાવરણ સાથે જ અનેક જગ્યાએ મોટા પ્રશાસનિક ફેરફાર થઈ શકે છે. બુધ અને શુક્રના પ્રભાવથી દેશની અર્થવ્યવસ્થામાં સુધાર થઈ શકે છે. જોકે, મોંઘવારી વધશે અને જનતા અસંતુષ્ટ રહેશે. સૂર્યની રાશિમાં મંગળ આવવાથી અનેક જગ્યાએ હિંસા અને આગની દુર્ઘટના થઈ શકે છે. મંગળના કારણે દેશની સેન્ય શક્તિ વધી શકે છે. પરંતુ થોડી જગ્યાએ ભૂકંપ અને ભેખડ ખસવાની ઘટનાઓ થવાની શક્યતાઓ છે.

સૂર્યઃ- આ ગ્રહ 16 જુલાઈના રોજ મિથુન રાશિથી કર્ક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્યના આ રાશિમાં આવતા જ દક્ષિણાયન શરૂ થઈ જશે. સૂર્યના રાશિ પરિવર્તન કરવાથી વૃષભ, કન્યા, તુલા અને કુંભ રાશિના લોકો માટે સારો સમય શરૂ થશે. આ સિવાય મેષ, મિથુન, કર્ક, સિંહ, વૃશ્ચિક, ધન, મકર અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

મંગળ ગ્રહનો શુભ પ્રભાવ મિથુન, તુલા અને મીન રાશિના લોકો ઉપર રહેશે
મંગળ ગ્રહનો શુભ પ્રભાવ મિથુન, તુલા અને મીન રાશિના લોકો ઉપર રહેશે

મંગળઃ- આ ગ્રહ 20 જુલાઈએ કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ પરિવર્તનથી મંગળ અને શનિનો અશુભ યોગ દૂર થશે. સાથે જ મંગળ પોતાની નીચ રાશિમાંથી બહાર આવી જશે. આ ગ્રહનો શુભ પ્રભાવ મિથુન, તુલા અને મીન રાશિના લોકો ઉપર રહેશે. ત્યાં જ, મેષ, વૃષભ, કર્ક, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

બુધઃ- આ ગ્રહ 7 જુલાઈએ વૃષભ રાશિમાંથી પોતાની જ રાશિ એટલે મિથુન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. બુધના રાશિ પરિવર્તનથી વૃષભ, સિંહ, કન્યા, વૃશ્ચિક અને મકર રાશિના લોકો ઉપર શુભ અસર રહેશે. ત્યાં જ, મેષ, મિથુન, કર્ક, તુલા, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે. આ મહિનાના છેલ્લાં દિવસોમાં આ ગ્રહ ફરીથી રાશિ બદલશે અને કર્કમાં આવી જશે. જેથી મિથુન, કન્યા, તુલા, ધન અને કુંભ રાશિના લોકો માટે સમય સારો રહેશે. આ સિવાય મેષ, વૃષભ, કર્ક, સિંહ, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકો માટે સમય ઠીક રહેશે નહીં.

ગુરુ ગ્રહ મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકો માટે સમય શુભ રહેશે
ગુરુ ગ્રહ મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકો માટે સમય શુભ રહેશે

ગુરુઃ- આ મહિને દેવ ગુરુની ચાલમાં ફેરફાર થશે નહીં. ગયા મહિને 21 જૂનના રોજ આ ગ્રહની ચાલમા ફેરફાર થયો હતો. તે કુંભ રાશિમાં વક્રી થયો હતો એટલે વક્રી ચાલ ચાલવા લાગ્યો હતો. આ મહિને પણ આ જ સ્થિતિમાં રહેશે. આ કારણે મેષ, મિથુન, સિંહ, તુલા અને મકર રાશિના લોકો માટે સમય શુભ રહેશે. ત્યાં જ, વૃષભ, કર્ક, કન્યા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

શુક્રઃ- આ ગ્રહ 17 જુલાઈથી કર્ક રાશિથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્ર ગ્રહનો પ્રભાવ આવક, ખર્ચ, શારીરિક સુખ-સુવિધાઓ, શોક અને ભોગ-વિલાસ ઉપર હોય છે. આ પરિવર્તન વૃશ્ચિક, કુંભ અને મીન રાશિ માટે શુભ રહેશે. આ સિવાય મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, ધન અને મકર રાશિના લોકોને આ ગ્રહનું શુભફળ મળી શકશે નહીં.

શનિનું શુભ ફળ સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને મળશે
શનિનું શુભ ફળ સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને મળશે

શનિઃ- આ ગ્રહ મે મહિનાના છેલ્લાં સપ્તાહમાં પોતાની જ રાશિ મકરમા વક્રી થયો હતો. એટલે વક્રી ચાલથી ચાલી રહેલો શનિ આ મહિને પણ પોતાની ચાલ બદલશે નહીં. શનિની સામે મંગળ હોવાથી આ ગ્રહોની પ્રતિયુતિ બની રહી છે. જેથી અનેક રાશિના લોકો પરેશાન રહેશે. શનિનું શુભ ફળ સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકોને મળશે.

રાહુઃ- રાહુ વૃષભ રાશિમાં છે અને જુલાઈમાં રાહુની ચાલમાં ફેરફાર થશે નહીં. પરંતુ તેની સાથે રહેલ જ બુધ ગ્રહ રાશિ બદલશે. જેથી આ બંને ગ્રહોની યુતિ દૂર થઈ જશે. જેથી રાહુનો પ્રભાવ વધી જશે. તેનાથી કર્ક, ધન અને મીન રાશિના લોકો માટે શુભ સમય રહેશે. ત્યાં જ, મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક, મકર અને કુંભ રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.

કેતુઃ- કેતુ વૃશ્ચિક રાશિમાં છે અને જુલાઈમાં તેની ચાલમાં ફેરફાર થશે નહીં અને રાશિ પરિવર્તન પણ થશે નહીં. તેની શુભ અસર મિથુન, કન્યા અને મકર રાશિના લોકો ઉપર રહેશે. ત્યાં જ, મેષ, વૃષભ, કર્ક, સિંહ, તુલા, વૃશ્ચિક, ધન, કુંભ અને મીન રાશિના લોકોએ સાવધાન રહેવું પડશે.