રાશિ પરિવર્તન / શુક્ર ગ્રહનો વૃશ્ચિકથી ધન રાશિમાં પ્રવેશ મકર રાશિની મુશ્કેલી વધારશે, 12 રાશિઓ પર અસર થઈ શકે છે

shukra in dhanu rashi, rashifal, shukra rashi parivartan, rashifal 2019 Venus transits in sagitta

  • મેષ રાશિના લોકોને શુક્રને લીધે લાભ મળી શકે છે, વૃષભ રાશિ માટે પરેશાનીઓ આવી શકે છે

Divyabhaskar.com

Nov 23, 2019, 11:06 AM IST

ધર્મ ડેસ્ક- ગુરુવાર, 21 નવેમ્બરે 2019 ના રોજ શુક્ર રાશિ બદલીને વૃશ્ચિક રાશિથી ધન રાશિમાં જશે. ધન રાશિના સ્વામી બૃહસ્પતિ દેવ છે. બૃહસ્પતિ દેવતાઓના ગુરુ છે અને શુક્ર દૈત્યોના ગુરુ છે. શુક્ર બૃહસ્પતિ સાથે સમભાવ રાખે છે અને બૃહસ્પતિ પણ શુક્ર માટે અનુકૂળ જ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે જાણો 12 રાશિઓ પર શુક્ર ગ્રહની કેવી અસર રહેશે....


મેષ રાશિ-


નવમો શુક્ર વેપારમાં વધારો કરશે તથા નોકરીમાં પણ લાભ અપાવનારો રહેશે. સન્માન તથા પ્રભાવમાં વૃદ્ધિકારક રહેશે. ભાગ્યમાં સહાયક રહેશે.


વૃષભ રાશિ-


આઠમો શુક્ર આર્થિક પરેશાનીઓને વધારી શકે છે. માનસિક તણાવમાં પણ વધારો કરશે તથા દેવામાં પણ વધારો થઈ શકે છે. મૂલ્યવાન સામાનનું રક્ષણ કરો અને અજાણ્યા લોકો પર ભરોસો ન કરો.


મિથુન રાશિ-


સાતમો શુક્ર કાર્યશેલીમાં સુધારો કરશે અને લાભદાયી રહેશે. અટવાયેલાં કામ પૂરાં કરાવશે અને મિત્રો સાથે મુલાકાત કરાવશે. અવિવાહિત યુવાનોને લગ્ન પ્રસ્તાવો પણ મળી શકે છે.


કર્ક રાશિ-


છઠ્ઠો શુક્ર સમાન્ય રહેશે. તેનાથી ન લાભ થશે કે ન કોઈ નુકસા. ગંભીરતામાં વધારો થશે. સમાજમાં થતી ઘટનાઓથી કારણ વગરની ચિંતા થઈ શકે છે.


સિંહ રાશિ-


પાંચમો શુક્ર અપ્રત્યાશિત સફળતા અપાવી શકે છે. ન વિચારેલાં સારા કામ થશે અને ધનની પ્રાપ્તિ શક્ય છે. સન્માનમાં વધારો થશે અને સંતાનથી સુખ પ્રાપ્ત થશે.


કન્યા રાશિ-


ચોથો શુક્ર સહાયક નહીં રહે. કામ પૂરાં કરવામાં ખૂબ જ પ્રયાસો કરવા પડશે. સમકક્ષોથી જોરદાર પડકાર મળી શકે છે. વાહનના ઉપયોગમાં સાવધાની રાખવી પડશે.


તુલા રાશિ-


તૃતીય શુક્ર રાશિ સ્વામી હોવાથી શુફ ફળદાયી રહેશે. વૈજ્ઞાનિક તથા વ્યવસાયીને વિશેષ લાભ થશે. ચિંતાઓથી મુક્તિ મળશે તથા આર્થિક સ્થિતિમાં સુધારો થશે.


વૃશ્ચિક રાશિ-


દ્વિતીય શુક્ર ધનદાયક યોગ બનાવશે તથા સંતાનને શુફ ફળ આપનારો રહેશે. નોકરીમાં પ્રગતિ થવાના યોગ છે તથા કાર્યોમાં આવતી બાધાઓ દૂર કરશે.


ધન રાશિ-


સમ શુક્રનું રાશિમાં હોવું પ્રસન્નતા પ્રદાન કરશે તથા મોટી સફળતા અપાવનારું રહેશે. નવી વસ્તુઓની પ્રાપ્તિ થશે. કાર્યોમાં સફળતા મળશે.


મકર રાશિ-


મિત્ર શુક્ર બારમા સ્થાને રહીને આર્થિક સમસ્યાઓ આવી શકે છે. મન ઉદાસ રહેશે તથા મનમાં શંકા રહેશે. પોતાની ઉપર ભરોસો રાખશો તો સફળતા મળશે. બીજા પાસે આશા ન રાખો.


કુંભ રાશિ-


મિત્ર શુક્ર તથા અગિયારમા ભાવમાં હોવાથી સામાન્ય રહેશે. ધાર્મિક કાર્યક્રમોમાં સામેલ થવાની તક મળશે. પરિવારમાં વૈચારિક સમાનતા રહેશે તથા ધનલાભ થશે.


મીન રાશિ-


દસમો શુક્ર શુભ ફળ આપનારો રહેશે. કોઈ વિશેષ કાર્યમાં સફળતા અપાવશે તથા ભૌતિક વસ્તુઓને ખરીદવાની લાલસા રહેશે. ધન પ્રાપ્ત કરાવશે.

X
shukra in dhanu rashi, rashifal, shukra rashi parivartan, rashifal 2019 Venus transits in sagitta

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી