તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

22 માર્ચ, રવિવારનું મુહૂર્ત, દિવસભરના શુભ - અશુભ ચોઘડિયાં અને રાહુકાળ

ધર્મ દર્શનએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિથિઃ ફાગણ વદ - 13
વિક્રમ સંવત: 2076
આજનો મંત્ર જાપઃ ઓમ આર્તરક્ષકાય નમ:
દિવસનાં ચોઘડિયાંઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ
રાત્રિનાં ચોઘડિયાંઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ
શુભ ચોઘડિયાં: ચલ- 08.14થી 09.44, લાભ- 09.44થી 11.15, અમૃત- 11.15થી 12.46, શુભ- 14.17થી 15.48, શુભ- 18.50થી 20.19, અમૃત- 20.19થી 21.48, ચલ- 21.48થી 23.17
યોગઃ સાધ્ય
કરણઃ વિષ્ટિ
રાહુકાળઃ 16.30થી 18.00
દિશાશૂળઃ પશ્ચિમ
આજનો વિશેષ યોગઃ શિવરાત્રિ, વારુણી યોગ 10.09 સુધી, મંગળનો મકર રાશિ પ્રવેશ 27.51, વિષ્ટિ 10.09થી 23.29, પંચક.
આજનો પ્રયોગ: આજે ભગવાન શ્રી વિષ્ણુજી તેમ જ શ્રી સૂર્યનારાયણજીનું પૂજન-અર્ચન કરવાથી સારા આરોગ્ય તેમ જ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે.
તિથિના સ્વામી: ત્રયોદશીના સ્વામી શ્રી કામદેવજી છે.
તિથિ વિશેષ: આજના દિવસે શ્રી કામદેવજીની પૂજા-આરાધના કરવાથી વ્યક્તિના વૈવાહિક જીવન અંગેના પ્રશ્નોનું સમાધાન આવે છે.
નક્ષત્રઃ આજે રાત્રે 22.27 વાગ્યા સુધી શતતારા ત્યારબાદ પૂર્વાભાદ્રપદ.
આજની જન્મ રાશિઃ આજે આખો દિવસ કુંભ રાશિ. આજે જન્મેલા બાળકનું નામ ગ, સ, શ, ષ અક્ષર પરથી પાડવું.

આજની તારીખે જન્મેલી વ્યક્તિનું વર્ષ ફળ!
આરોગ્ય : વર્ષ દરમિયાન જાતકનું આરોગ્ય સાનુકૂળતાવાળું જણાય. તેઓને પેટ, કમર, પેઢુ, કિડની તેમ જ લોહીને લગતી સમસ્યા વધારે જણાય.
વિદ્યાર્થી : જાતકનો વિદ્યાભ્યાસ વર્ષ દરમિયાન નરમ-ગરમ જણાય. વિજ્ઞાન, એન્જિનિયરિંગ, ફાર્મસી, દર્શનશાસ્ત્ર વિષયમાં વિશેષ રુચિ હોય.
સ્ત્રી વર્ગ: લાગણીશીલતા અને ચંચળતાનું પ્રમાણ વધારે હોય. પોતાના મદદરૂપ થવાના સ્વભાવથી દરેક જગ્યાએ માન-સન્માન મેળવે.
કૌટુંબિક: જૂની વિચારધારાને બદલે નવી વિચારધારાના આગ્રહી હોય. સમાજ સુધારણા માટે નવું કરવાની લાગણી ધરાવે.

અન્ય સમાચારો પણ છે...