Divyabhaskar.com
Nov 22, 2019, 12:33 PM ISTધર્મ દર્શન ડેસ્કઃ 21 નવેમ્બરે શુક્ર વૃશ્ચિક રાશિમાંથી ધન રાશિમાં આવી ગયો છે. જે 15 ડિસેમ્બર સુધી રહેશે. આ રાશિમાં શનિ અને કેતુ બે મિત્ર ગ્રહ પહેલાંથી જ છે. તેની સાથે બૃહસ્પતિ પણ છે. શુક્રની આ સ્થિતિ અનેક લોકો માટે શુભ રહેશે. ત્યાં જ તેના કારણે થોડાં લોકો પરેશાન પણ હોઇ શકે છે. શુક્રની ઉચ્ચ રાશિ મીન છે, ત્યાં જ ધન રાશિમાં શુક્રનું હોવું સામાન્ય માનવામાં આવે છે. જોકે, શનિ અને કેતુ સાથે શુક્રની મિત્રતા છે. ત્યાં જ બૃહસ્પતિ સાથે સામાન્ય ફળ આપનાર ગ્રહ છે. એવામાં શુક્રનું રાશિ પરિવર્તન એક મુખ્ય ગતિવિધિ છે.
શુક્રના રાશિ પરિવર્તનથી શું થશેઃ-
ધન રાશિમાં શુક્ર હોવાથી ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરૂષાર્થ સફળ થાય છે. શુક્રના પ્રભાવથી મોટાં સામાજિક કાર્ય પૂર્ણ થઇ શકે છે. ધન રાશિમાં શુક્રના પ્રવેશથી પ્રશાસનિક અને રાજનૈતિક મામલાઓમાં મોટાં બદલાવ આવી શકે છે. આ ક્ષેત્ર સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે. શુક્રના રાશિ પરિવર્તનથી અનેક લોકોના સ્વાસ્થ્યમાં પણ ઉતાર-ચઢાવ આવી શકે છે. જોબ અને બિઝનેસમાં ઉન્નતિના યોગ બનશે. વિપરિત લિંગના લોકોના કારણે કામકાજમાં બદલાવ આવે તેવી સંભાવના છે. સુખ-સુવિધાઓ, યાત્રાઓ અને શારીરિક સુખ સંબંધી મામલાઓમાં મહત્ત્વપૂર્ણ બદલાવ આવે તેવી સંભાવના છે.
જ્યોતિષમાં શુક્રઃ-
શુક્ર અથવા વીનસને જ્યોતિષમાં સ્ત્રી ગ્રહ પણ માનવામાં આવે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી ગ્રહ છે અને તેને દૈત્યગુરૂ પણ કહેવામાં આવે છે. શુક્ર કોઇપણ વ્યક્તિની કુંડળીમાં લગ્નથી લઇને સંતાન યોગ સુધીનો કારક હોય છે. શુક્ર લાભ સાથે જ જીવનમાં સુખ-સમૃદ્ધિનો પણ કારક હોય છે. વ્યક્તિની કળાત્મકતાનો પણ વિકાસ કરે છે. કોઇપણ વ્યક્તિની કુંડળીમાં શુક્ર નબળો અથવા મજબૂત હોવો ખૂબ જ જરૂરી છે. જ્યોતિષમાં શુક્ર સારા કપડાં, લગ્ન, આવક, નારી, બ્રાહ્મણ, પત્ની, યૌન જીવનનું સુખ, ફૂલ, વાહન, ચાંદી, આનંદ, કળા, વાદ્યયંત્ર અને રાજસી પ્રવૃત્તિનો કારક ગ્રહ છે. શુક્રનું રાશિ પરિવર્તન થવાથી આ મામલાઓ સંબંધી બદલાવ જોવા મળે છે.
12 રાશિઓ ઉપર આવી અસર થશેઃ-
શુભ- મેષ, સિંહ, કન્યા, ધન, મકર અને મીન
સામાન્ય- મિથુન, કર્ક, વૃશ્ચિક અને કુંભ
અશુભ- વૃષભ અને તુલા