સૂર્ય સંક્રાંતિ / 17 નવેમ્બરે સૂર્ય વૃશ્ચિક રાશિમાં જશે, આ દિવસે પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે

Vrishchika Sankranti 2019: Worship and Charity Have Special Significance On This Day

  • આ દિવસે સૂર્યોદય પહેલાં સ્નાન સૂર્યપૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે

Divyabhaskar.com

Nov 15, 2019, 06:29 PM IST

ધર્મ દર્શન ડેસ્ક- સૂર્ય એક રાશિથી બીજી રાશિમાં જાય છે તો તેને સંક્રાંતિ કહેવામાં આવે છે અને જ્યારે સૂર્ય તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે તો તેને વૃશ્ચિક સંક્રાંતિ કહેવામાં આવે છે. હિન્દૂ પંચાંગ પ્રમાણે દર વર્ષે કુલ 12 સંક્રાંતિ આવે છે અને દરેક રાશિમાં સૂર્ય 1 મહિના સુધી રહે છે. સૂર્યના આ ભ્રમણની સ્થિતિને સંક્રાંતિ કહેવામાં આવે છે. સંક્રાંતિને ખૂબ જ પવિત્ર દિવસોમાંથી એક માનવામાં આવે છે. એટલા માટે જ તેને હિન્દુ ધર્મમાં પર્વ પણ કહેવામાં આવે છે.


વૃશ્ચિક સંક્રાંતિનું શુભ મુહૂર્ત-


17 નવેમ્બર 2019 - સૂર્યનું તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં આગમન થશે.

વૃશ્ચિક સંક્રાંતિ પુણ્યકાળ - સવારે 6:48 થી બપોરે 12:12 સુધી.

વૃશ્ચિક સંક્રાંતિ મહાપુણ્યકાળ - સવારે 6:48 થી સવારે 8:36 સુધી.


વૃશ્ચિક સંક્રાંતિનું મહત્વ-


રવિવારે આ સંક્રાંતિ પડવાથી તેનું મહત્વ વધી ગયું છે. આ સંક્રાંતિ ધાર્મિક વ્યક્તિઓ, નાણાકીય કર્મચારીયો, વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. વૃશ્ચિક સંક્રાંતિ વખતે પૂજન અને ઉપાયથી ધન સાથે જોડાયેલી સમસ્યાઓનું નિદાન થાય છે અને વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળે છે અને કરિયરમાં પણ સફળતા મળે છે.


સંક્રાંતિના દિવસે દાન-પુણ્ય કરવાનું ખૂબ જ ખાસ મહત્વ માનવામાં આવે છે. એટલા માટે અનેક લોકો આ દિવસે પણ વસ્તુઓ અને ખાન-પાનની વસ્તુઓ ગરીબોમાં દાન કરે છે.


વૃશ્ચિક સંક્રાંતિના દિવસે સંક્રમણ સ્નાન, વિષ્ણુ અને દાનનું ખાસ મહત્વ હોય છે. આ દિવસે શ્રદ્ધા અને પિતૃતર્પણનું પણ ખાસ મહત્વ હોય છે.


વૃશ્ચિક સંક્રાંતિના દિવસની 16 ઘડિયોને(ચોક્કસ સમય) ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દાન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે.

આ સંક્રાંતિકાળમાં દાન કરવાનું સારું માનવામાં આવે છે. માન્યતાઓ પ્રમાણે વૃશ્ચિક સંક્રાંતિમાં બ્રાહ્મણને ગાય દાન કરવાનું ખાસ મહત્વ હોય છે.


પૂજા વિધિ-


સૂર્યોદયથી પહેલાં ઊઠીને સૂર્યદેવની પૂજા કરવી જોઈએ.


પાણીમાં લાલ ચંદન મેળવીને તાંબાના લોટાથી સૂર્યને જળ ચઢાવો. તેની સાથે જ રોલી, હળદર અને સિંદૂર મિશ્રિત જળથી સૂર્યદેવને અર્ધ્ય આપો.


લાલ દીવો પ્રગટાવવો જોઈએ, અર્થાત્ ઘીમાં લાલ ચંદન મેળવીને દીવો પ્રગટાવો. સૂર્યદેવને લાલ ફૂલ ચઢાવો.


ગુગ્ગળની ધૂપ કરો, રોલી, કેસર, સિંદૂર વગેરે ચઢાવવું જોઈએ.


ગોળથી બનેલા હલવાનો ભોગ લગાવો અને લાલ ચંદનની માળાથી “ॐ दिनकराय नमः” મંત્રનો જાપ કરો.


પૂજા પછી નૈવૈદ્ય(ભોગ) લગાવો અને તેને પ્રસાદના રૂપમાં વહેંચી દો.


વૃશ્ચિક સંક્રાંતિનું ફળ-


સૂર્યના વૃશ્ચિક રાશિમાં આવવાથી ખોટા કામ વધી શકે છે. અર્થાત્ ચોર અને ભ્રષ્ટાચારી લોકો વધવાની શક્યતા છે. વસ્તુઓની કિંમત વધી શકે છે. મંગળની રાશિમાં સૂર્યના આવવાથી 16 ડિસેમ્બર સુધી અનેક લોકો માટે કષ્ટપૂર્ણ સમય રહી શકે છે. અનેક લોકો ખાસી અને ઠંડીથી પિડીત રહી શકે છે. આંતરરાષ્ટ્રિય સ્તરે પણ સૂર્યની અશુભ અસર જોવા મળશે. રાષ્ટોરની વચ્ચે સંઘર્ષ વધી શકે છે. આસપાસના દેશો સાથે ભારતના સંબંધો તણાવપૂર્ણ રહી શકે છે.

X
Vrishchika Sankranti 2019: Worship and Charity Have Special Significance On This Day

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી