જ્યોતિષ / સુખ-શાંતિ, પ્રેમ, સ્નેહ, લાગણીનો કારક ગ્રહ શુક્ર 24 દિવસ સુધી સ્વગૃહી બનશે

Venus enters Libra from Virgo for 24 days, prediction by aashish raval

Divyabhaskar.com

Oct 04, 2019, 01:52 PM IST

ધર્મ ડેસ્કઃ સુખ-શાંતિ, પ્રેમ, સ્નેહ, લાગણીનો કારક ગ્રહ શુક્ર ગ્રહમંડળમાં તુલા રાશિમાં પ્રવેશ કરવાથી સ્વગૃહી બનશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા મુજબ નૈસર્ગિક કુંડળી પ્રમાણે સાતમા ઘરમાં આવવાથી આમ જનતાને અનેકવિધ સ્વરૂપે લાભપ્રદ બની રહેશે. આ પરિભ્રમણ સતત ૨૪ દિવસ રહેવાથી નવરાત્રિમાં ગરબા રસિકોને ગરબા રમવા માટે વધુ ઉત્સાહ આનંદ બની રહેશે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદીમાં વધારો થાય. શેરબજાર સારું રહે. બેન્કિંગ ક્ષેત્રે શુભ સમય. દરેક રાશિના જાતકોને આ પરિભ્રમણ કેવુ રહેશે તે નીચે દર્શાવેલ છે.

(1)મેષ: આવનાર સમયમાં જીવન હર્ષોલ્લાસથી ભરેલું રહેશે. જે વિવાહિત જાતક સંતાન પ્રાપ્તિ માટે પ્રયાસરત છે, તેમને પણ ખુશખબરી મળી શકે છે. અવિવાહિત જાતકોને વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. વ્યવસાયિક રીતે સમય વધારે સારો છે.

(2)વૃષભ: યુવાવર્ગને નવી-નવી નોકરી મળવાની ઉજળી તકો છે. સંબંધીઓ પાસેથી શુભ સમાચાર મળવાના પણ યોગ બની રહ્યા છે.

(3)મિથુન: માનસિક ચિંતા, ઉદ્દવેગ, અશાંતિ, અંજપો સતત રહ્યા કરે. આકસ્મિક ખર્ચા આવી પડે. વિદ્યાર્થી પણ પોતાના શિક્ષણ અને અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે.

(4)કર્ક: માંગલિક પ્રસંગ કુટુંબમાં આવે. નવા વાહન ખરીદવાનો યોગ બની રહે છે. આ દરમિયાન માંદગીનો ખર્ચ ઘણો વધી શકે છે.

(5)સિંહ: પરિશ્રમનું ફળ ખૂબ જ સારું મળે. રાજકીય માણસો દ્વારા માન-સન્માન પ્રતિષ્ઠા મળે.

(6)કન્યા: શત્રુઓ પર વિજય પ્રાપ્ત કરવાના યોગ બનશે. મિત્રો પાસેથી સહયોગ મળવાની આશા છે. વેપારમાં સફળતાની શકયતા છે. રોકાણ કરવાથી લાભ.

(7)તુલા: પોતાના શત્રુ પર હાવી રહેશે. જાવક કરતા આવકમાં વધારો થાય. કોઇપણ કામ કરતાં પહેલાં તેના અંગે યોગ્ય આકરણી ચોક્કસ કરી લો.

(8)વૃશ્ચિક: હરવા ફરવાના યોગ બની રહ્યા છે. આર્થિક બાબતોને ગોલ્ડન સમય બનાવી શકાય.

બીજાને આપેલા પૈસા પાછા આવી શકે છે.

(9)ધન: નાની મોટી માંદગી રહ્યા કરે. કાર્યક્ષેત્રમાં પોતાની મહેનતને ખાસ રીતે વખાણાશે અને તેના ફળસ્વરૂપે પોતાની આવકમાં પણ વધારો થઇ શકે છે.

(10)મકર: નોકરી બદલવા અંગે વિચાર કરી શકો છો. વિદેશના વિઝા મળી શકે. બેંકમાંથી સરળતાથી લોન મળી શકે.

(11)કુંભ: મિત્રોની સાથે લાંબી ટ્રિપનું આયોજન થાય. લગ્નજીવનમાં સંબંધો બગડે. નજીકના સગાને માંદગી આવે.

(12)મીન: નાની-મોટી થોડીક કઠિનાઇનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં મહેમાન આવવાના યોગ બની રહે છે. નાના-ભાઇ, બહેનોની સાથે વૈચારિક મતભેદોમાં ઘટાડો આવશે.


(માહિતીઃ જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તરફથી આપવામાં આવી છે)

X
Venus enters Libra from Virgo for 24 days, prediction by aashish raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી