રાશિ પરિવર્તન / કન્યામાંથી તુલા રાશિમાં શુક્રએ પ્રવેશ કર્યો, બારેય રાશિ ઉપર શુભાશુભ અસર કરશે

Venus enters Libra from Virgo, auspicious effect on all zodiac signs

Divyabhaskar.com

Oct 04, 2019, 12:54 PM IST

ધર્મ ડેસ્કઃ શુક્રવાર, 4 ઓક્ટોબરે સવારે શુક્ર ગ્રહે રાશિ બદલી છે. આ ગ્રહે કન્યાથી તુલા રાશિમાં પ્રવેશ કર્યો છે, હવે શુક્ર 28 ઓક્ટોબર સુધી આ જ રાશિમાં રહેશે. ત્યાર બાદ વૃશ્ચિક રાશિમાં જશે. તુલા શુક્રના સ્વામિત્વવાળી રાશિ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્મા પ્રમાણે શુક્રના રાશિ પરિવર્તનની બધી જ 12 રાશિઓ ઉપર અસર થશે. જાણો મેષથી મીન સુધી બધા જ લોકો માટે આવનાર સમય કેવો રહેશે.

 • મેષઃ- તમે વધારે ભાવુક થઇ શકો છો. આવકના મામલાઓ સામાન્ય રહેશે. નવા વેપારની શરૂઆત થઇ શકે છે. નોકરીમાં સ્થાયિત્વ રહેશે. શિક્ષક સહયોગ પ્રદાન કરશે.
 • વૃષભઃ- બનતાં કાર્યો ખરાબ થઇ શકે છે. અનુશાસન ભંગ થવાનો ભય છે. તમે યોગ્ય રીતે કાર્યની શરૂઆત કરશો, પરંતુ તે પૂર્ણ થઇ શકશે નહીં. દેખાડો કરવાની આદત રહેશે.
 • મિથુનઃ- આ સમય ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. કોઇ મોટાં કાર્યને કરવા માટે આગળ વધશો. સફળતા પણ મળશે. સ્વભાવ ધાર્મિકતાથી પૂર્ણ રહેશે. લગ્નજીવન સુખદ રહેશે.
 • કર્કઃ- આ સમય સામાન્ય રહેશે. કાર્ય સફળ થશે, પરંતુ આશા અનુરૂપ ધન પ્રાપ્તિ થઇ શકશે નહીં. ખોટાં કાર્યોમાં સમય વ્યતીત કરવાથી બચવું. યાત્રામાં વિઘ્ન આવી શકે છે.
 • સિંહઃ- વિવાદિત મામલે નિર્ણય પક્ષનો રહેશે. કોઇ મોટાં કાર્ય બને તેવા અણસાર છે. સફળતાની પ્રાપ્તિ થશે અને સંતાન પાસેથી સુખ મળશે.
 • કન્યાઃ- ધનલાભના યોગ બની શકે છે. વિઘ્નો દૂર થશે અને વ્યવહારમાં નિખાર આવશે. લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ થશો અને નિર્ણય સટીક થશે.
 • તુલાઃ- કાર્યની શરૂઆત મુશ્કેલીઓ આવશે, પરંતુ રાશિ સ્વામી શુક્રના કારણે સમસ્યાઓનો અંત આવશે. કાર્યમાં આવતી બાધાઓમાં દૂર થશે અને ધર્મ સાથે ધાર્મિક કાર્યોમાં જવાનો અવસર મળશે.
 • વૃશ્ચિકઃ- કાર્યોમાં પરેશાની અનુભવ કરશો. દેખાડો કરવાથી બચવું. સ્વયંને સ્થાપિત કરવા માટે મહેનત કરવી પડશે. આધ્યાત્મિકતા તરફ રસ વધશે.
 • ધનઃ- કાર્યોનો વિસ્તાર થશે અને ધનની પ્રાપ્તિ સુગમ થશે. સુખ મળશે. કોઇ શુભ સમાચારની પ્રાપ્તિ થશે અને અટકાયેલાં કાર્યોમાં ગતિ આવશે. સંપત્તિનો લાભ મળશે.
 • મકરઃ- આ સમય પક્ષનો રહેશે. પરિવાર સાથે સમય વિતશે. આવક પણ પહેલાં કરતાં સારી રહેશે. ઘર અને કાર્યસ્થળ પર આંતરિક ક્લેશનો અંત આવશે. મિત્રો પાસેથી મદદ મળશે.
 • કુંભઃ- વિરોધ કરનાર લોકોના ષડયંત્રોનો અંત આવશે. નવા લક્ષ્ય મળશે જે સરળતાથી પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. ધન પ્રાપ્તિ થશે. પરિવાર સાથે રહેવાનો અવસર પ્રાપ્ત થશે.
 • મીનઃ- નિર્ણય લેવામાં બાધા ઉત્પન્ન થશે. નકારાત્મકતા હાવી થવાનો પ્રયાસ કરશે, પરંતુ કાર્ય પૂર્ણ કરવામાં સફળ થઇ જશો. ધનની કમી અનુભવાશે, પરંતુ આર્થિક સુધાર થઇ જશે.
X
Venus enters Libra from Virgo, auspicious effect on all zodiac signs

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી