આજે શનિ જયંતી / શ્રેષ્ઠ ફળ મેળવવા માટે રાશિ પ્રમાણે શનિ દેવની ઉપાસના કરો

Worship God Shani to get the best results

divyabhaskar.com

Jun 03, 2019, 10:33 AM IST

આજે શનિ જયંતી : શ્રેષ્ઠ ફળ મેળવવા માટે રાશિ પ્રમાણે શનિ દેવની ઉપાસના કરો

ધર્મ ડેસ્ક : આજે વૈશાખ વદ અમાસ સાથે સોમવતી અમાસ, શનેશ્વરી જયંતી તરીકે શ્રદ્ધાભક્તિપૂર્વક ઉજવણી કરાશે. કરેલા કર્મના ફળ શનિ આપે છે. તે કોઇની સાડાબારી કરતો નથી અને રાજાને રંક અને રંકમાંથી રાજા બનાવે છે.

જ્યોતિષ આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ જ્યોતિષ શાસ્ત્ર મુજબ અતિ મંદ ગતિ, શ્યામ વર્ણ, સંધ્યા સમય, દીર્ઘદ્રષ્ટિ, રોકડિયો હિસાબ વગેરેનો કારક ગણવામાં આવે છે. શનિની સાડાસાતીના સમયમાં કોર્ટ-કચેરી, બંધન, જેલ, હોસ્પિટલ,વતનથી વિદાય કે નજીકના સ્વજનનું નિધન જેવા અશુભયોગ નિશ્ચિત રીતે આવી જાય છે. માનસિક ચિંતા, ઉદ્વેગ, અશાંતિથી નોકરી-ધંધામાં તકલીફ, આક્ષેપ, બદનામીનો ભાર આવા સમયમાં વધતો જાય છે.

આજે અમાસનો સમય બપોરે 3.32 સુધી હોવા છતાં આજે શનિદેવની પૂજા સંધ્યા સમય કે રાત્રિ સમયે કરી શકાય. કારણ કે ઉદીત તિથિ અમાસ હોવાથી આખો દિવસ અમાસના ભાગરૂપે ગણી શકાય. આજે શનિ જયંતી હોવાથી દરેક રાશિના જાતકોએ નીચે દર્શાવેલ મુજબ શનિ ગ્રહની પૂજા અર્ચના અને દર્શન કરવાથી વધુ ફળદાયી નીવડશે.


રાશિ પ્રમાણે શનિ દેવની ઉપાસના કરો


(1) મેષ રાશિ (અ,લ,ઈ) : 27 વખત હનુમાનચાલીસાના પાઠ કરવા અને શનીદેવના મંદિરે દર્શન કરવા સંધ્યા સમયે જવું.

(2) વૃષભ રાશિ (બ,વ,ઊ) : ચમેલીનું તેલ હનુમાનજીના ચરણોમાં ચઢાવવું અને ઓમ નમો હનુમંતે નમઃ આ મંત્રની એક માળા કરવી.

(3)મિથુન રાશિ( ક,છ,ઘ) : કાળા કલરના જૂના કપડાં ભિક્ષુકોને આપવા. શનિદેવના મંદિરે કાચું તેલ ચડાવવું.

(4) કર્ક રાશિ (હ,ડ) : શનિ ચાલીસાનો પાઠ કરવો કે બજરંગબાણનો પાઠ કરવો.

(5)સિંહ રાશિ (મ,ટ) : હનુમાનજીના મંદિરે જતાં પહેલા રામ, રામ, રામ મંત્ર લાલ પેનથી એક પાનામાં લખી અર્પણ કરવું.

(6)કન્યા રાશિ (પ,ઢ,ણ) : કાળા કલરની સુતરની દોરી શનિદેવને માળા તરીકે ચઢાવવી.

(7)તુલા રાશિ (ર,ત) : શનિદેવના મંદિરે રોકડા 88 રૂ. મંદિરમાં ભેટ આપવી.

(8)વૃશ્ચિક રાશિ (ન,ય) : હનુમાનજીના મંદિરમાં ગદા અર્પણ કરવી.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : શનિદેવના મંદિરની બહાર 8 ભિક્ષુકને અલગ-અલગ કાગળમાં પેક કરી કાચી ખીચડી આપવી.

(10)મકર રાશિ (ખ,જ) : સંધ્યા કે રાત્રે સમયે શનિદેવના મંદિરમાં જઈને સેવા કરવી.

(11) કુંભ રાશિ (ગ,સ,શ) : શનિદેવનો નાનો-મોટો યજ્ઞ કરવો.

(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ) : શનિદેવના મંદિરે બટુક ભોજન કરાવવું કે તેમાં સહયોગ આપવો.

X
Worship God Shani to get the best results
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી