• Home
  • Dharm Darshan
  • Jyotish
  • Will there be a Third World War? How will the zodiacal changes of the major planets of 2020, will they affect the country and the world?

જ્યોતિષ મત / ત્રીજું વિશ્વ યુદ્ધ થશે કે નહીં? 2020ના મોટા ગ્રહોના રાશિ પરિવર્તનથી દેશ-દુનિયા પર કેવી અસર થશે?

Will there be a Third World War? How will the zodiacal changes of the major planets of 2020, will they affect the country and the world?

Divyabhaskar.com

Jan 17, 2020, 11:28 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ અમેરિકાએ શુક્રવાર, 3 જાન્યુઆરીએ સવારે બગદાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ડ્રોનથી હુમલો કર્યો હતો. ત્યારબાદ ઈરાને પણ આજે અમેરિકાના ઠેકાણા પર 12 મિસાઈલ છોડી છે. ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલાં આ ઘર્ષણમાં ત્રીજું વિશ્વ યુદ્ધ થશે કે નહીં આ બાબતે ગ્રહોની સ્થિતિ શું દર્શાવે છે તેની જાણકારી સેલિબ્રિટી એસ્ટ્રોલોજર જિતેન્દ્રભાઇ પટેલ આપી રહ્યા છે.

ત્રીજા વિશ્વ યુદ્ધ અંગે ગ્રહોની સ્થિતિ શું દર્શાવે છેઃ-
24 માર્ચ પછી ગુરૂ રાશિ પરિવર્તન કરશે અને મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દરમિયાન ફરી પાછી શનિ અને ગુરુની યુતિ થશે. આ યુતિ શુભ રહેશે નહીં. આ યુતિ દેશની ઈકોનોમી દ્રષ્ટિએ ખરાબ કહી શકાય છે. શનિ 24 જાન્યુઆરી પછી મકર રાશિમાં ભ્રમણ કરશે જેથી શનિના પ્રભાવવાળી વસ્તુઓના ભાવ વધશે. જેમ કે, ઓઈલ, કાળી ધાતૂઓ વગેરે. સપ્ટેમ્બર 2011માં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ઉપર હુમલો થયો હતો. તેના વળતાં જવાબમાં અમેરિકાએ પાકિસ્તાનમાં ઘૂસીને લાદેનને માર્યો હતો. તે વર્ષનો આંકડો 4 હતો. આ વખતે પણ 2020નો આંકડો 4 થાય છે. જે યુદ્ધની સંભાવના વધારે છે. ઓગસ્ટ સુધી રાહુ મિથુન રાશિમાં રહેવાનો એટલે યુદ્ધના છમકલાં થયા કરશે. ઓગસ્ટ પછી નિર્ણાયક લડાઈ થશે. સૂર્ય મકર રાશિમાં શનિના ઘરમાં પ્રવેશ કરશે એટલે શાષક તરફ અસંતોષ રહી શકે છે. કુદરતી હોનારત વધારે થશે.

ગ્રહોની સ્થિતિથી આતંકવાદને બળ મળી રહ્યું છેઃ-
આ વર્ષમાં શનિ જેમના 1-4-8-12-7માં ભાવમાંથી પસાર થશે તેમને તકલીફ આપશે. પંચગૃહી યોગ માત્ર ઉત્તરાયણ સુધી જ રહેશે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. અત્યારે બધે જ જે પરિસ્થિતિ ચાલી રહી છે તેનું કારણ ગુરૂ હમણાં અસ્ત છે, સૂર્યને શનિ ભેગા ચાલી રહ્યાં છે. મંગળની સ્વ રાશિમાં બેસીને રાહુ ઉપર આઠમી દ્રષ્ટિ છે. આ દરેક બાબતોના લીધે આતંકવાદને બળ મળી રહ્યું છે.

X
Will there be a Third World War? How will the zodiacal changes of the major planets of 2020, will they affect the country and the world?

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી