• Gujarati News
  • Dharm darshan
  • Jyotish
  • Guru Margi 2022: Early Tomorrow Morning, Jupiter Will Move Into Pisces; 6 Natives Including Girl Will Get Benefits, Anxiety Of These Natives Will Increase

દેવગુરુ બૃહસ્પતિનું ગોચર:આજે વહેલી સવારે ગુરુ ગ્રહ મીન રાશિમાં માર્ગી થયો; કન્યા સહિત 6 જાતકોને મળશે લાભ, આ જાતકોની વધશે ચિંતા

10 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગુરુ ગ્રહ એટલે દેવગુરુ બૃહસ્પતિ મીન રાશિમાં માર્ગી થઈ ગયો છે. જ્યોતિષ મત પ્રમાણે આ ગ્રહ 24 નવેમ્બર 2022ના રોજ એટલે આજે સવારે લગભગ 04.36 કલાકે મીન રાશિમાં માર્ગી થયો. ગુરુનું રાશિ પરિવર્તન થશે, માર્ગી થવું અથવા અસ્ત થવું દરેક માનવ જીવન ઉપર પ્રભાવ કરી શકે છે. જ્યોતિષ શાસ્ત્રોમાં ગુરુ ગ્રહને ખાસ સ્થાન પ્રાપ્ત છે. આ એક શુભફળ આપનાર ગ્રહ માનવામાં આવે છે. ગુરુ ગ્રહ માટે પૌરાણિક ગ્રંથ તૈત્તરીય બ્રાહ્મણમાં બૃહસ્પતિના જન્મ અંગે ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

बृहस्पति: प्रथमं जायमानस्तिष्यं नक्षत्रमभिसंबभूव।
श्रेष्ठो देवाना पृतनासु जिष्णु: दिशो नु सर्वा अभयं नो अस्तु।।

વૈદિક સંહિતાઓમાં ગુરુનું નામ 120 વાર આવ્યું છે. જ્યોતિષ ગ્રંથોમાં બૃહસ્પતિને ધનનો કારક પણ કહેવામાં આવે છે. બૃહસ્પતિનો જ્ઞાન સાથે પણ ઊંડો સંબંધ છે. બૃહસ્પતિને દેવતાઓના ગુરુ કહેવામાં આવે છે. તેઓ દેવતાઓના સલાહકાર પણ છે. વેદ અને પુરાણોમાં બૃહસ્પતિ સ્વરૂપમાં લાંબા વાળ, લાંબી દાઢી, હાથમાં રુદ્રાક્ષની માળા, હાથમાં ચાર વેદ જોવા મળે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે બૃહસ્પતિને દિશા ઉત્તર-પૂર્વ દિશાના સ્વામી જણાવવામાં આવે છે.

ગુરુ ગ્રહને પીળો રંગ પસંદ છે
ગુરુ એટલે બૃહસ્પતિનો રંગ પીતવર્ણ છે. આ જ કારણ છે કે પીળા વસ્ત્ર, પીળા ફૂલ, હળદરની ગાંઠ, પોખરાજ, પીળા ફળ વગેરેનું દાન કરવું શુભ ફળદાયી માનવામાં આવે છે. એટલું જ નહીં, આ વસ્તુઓનો ઉપયોગ અને દાન કરવાથી ગુરુની અશુભતા પણ દૂર થાય છે. પૌરાણિક માન્યતાઓ પ્રમાણે ગુરુની દૃષ્ટિમાં અમૃત છે. આ ગ્રહ કોઇનું અનિષ્ટ કરતો નથી. કુંડળીમાં શુભ સ્થિતિમાં રહીને તે ખૂબ જ શુભ ફળ આપે છે. શુભ ગુરુ વ્યક્તિને દરેક સ્થાને સુખ અને વૈભવ પ્રાપ્ત કરાવે છે.

બૃહસ્પતિ કોણ છે?
વાયુ પુરાણમાં બૃહસ્પતિ એટલે ગુરુને મહર્ષિ અંગીરાના પુત્ર જણાવવામાં આવે છે. જો તેમના સ્વભાવની વાત કરવામાં આવે તો બૃહસ્પતિનો સ્વભાવ મૌન અને શાંત છે. તેમનું વાહન હાથી છે. હિંદુ ધર્મમાં હાથીને સમૃદ્ધિનું પણ પ્રતીક માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુભયોગમાંથી એક ગજકેસરી યોગ ગુરુ અને ચંદ્રની યુતિથી બને છે.

ગુરુ ગ્રહનું માર્ગી થવું બારેય રાશિના જાતકો ઉપર કેવી અસર કરશે? જાણો, બારેય રાશિનું રાશિફળ....

મેષ- ગુરુ તમારી રાશિના બારમા ભાવમાં માર્ગી થશે. આ દરમિયાન તમારો રસ રહસ્યમયી વિદ્યાઓ શીખવામાં રહેશે. તીર્થ યાત્રાનો યોગ બની રહ્યો છે. નોકરીમાં કામ વધારે રહેશે. ટ્રાન્સફરની શક્યતા પણ છે. વેપારીઓને ધંધો મંદ રહે તેવી શક્યતા છે. ખર્ચ વધશે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે માનસિક શાંતિની શોધમાં રહેશો. નવું કામ કરવા જઈ રહ્યા છો અને પાર્ટનરશિપમાં કરવાનું વિચારી રહ્યા છો તો થોડી રાહ જુઓ.

વૃષભ- ગુરુ તમારી રાશિના અગિયારમાં ભાવમાં માર્ગી થવાથી તમને સારા પરિણામ મળશે. નોકરીમાં પ્રમોશન અને વેપારમાં ઉન્નતિના યોગ બનશે. આર્થિક રીતે તમે મજબૂત થશો અને કોઈ ધાર્મિક યાત્રાએ જવાનો પણ યોગ બની શકે છે. અચાનક ધનલાભની સ્થિતિ બની શકે છે. મોટા ભાઈ-બહેનોનો સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન પેટને લગતા રોગ પરેશાન કરી શકે છે. ઓફિસમાં તમારા કામના વખાણ થશે.

મિથુન- તમારી રાશિના દસમા ભાવમાં ગુરુ માર્ગી થશે. વેપારમાં નુકસાન ભોગવવું પડશે. સાવધાન રહો. નોકરીમાં કામનો ભાર વધારે રહેવાથી માનસિક તણાવ રહેશે. તમારો પારિવારિક ખર્ચ વધી શકે છે. જીવનસાથી સાથે મનમુટાવ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આ સમયગાળા દરમિયાન વિચાર્યા વિના કોઈપણ કામ કરવું નહીં. કોઈ જાણકારની સલાહ લઈને કામ કરશો તો નુકસાન થવાની શક્યતા ઓછી રહેશે. વિદ્યાર્થીઓએ વધારે મહેનત કરવી પડશે. ખર્ચમાં વધારો શક્ય છે.

કર્ક- ગુરુ તમારી રાશિના નવમા ભાવમાં માર્ગી થશે. આ દરમિયાન તમને ભાગ્યનો સાથ મળશે. વેપારમાં રોકાણથી લાભ થશે. નોકરિયાત લોકોને અધિકારીઓનો સહયોગ મળશે. કરિયરમાં સફળતા મળશે. આર્થિક રીતે તમે મજબૂત બનશો. જીવનસાથી સાથે તમારા સંબંધ મધુર અને સુખમય રહેશે. વિદેશમાં કામ કરનાર કે વિદેશી કંપનીમાં કામ કરનાર લોકોને સારું પરિણામ મળી શકે છે. આવકના સ્ત્રોતમાં વધારો થઈ શકે છે. ધાર્મિક યાત્રા પણ કરવી પડી શકે છે.

સિંહ- તમારી રાશિના આઠમા ભાવમાં ગુરુ માર્ગી થશે. કાર્યસ્થળે વિઘ્નોનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓએ સાવધાન રહીને આગળ વધવું. અહંકાર છોડીને જીવનસાથીનો સહયોગ કરવો અને તેમને સમજવા. ઓફિસમાં કામનું પ્રેશર વધારે રહેશે. લાઇફ પાર્ટનર સાથે થોડી મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. ખોટા કાર્યો કરવાથી બચવું. તમારી છાપ ખરાબ થઈ શકે છે.

કન્યા- તમારી રાશિના સાતમા ભાવમાં ગુરુ ગ્રહનું માર્ગી થવું તમારા માટે અનુકૂળ સિદ્ધ થશે. જેનું પોઝિટિવ પરિણામ પણ તમને જોવા મળી શકે છે. નોકરીમાં ઉન્નતિ થશે. વેપારમાં લાભ થશે. આર્થિક રીતે ધનની આવક જળવાયેલી રહેશે અને ધનની બચત પણ શક્ય રહેશે. જીવનસાથી સાથે સમય વિતશે. ભવિષ્ય માટે રોકાણ પણ કરી શકો છો. સમય ખૂબ જ સારો છે.

તુલા- તમારી રાશિના છઠ્ઠા ભાવમાં ગુરુ માર્ગી થઈ રહ્યો છે. કરિયર અને નોકરીની દૃષ્ટિએ આ સમય મુશ્કેલ રહી શકે છે. વેપારીઓને પાર્ટનરશિપના વેપારમાં સમસ્યા ઊભી થશે. વેપારના વિસ્તારની યોજના સમજી વિચારીને કરો. ખર્ચાઓ ઉપર કાપ મુકવો. જીવનસાથી સાથે સંબંધ સુધરશે. આ સમયગાળા દરમિયાન ધનને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વેપારમાં સમજી વિચારીને જ કોઈ નવી ડીલ ફાઇનલ કરો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખો.

વૃશ્ચિક- તમારી રાશિના પાચમાં ભાવમાં ગુરુનું ગોચર સુખકારી છે. તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર મળી શકે છે. નોકરીમાં પ્રોત્સાહન, આવકમાં વધારો, પ્રમોશન કે અન્ય લાભ થઈ શકે છે. વેપારમાં સારો નફો પ્રાપ્ત કરી શકો છો. પ્રેમ સંબંધોમાં સફળતા પ્રાપ્ત કરી શકો છો. ગુરુ માર્ગી થઈને નવા સંબંધની વાત પાક્કી પણ કરી શકે છે. પરિશ્રમનું ફળ પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓને લાભ થઈ શકે છે.

ધન- તમારી રાશિના ચોથા ભાવમાં ગુરુ માર્ગી થશે. નોકરીમાં વધારે દબાણનો સામનો કરવો પડી શકે છે. વેપારીઓએ નુકસાન ભોગવવું પડી શકે છે. સમજી-વિચારીને જ કામ કરો. પારિવારિક ખર્ચ વધી જશે. જીવનસાથી સાથે તર્ક-વિતર્ક કે વિવાદમાં પડશો નહીં. ઓફિસમાં થોડી પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમયગાળા દરમિયાન ખર્ચમાં પણ વધારો થઈ શકે છે. સમસ્યાઓ આવે ત્યારે ગભરાશો નહીં તેનો સામનો કરો.

મકર- તમારી રાશિના ત્રીજા ભાવમાં ગુરુ માર્ગી થશે. નવા પડકાર આવી શકે છે. ઘર-પરિવારમાં પણ મનમુટાવની સ્થિતિ બની શકે છે. પોઝિટિવ રહો અને ખરાબ વિચારોથી દૂર રહો. કોઈપણ વ્યક્તિ સાથે દગાબાજી કરશો નહીં. નોકરીમાં ફેરફારની શક્યતાઓ છે. દબાવમાં આવીને નહીં, સમજી-વિચારીને જ નિર્ણય લો. વેપારી છો તો સાવધાની સાથે લેવડ-દેવડ કરો. જીવનસાથી સાથે વિવાદ કરવાથી બચવું.

કુંભ- તમારી રાશિના બીજા ભાવમાં ગુરુ માર્ગી થશે. જેના કારણે તમારી મનોકામનાઓ પૂર્ણ થશે. વાણી ભાવમાં ગુરુ ગ્રહના માર્ગી થવાથી ઘર-પરિવાર અને ઓફિસમાં તમારા કદમાં વધારો થશે. લોકો તમારી વાત સાંભળશે અને તેનો અમલ પણ કરશે. અચાનક ધનલાભ થશે. નાની યાત્રા શક્ય છે. નોકરીમાં નવી તક પ્રાપ્ત થશે. વેપારમાં નફો થશે. જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. જો કોઈ જૂનો રોગ હોય તો તેને ગંભીરતાથી લો.

મીન- તમારી રાશિના લગ્ન ભાવમાં ગુરુનું માર્ગી થવું મિશ્રિત પરિણામ આપશે. કાર્યોમાં સફળતા મળશે. ઓફિસમાં નવી જવાબદારી મળી શકે છે. બોસ સાથે સંબંધ મધુર અને મજબૂત થશે. વાદ-વિવાદની સ્થિતિથી બચવાની કોશિશ કરો. ધનના મામલે લાભ થશે. ખર્ચમાં વધારો થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આકરી મહેનત કરવાથી કાર્યોમાં સફળતા મળશે. લગ્નજીવન મધુર જળવાયેલું રહે તેના માટે તમારે જ આગળ વધવું પડશે.