રાશિ પરિવર્તન / વૃષભ-તુલાના સ્વામી શુક્ર મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે, 12 રાશિઓ ઉપર થશે અસર

Venus transit in Aquarius on 9th January 2020, know the venus effects on all zodiacs sign

  • કુંભ રાશિના શુક્રના કારણે મેષ રાશિના લોકોને લાભ મળી શકે છે. કર્ક રાશિના લોકો માટે પરેશાનીઓ વધી શકે છે

Divyabhaskar.com

Jan 17, 2020, 11:28 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ બુધવાર, 8 જાન્યુઆરીએ રાતે 2 વાગ્યે શુક્ર ગ્રહ રાશિ બદલશે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે રાત 12 વાગ્યા બાદ તારીખ બદલી જાય છે. એટલે 9 જાન્યુઆરી શરૂ થતાંની સાથે જ આ રાશિ પરિવર્તન થશે. શુક્ર મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહએ મિત્ર શનિની રાશિમાં પ્રવેશ કર્યો છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે શુક્ર ભોગ અને વિલાસિતા સાથે સંબંધિત ગ્રહ છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે. શુક્ર કુંભ રાશિમાં 2 ફેબ્રુઆરી સુધી રહેશે. ત્યાર બાદ મીન રાશિમાં પ્રવેશ કરશે. જાણો બધી જ 12 રાશિઓ ઉપર શુક્રની અસર કેવી થશે.

મેષઃ- આ રાશિ પરિવર્તન મેષ રાશિ માટે શુભ રહેશે. ધનલાભ થશે. સફળતા મળશે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન વધી શકે છે.
વૃષભઃ- સ્વામી શુક્રનું રાશિ પરિવર્તન તમારા કાર્યોમાં વૃદ્ધિ કરશે. પિતા પાસેથી સહયોગ મળશે. કોઇ મોટી ઉપલબ્ધિ મળી શકે છે, ધનલાભના યોગ બનશે.
મિથુનઃ- આ રાશિને ભાગ્યનો સાથ મળશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. યોગ્ય રીતે કામ કરી શકશો. જેનાથી કાર્યોમાં સફળતા સાથે સન્માન પણ મળશે.
કર્કઃ- આ રાશિ માટે શુક્ર અશુભ સ્થિતિમાં રહેશે. ચિંતાઓનો સામનો કરવો પડી શકે છે. અજ્ઞાત ભય અને પરેશાનીઓ વધી શકે છે.
સિંહઃ- જે લોકો કુંવારા છે, તેમના લગ્નની વાત આગળ વધી શકે છે. પ્રેમમાં સફળતા મળવાના યોગ છે. પરણિતા લોકોને જીવનસાથી પાસેથી સુખ મળશે.
કન્યાઃ- આ રાશિ માટે શુક્રના કારણે બિમારીઓ વધી શકે છે. દુશ્મનો હાવિ થવાનો પ્રયાસ કરશે. બાધાઓ આવશે. કાર્યો પૂર્ણ થવામાં સમય લાગશે.
તુલાઃ- તુલા રાશિના લોકોને સંતાન અને સંબંધિઓના કારણે લાભ થઇ શકે છે. નોકરીમાં લાભ મળવાના યોગ છે. ધનલાભના અવસર મળી શકે છે.
વૃશ્ચિકઃ- આ લોકો માટે કુંભ રાશિનો શુક્ર શુભ રહેશે. માતા તરફથી લાભ મળી શકે છે. કાર્યોમાં વધારો થઇ શકે છે. પરાક્રમમાં સુધાર પણ થશે.
ધનઃ- તમારા માટે શુક્રના કારણે ધનલાભના અણસાર બની રહ્યા છે. ધન-સંપત્તિમાં વધારો થશે. પ્રસન્નતા જળવાયેલી રહેશે.
મકરઃ- આ રાશિમાંથી કુંભ રાશિમાં શુક્રનો પ્રવેશ થશે. આ લોકો માટે સમય શુભ રહેશે. કોઇ મોટા કાર્યોમાં સફળતા અને માન-સન્માન મળી શકે છે.
કુંભઃ- આ રાશિમાં શુક્ર આવવાથી કાર્યોમાં સફળતા મળવાના યોગ બની શકે છે. સમાજમાં માન-સન્માન વધશે. આ સમય તમારા માટે શુભ રહેશે.
મીનઃ- આ લોકો માટે શુક્ર ખર્ચમાં વધારો કરનાર રહેશે. બિનજરૂરી ખર્ચ કરવો પડી શકે છે. ધન સંબંધી કાર્યોમાં સાવધાન રહો.

X
Venus transit in Aquarius on 9th January 2020, know the venus effects on all zodiacs sign

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી