મંદિર / વેસ્ટ ઈન્ડિઝમાં દ્રવિડ શૈલીની વાસ્તુકળામાં ત્રિનિદાદનું હનુમાન મંદિર, અહીં 26 મીટર ઊંચી હનુમાન પ્રતિમા છે

26 meters high Hanuman statue in the West Indies, it is considered the largest statue outside India
X
26 meters high Hanuman statue in the West Indies, it is considered the largest statue outside India

  • એક થાંભલા ઉપર ઊભેલી બજરંગબલીની આ વિશાળકાય પ્રતિમાનું ઉદ્ઘાટન 2011માં કરવામાં આવ્યું હતું

દિવ્ય ભાસ્કર

Apr 08, 2020, 09:07 AM IST

વેસ્ટ ઈન્ડિઝના ત્રિનિદાદમાં દાત્રેય મંદિરમાં 26 મીટર ઊંચી હનુમાનજીની મૂર્તિ સ્થાપિત છે. આ મંદિરની સ્થાપના 1981માં અવધૂત દત્તાપીઠમ (મૈસૂર)ના પાઠાધીશ સ્વામી ગણપતિ સચ્ચિદાનંદે કરી હતી. આ મૂર્તિ વેસ્ટ ઈન્ડિઝમાં રહેતા ભારતીય મૂળના લોકો વચ્ચે આસ્થાનું કેન્દ્ર છે.

કાર્યસિદ્ધિ હનુમાન પ્રતિમા નામથી પ્રખ્યાત આ મંદિર ત્રિનિદાદના કારાપિચૈમા નામના સ્થાને છે. 2011માં એક થાંભલા ઉપર ઊભેલી બજરંગબલીની આ વિશાળકાય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અહીંની ભવ્યતા જોવા માટે દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો આવે છે.

મંદિરમાં દ્રવિડ શૈલીની વાસ્તુકળા જોવામાં આવે છે-
આ વિશાળ મૂર્તિની ચારેય બાજુ પરિક્રમા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને તૈયાર કરવા માટે તમિળનાડુથી 20 શિલ્પકારોને બોલાવવામાં આવે છે. આ કારીગરોએ 2 વર્ષમાં હનુમાનજીની આ મૂર્તિને તૈયાર કરી હતી. મંદિરની સંરચનામાં દક્ષિણ ભારતની વાસ્તુકળા દ્રવિડ શૈલી જોવા મળે છે. મંદિરની અંદરનો ભાગ સાત ચરણમાં વહેંચાયેલો છે. તેની દીવાલો ઉપર ભારતીય શાસ્ત્રીય વાદ્ય યંત્રને વગાડતાં કલાકારોની તસવીર કોતરવામાં આવી છે, જે સાત વિવિધ રંગમાં છે. આ તસવીરને જોઇને એવું લાગે છે કે, તે મંદિરમાં આવતાં ભક્તોના સ્વાગતમાં પ્રસ્તુતિ આપી રહી હોય.

મુખ્ય મંદિરની અંદર અનેક નાના મંદિરઃ-
મંદિરમાં મંગળવાર અને શનિવારે વિશેષ પૂજનનું આયોજન કરવામાં આવે છે, જેમાં વિશાળ સંખ્યામાં લોકો સામેલ હોય છે. આ સિવાય હનુમાન જયંતી અને અન્ય તહેવારો અને શુભ અવસરોમાં લોકો પૂજા માટે અહીં આવે છે. મંદિરની બહાર બે હાથીની મૂર્તિ છે, જેમની સૂંઢમાંથી આવતા પાણીથી શ્રદ્ધાળુઓ મંદિરમાં પ્રવેશ વખતે પોતાના પગ ધોવે છે. મુખ્ય મંદિરની અંદર અનેક નાના મંદિર પણ બનાવવામાં આવ્યાં છે. તેમાં દાત્રેય અને શિવ ભગવાનના મંદિર મુખ્ય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી