• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • 3 Planets Will Set In This Month, After Venus, Due To The Setting Of Mercury And Saturn, There Is A Possibility Of Deteriorating Weather And

આ મહિને 3 ગ્રહ અસ્ત થશે:શુક્ર પછી બુધ અને શનિના અસ્ત થવાથી વાતાવરણ ખરાબ થશે અને પ્રાકૃતિક આપત્તિઓની શક્યતા રહેશે

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શુક્ર ગ્રહ 6 જાન્યુઆરીએ અસ્ત થઈ ગયો છે જે 11 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે
  • બુધ ગ્રહ 18 થી 30 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે. આ દરમિયાન તે મકર રાશિમાં રહેશે
  • આ મહિનાની 24 તારીખે શનિ ગ્રહ મકર રાશિમાં અસ્ત થશે અને 27 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે

જાન્યુઆરીમાં શુક્ર પછી બુધ અને શનિ પણ અસ્ત થશે. આ ત્રણેય ગ્રહોના અસ્ત થવાની અસર બધી જ રાશિઓ ઉપર થશે. સાથે જ તેના પ્રભાવથી વાતાવરણમાં અચાનક ફેરફાર થઈ શકે છે. પ્રાકૃતિક આપત્તિઓ અને રાજકારણમાં વિવાદ વધવાની શક્યતા છે. આર્થિક વ્યવસ્થાઓ પણ ખરાબ થઈ શકે છે. આ મહિને શુક્ર 5 દિવસ માટે અસ્ત થઈ રહ્યો છે. તેના પછી બુધ 12 દિવસ માટે અને શનિ લગભગ એક મહિના સુધી અસ્ત રહેશે.

બુધ ગ્રહ 18 જાન્યુઆરીએ અસ્ત થશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે બુધ ગ્રહ 18 થી 30 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે. આ દરમિયાન તે મકર રાશિમાં રહેશે. બુધના અસ્ત થવાથી તેનો પ્રભાવ ઘટી જશે અને શુભફળમાં પણ ઘટાડો આવશે. બુધ વાણી અને બુદ્ધિનો કારક ગ્રહ છે. તેના અસ્ત થઈ જવાથી અનેક લોકોની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે. લેવડ-દેવડ અને રોકાણમાં પણ થોડા લોકોને નુકસાન થઈ શકે છે. બુધના પ્રભાવથી મીડિયા, વકીલ, બિઝનેસ અને પેપર વર્ક કરનાર લોકોના કામ ઉપર અસર પડી શકે છે.

બુધ ગ્રહ 18 થી 30 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે. આ દરમિયાન તે મકર રાશિમાં રહેશે
બુધ ગ્રહ 18 થી 30 જાન્યુઆરી સુધી અસ્ત રહેશે. આ દરમિયાન તે મકર રાશિમાં રહેશે

5 રાશિના જાતકો માટે અશુભ સમય
બુધના અસ્ત થવાથી વૃષભ, કર્ક, તુલા, મકર અને કુંભ રાશિના લોકો માટે સમય ઠીક રહેશે નહીં. આ 5 રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ધનહાનિ અને ખર્ચ વધવાના યોગ બની રહ્યા છે. આ સિવાય મેષ મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના લોકો ઉપર આ ગ્રહના અસ્ત થવાની અશુભ અસર થશે નહીં.

24 જાન્યુઆરીએ શનિ અસ્ત થશે
ડો. મિશ્રના જણાવ્યા પ્રમાણે આ મહિનાની 24 તારીખે શનિ ગ્રહ મકર રાશિમાં અસ્ત થશે અને 27 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે. પોતાની જ રાશિમાં અસ્ત થઈ રહેલાં શનિની અસર ઘટી જશે. શનિના અસ્ત થવાથી બીમારીઓનું સંક્રમણ ઘટી શકે છે. શનિના અસ્ત થવાથી દેશમાં થોડી જગ્યાએ બરફવર્ષા થઈ શકે છે. વાતાવરણ ખરાબ થશે. ભારે પવન ફૂંકાશે. શનિના પ્રભાવથી થોડી જગ્યાએ વરસાદ થશે. શનિના કારણે પ્રકૃતિમાં પરિવર્તન થશે. સાથે જ, શાસન-પ્રશાસનની સ્થિતિમાં પણ મોટા ફેરફાર થવાની શક્યતા છે.

આ મહિનાની 24 તારીખે શનિ ગ્રહ મકર રાશિમાં અસ્ત થશે અને 27 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે
આ મહિનાની 24 તારીખે શનિ ગ્રહ મકર રાશિમાં અસ્ત થશે અને 27 ફેબ્રુઆરી સુધી અસ્ત રહેશે

6 રાશિના જાતકોએ સાવધાન રહેવું
શનિના અસ્ત થવાથી મેષ, વૃષભ, મિથુન, કન્યા, તુલા અને વૃશ્ચિક રાશિના લોકો માટે સમય ઠીક રહેશે નહીં. આ 5 રાશિના લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ સિવાય તણાવભર્યો સમય રહેશે. મહેનતનો ફાયદો મળી શકશે નહીં. કામકાજમાં વિઘ્ન આવી શકે છે. વિવાદ અને ખોટું બોલવાનો આરોપ લાગી શકે છે. કોર્ટ કેસ ચાલી રહ્યો હોય તો મુશ્કેલીઓ વધવાની શક્યતા છે. આ સિવાય કર્ક, સિંહ, ધન, મકર, કુંભ અને મીન રાશિના લોકો ઉપર શનિની અશુભ અસર થશે નહીં.