આજે શનિ જયંતી / આખો દિવસ શનિપૂજા માટે 3 મુહૂર્ત, ઘરે રહીને જ પૂજા કરો

3 muhurats for Shanipuja all day, worship at home
X
3 muhurats for Shanipuja all day, worship at home

 • શનિદેવ દિવ્યાંગ, ગરીબ અને મજૂર વર્ગના સ્વામી છે, આવા લોકોની મદદ કરો
 • 972 વર્ષ પછી દુર્લભ સંયોગ બન્યો, 7 રાશિઓ ઉપર શનિનો વિશેષ પ્રભાવ રહેશે

વિનય ભટ્ટ

વિનય ભટ્ટ

May 22, 2020, 08:06 AM IST

આજે શનિ જયંતી છે. આ પર્વ હિંદુ કેલેન્ડરના વૈશાખ મહિનામાં અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે શનિદેવની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ વર્ષે નેશનલ લોકડાઉનના કારણે શનિદેવની પૂજા ઘરે રહીને જ કરો. શનિદેવ દિવ્યાંગ, ગરીબ અને મજૂર વર્ગના સ્વામી છે. એટલે આ દિવસે જ જરૂરિયાતમંદ લોકો પોતાના ઘરે જઇ રહ્યા છે તેમની મદદ કરો. તેમને ભોજન આપો. શરીરમાં શનિનો પ્રભાવ પગમાં હોય છે. એટલે આવા લોકોને બૂટ અને ચપ્પલનું દાન કરો.

સાડાસાતી અને ઢૈય્યાના કારણે પરેશાન લોકો માટે શનિ જયંતી ખૂબ જ ખાસ પર્વ હોય છે. આ દિવસે શનિપૂજા, વ્રત અને દાન કરવાથી શનિનો અશુભ પ્રભાવ ઓછો થઇ જાય છે. આ વર્ષે 972 વર્ષ બાદ શનિ જયંતીએ ચાર ગ્રહો એક જ રાશિમાં છે અને ગુરુ સાથે શનિ પોતાની જ રાશિમાં છે. આ પહેલાં આવો દુર્લભ સંયોગ 1048માં બન્યો હતો.

શનિપૂજાના મુહૂર્તઃ-
સવારે 7 વાગ્યાથી 10-10 સુધી
બપોરે 12-05 વાગ્યાથી 01-25 સુધી
સાંજે 05-05 વાગ્યાથી 06-25 સુધી

મનુ અને યમરાજ ભાઇ અને યમુના અને તાપિ બહેન છેઃ-
સ્કંદપુરાણના કાશીખંડની કથા પ્રમાણે રાજા દક્ષની પુત્રી સંજ્ઞાના લગ્ન સૂર્ય સાથે થયાં હતાં. સંજ્ઞાએ વૈવસ્વત મનુ, યમરાજ અને યમુનાને જન્મ આપ્યો. સૂર્યનું તેજ સહન ન કરી શકવાના લીધે સંજ્ઞા પોતાની છાયા સૂર્ય પાસે છોડીને તપસ્યા કરવા જતી રહી. આ બાબતને સૂર્યને જાણ હતી નહીં. ત્યાર બાદ છાયા અને સૂર્યના પણ 3 સંતાન થયાં. જે શનિદેવ, મનુ અને ભદ્રા (તાપી નદી) હતાં શનિદેવની 2 પત્નીઓ મંદા અને જયેષ્ઠા છે.

શનિદેવ ધીમે-ધીમે ચાલે છે એટલે શનૈશ્ચર કહેવાય છેઃ-
જ્યોતિષમાં શનિદેવને ન્યાયાધીશ કહેવામાં આવે છે. એટલે તેઓ ન્યાય અપાવનાર ગ્રહ છે. 9 ગ્રહોમાં શનિનું સ્થાન સાતમું છે. તે મકર અને કુંભ રાશિના સ્વામી છે. શનૈઃ શનૈઃ એટલે ધીમે-ધીમે ચાલવાના કારણે જ તેઓ શનૈશ્ચર કહેવાય છે. એટલે તેઓ એક રાશિમાં ત્રીસ મહિના સુધી રહે છે. શનિની મહાદશા 19 વર્ષ સુધી રહે છે. સાડાસાતી સાડા 7 વર્ષ સુધી અને શનિની ઢૈય્યા અઢી વર્ષ સુધી રહે છે.

શનિદેવની દશા, સાડાસાતી અને ઢૈય્યામાં ભૂતકાળમાં કરેલાં ખરાબ કાર્યોનું ફળ મળે છે. શનિદેવ મહેનત વધારે કરાવે છે. જેના કારણે કોઇપણ કામને પૂર્ણ કરવા માટે બગણી મહેનત કરવી પડે છે. જે લોકો ગેરકાયદેસર કે ખરાબ કામ નથી કરતાં તેમણે શનિદેવથી ડરવું જોઇએ નહીં.

શનિ પોતાની જ રાશિમાં, 7 રાશિઓ પ્રભાવિત થઇ રહી છેઃ-
શનિ આ સમયે મકર રાશિમાં વક્રી છે. સાથે ગુરુ પણ વક્રી છે. મકર રાશિમાં શનિ હોવાથી મિથુન અને તુલા રાશિના લોકોને ઢૈય્યા ચાલી રહી છે. ધન, મકર અને કુંભ રાશિના લોકો ઉપર સાડાસાતી ચાલી રહી છે. શનિની સીધી દૃષ્ટિ કર્ક રાશિના લોકો ઉપર છે. મીન રાશિના લોકો ઉપર પણ શનિની દૃષ્ટિ પડી રહી છે. આ પ્રકારે 7 રાશઇના લોકો ઉપર શનિદેવની અસર રહેશે.

શનિદેવની પૂજા વિધિઃ-

 • શનિદેવની પૂજા પણ અન્ય દેવી-દેવતાઓની પૂજા જેમ સામાન્ય હોય છે.
 • સવારે વહેલા જાગીને સ્નાન કરવું. પછી લાકડાના બાજોટ ઉપર કાળું કપડું પાથરવું અને તેના ઉપર શનિદેવની પ્રતિમા કે તસવીર અથવા એક સોપારી રાખીને તેની બંન્ને બાજુ શુદ્ધ ઘી અને તેલનો દીવો પ્રગટાવવો.
 • શનિદેવતાના આ પ્રતીક સ્વરૂપને પંચગવ્ય, પંચામૃત, અત્તર વગેરેથી સ્નાન કરાવો.
 • ત્યાર બાદ અબીર, ગુલાલ, સિંદૂર, કંકુ અને કાજળ લગાવીને વાદળી ફૂલ અર્પણ કરો.
 • ત્યાર બાદ ઇમરતી અને તેલમાં તળેલી ભોજનની વસ્તુઓનું નૈવેદ્ય લગાવો.
 • શ્રીફળ સાથે અન્ય ફળ પણ ચઢાવો.
 • પંચોપચાર પૂજન બાદ શનિમંત્રનો જાપ કરો. ત્યાર બાદ શનિદેવની આરતી કરો.

શનિ જયંતીએ શું કરવું-
શનિદેવ ન્યાય અને મહેનતના દેવતા છે. જરૂરિયામંદ લોકોની સેવા અને મદદ કરવી, ગરીબ લોકોને પરેશાન કરવા નહીં. આ સિવાય ભોજનમાં તેલ અને અડદથી બનેલી વસ્તુઓનું પણ દાન કરવું.
આખો દિવસ વ્રત રાખો. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને દાન આપવું. આ દિવસે કાળા કપડા, અડદ, તેલ અને લોખંડની બનેલી વસ્તુઓ દાન કરો.
શનિદેવની વિશેષ પૂજામાં તલનું તેલ, વાદળી ફૂલ અને સમડાના પાનનો ઉપયોગ કરો. સાથે જ, ઇમરતી કે તેલથી બનેલી વસ્તુઓનું નૈવેદ્ય ધરાવો.

શું ન કરવું-
શનિ ભગવાનને ગરીબ અને અસહાય લોકોના સાથી માનવામાં આવે છે. એટલે કોઇપણ ભૂખ્યા કે ગરીબ વ્યક્તિને ખાલી હાથ જવા દેશો નહીં.
આ દિવસે વાળ અને નખ કાપવા અશુભ મનાય છે. શનિ જયંતીએ વાળ અને નખ કાપવાથી શનિદોષ લાગે છે. જેના કારણે આર્થિક તંગી અને મુશ્કેલીઓ પણ વધે છે.
શનિ જયંતીએ શનિદેવના દર્શન કરવા જાવ તો મૂર્તિ સામે ઊભા રહીને દર્શન કરો. દર્શન કરતી સમયે મૂર્તિની આંખમાં જોવું નહીં.

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી