રાશિ પરિવર્તન / વૃષભ અને તુલાના સ્વામી શુક્ર ગ્રહનો મીન રાશિમાં પ્રવેશ થયો, બારેય રાશિ ઉપર શુભાશુભ અસર કરશે

Venus planet entered in Pisces zodiacs sign on 2nd February 2020

 • શુક્રના રાશિ પરિવર્તનથી વૃષભ જાતકોના પ્રેમ-પ્રસંગોના બનાવો વધે, તુલા રાશિના લોકો વૈભવી વસ્તુ ખરીદી શકશે

Divyabhaskar.com

Feb 03, 2020, 11:01 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ તા.2 ફેબ્રુઆરીથી શુક્ર ગ્રહે મીન રાશિમાં પ્રવેશ કર્યો છે. આ રાશિમાં શુક્ર ઉચ્ચનો બને છે જયારે કન્યા રાશિમાં નીચસ્થ બને છે. શુક્ર સ્ત્રી ગ્રહ, બેકી રાશિ, પ્રેમ-સ્નેહ, વિજાતીય પાત્રનો આકર્ષક ગ્રહ ગણાય છે. તેને બેકી રાશિ (2,4,6,8,10,12) સાથોસાથ અગ્નિતત્વની રાશિઓ (મેષ, સિહ, ધન)વધારે ગમે છે. વૃષભ અને તુલા રાશિનો સ્વામી બને છે. ગ્રહ મંડળમાં સૂર્ય-બુધની આસપાસ અવિરત ભ્રમણ કરે છે. આ પરિભ્રમણ દરમિયાન મોજ-શોખની ચીજવસ્તુઓની ખરીદી-વેચાણ વધે છે. સાથોસાથ રમત-ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રોત્સાહન મળે છે. આયાત-નિકાસના વ્યાપાર, વ્યાવસાય, કેમિકલના ધંધામાં વધુ તેજી બની રહે. આ પરિભ્રમણ ચંદ્ર રાશિ પ્રમાણે કેવું રહેશે તે અંગે આશિષ રાવલના જણાવ્યાનુસાર....

 • મેષ રાશિ (અ,લ,ઈ):- અનઅપેક્ષિત બહારની આવકો વધે. આયાત-નિકાસના વેપારી વર્ગ માટે વિશેષ અનુકૂળ સમય. વ્યસન પાછળ ખર્ચ વધી શકે.
 • વૃષભ રાશિ (બ,વ,ઊ):- આર્થિક પરિબળો સાનુકૂળ જોવા મળે. શેર-બજારમાં રમનાર વર્ગ માટે શુભ સમય ગણાવી શકાય. વિદ્યાર્થીગણ માટે પ્રેમ-પ્રસંગોના બનાવો વધે.
 • મિથુન રાશિ (ક,છ,ઘ):- નવા મકાન-વાહનનું સુખ પ્રાપ્ત થાય. તમારા કાર્યક્ષેત્રમાં નવા-નવા શુભ સમાચાર પ્રાપ્ત થાય. સાચા મનની શાંતિ જણાય.
 • કર્ક રાશિ (હ, ડ):- સાહસ, હિંમત, પુરુષાર્થ આયોજન પૂર્વક કરવાથી શીઘ્ર સફળતા મળે. શુભ સંજોગો માટે પ્રગતિકારક સમય જોવા મળે. ધાર્મિક યાત્રા કે પ્રવાસ સંભવ છે.
 • સિંહ રાશિ (મ,ટ):- વિલ-વારસાના પ્રશ્નોનો ઉકેલ મળે. કુટુંબ કબીલામાં માંગલિક પ્રસંગો આવે. કિડનીની બિમારી હોય તો વધુ તકલીફ સર્જાય.
 • કન્યા રાશિ (પ,ઢ,ણ):- વિજાતીય પાત્રથી લાભ મળે. અનેક રીતે ધનલાભ જોવા મળે. પોઝિટિવ ઊર્જા વિશેષ પ્રાપ્ત થાય.
 • તુલા રાશિ (ર,ત):- નોકરિયાત વર્ગ માટે શુભ પરિવર્તન. શુભ કાર્યો પાછળ ખર્ચો થાય. વૈભવી વસ્તુની ખરીદી સંભવ છે.
 • વૃશ્ચિક રાશિ (ન,ય):- પતિ-પત્ની, સંતાનથી આનંદ-ઉલ્લાસ વિશેષ જોવા મળે. વિદ્યા અભ્યાસની સાથોસાથ કલાક્ષેત્રે વધુ સારી પ્રગતિ નોંધાશે.
 • ધન રાશિ (ભ,ધ,ફ,ઢ):- સંતોષજનકના ફાયદા પ્રાપ્ત થાય. જમીન, મકાન, મિલકત, વાહનસુખ વધુ સાનુકૂળ બને. વધુ પ્રગતિકારક સમય જોવા મળે. ધંધાદારી વર્ગ માટે ધંધો વધે.
 • મકર રાશિ (ખ,જ):- ટૂંકો પ્રવાસ સર્જાય. ભાઈભાંડુ સાથે બગડેલા સંબંધોમાં સુધાર આવે. ધાર્મિક કાર્યો વધે.
 • કુંભ રાશિ (ગ,સ,શ):- કુટુંબ-કબીલામાં માંગલિક કાર્યો આવે. પેશાબને લગતી તકલીફ સર્જાય. આકસ્મિક મુશ્કેલીઓ ઘટે.
 • મીન રાશિ (દ,ચ,ઝ,થ):- આકસ્મિક નવી-નવી તકોનું સર્જન થાય. આનંદ-ઉત્સાહનું વાતાવરણ સાથોસાથ પ્રગતિકારક સાનુકૂળ સમય. તંદુરસ્તી માટે વધારે સભાન રહેશો.
X
Venus planet entered in Pisces zodiacs sign on 2nd February 2020

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી