શનિ જયંતી / શનિદેવને તેલ કેમ ચઢાવવામાં આવે છે?

શિંગણાપુરની ફાઈલ તસવીર
શિંગણાપુરની ફાઈલ તસવીર
X
શિંગણાપુરની ફાઈલ તસવીરશિંગણાપુરની ફાઈલ તસવીર

divyabhaskar.com

Jun 03, 2019, 04:37 PM IST

ધર્મ ડેસ્ક : આજે શનિ જયંતી છે. શનિદેવ સૂર્ય પુત્ર અને ગ્રહોના ન્યાયાધીશ છે. શનિ જયંતી અને શનિવારે શનિને તેલ ચઢાવવાની પરંપરા પ્રાચીન સમયથી છે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા મુજબ જાણો આ પરંપરા સાથે જોડાયેલી ખાસ વાત.
 

આ કારણે શનિદેવને તેલ ચઢાવવામાં આવે છે

1. શનિદેવને તેલ ચઢાવવા સાથે જોડાયેલી વૈજ્ઞાનિક માન્યતા

પંડિતશર્માના જણાવ્યા મુજબ શરીરના વિવિધ અંગોમાં અલગ અલગ ગ્રહનો વાસ હોય છે. દરેક અંગનો કારક ગ્રહ છે. શનિદેવ ત્વચા, દાંત, કાન, હાડકા અને ઘુટણના કારક ગ્રહ છે. કુંડળીમા શનિની અશુભ સ્થિતિ હોય તો વ્યક્તિને અંગ સંબંધિત પરેશાની થાય છે. આ અંગને આરામ મળે તે માટે શનિવારે તેલનું માલિશ કરવું જોઈએ. શનિને તેલ અર્પણ કરવાનો અર્થ એ પણ છે કે શનિ સંબંધિત શરીરના અંગો ઉપર પણ તેલ લગાવવામાં આવે, જેનાથી તે અંગોને સ્વાસ્થ્યનો લાભ મળે.  માલિશ કરવ માટે સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ.
 

2. શનિદેવને તેલ ચઢાવવા સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા

લોકપ્રિય કથા મુજબ શનિને પોતાના બળનું ઘમંડ થઈ ગયું હતું. તે સમયે હનુમાનજીના સાહસ અને બળની વાતો થઈ રહી હતી. જ્યારે શનિને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે હનુમાનજી સાથે યુદ્ધ કરવાનું નક્કી કર્યું. હનુમાનજી શ્રીરામની ભક્તિમાં લીન હતા, તેઓ ધ્યાન કરી રહ્યા હતા. ત્યારે શનિદેવે તેમને યુદ્ધ માટે લલકાર્યા. હમનુમાનજીએ શનિદેવને સમજાવ્યા કે હાલ તેઓને ધ્યાન કરવા માંગે છે યુદ્ધ કરવા ઈચ્છતા નથી. પણ શનિદેવ માન્યા નહીં અને તેઓ યુદ્ધ માટે લલકારતા રહ્યા. ત્યાર પછી હનુમાનજીએ શનિદેવને પરાજીત કરી દીધા. હનુમાનજીના પ્રહારથી શનિદેવના શરીરમાં ભારે દુખાવો થવા લાગ્યો. હનુમાનજીએ શનિદેવને શરીર ઉપર લગાવવા માટે તેલા આપ્યું. જે લગાવ્યા પછી શનિદેવનું દર્દ જતુ રહ્યુ. ત્યારથી શનિદેવને તેલ અર્પણ કરવાની પરંપરા છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી