ગ્રહ ગોચર / શુક્રનું કર્ક રાશિમાં ભ્રમણ, વૃષભ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનનો યોગ

Venus Cancer orbit,

Divyabhaskar.com

Jul 23, 2019, 02:40 PM IST

ધર્મ ડેસ્ક. આજથી ગ્રહ ગોચર પરિભ્રમણમાં શુક્ર- કર્ક રાશિમાં સતત 23 દિવસ પરિભ્રમણ કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર શુક્રનું મૂળભૂત કારકત્વ પ્રેમ, સ્નેહ, લાગણી, સંપત્તિ, શેર બજાર, ગણાય છે. શુક્ર યુવાન કે કિશોરમાં ગણાય છે. વૃષભ, તુલા રાશિનો સ્વામી ગણાય છે. મીન રાશિમાં ઉચ્ચનો બને છે જ્યારે કન્યા રાશિમાં નીચનો બને છે. તેની દિશા અગ્નિ છે. શુક્ર સાતમા સ્થાનનો કારક ગણાય છે. ધાતુ ચાંદી તરીકે ગણાય છે.

(1) મેષ રાશિ (અ,લ,ઈ): મકાન, વાહન યોગ પ્રબળ બને. નોકરી-ધંધા માટે શુભ સમય. આવકમાં વધારો થાય સાથે પરિવારમાં માંગલિક શુભ અવસર આવે.

(2) વૃષભ રાશિ (બ,વ,ઊ): પાડોશ,ભાઈ-ભાંડુ થી લાભ. ભાગ્યોદ માટે શુભ પરિવર્તન. નોકરીમાં પ્રમોશન મળવાના યોગ

(3) મિથુન રાશિ( ક,છ,ઘ): આવકમાં દિનપ્રતિદિન વધારો થાય. વીલ-વારસો મળવાના યોગ બને.શુભ કાર્યો માટે ખર્ચ વધે.

(4) કર્ક રાશિ (હ,ડ): લગ્ન ઉત્સવ યુવકો માટે શુભ સમય ભાગીદારી થી ધંધો કરનાર વર્ગ માટે ગોલ્ડન સમય બની રહે.

(5) સિંહ રાશિ (મ,ટ): નોકરીમાં આકસ્મિક પ્રમોશન મળી શકે. વિદેશથી ધનલાભ, પ્રેમયોગ આકસ્મિક બને.

(6) કન્યા રાશિ (પ,ઢ,ણ) : અનેક જગ્યાએથી આર્થિક લાભ પ્રાપ્ત થાય.સોના-ચાંદીની વસ્તુની ખરીદી થાય.બેંકમાં રોકાણો વધે.

(7) તુલા રાશિ (ર,ત): માતા થી શુભ સમાચાર.લાંબાગાળાની મહેચ્છાઓ પરિપૂર્ણ થાય.નવી- નવી ભેટ સોગાત મળે.

(8) વૃશ્ચિક રાશિ (ન,ય): ધાર્મિક યાત્રા સામુહિક રીતે થાય.ધર્મ સાથે ધંધો થાય.મહત્વના કરારો થઈ શકે.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ): લોહીને લગતી કે ડાયાબિટીસ ને લગતી તકલીફો વધે. બાકી રકમ ઉઘરાણી સ્વરૂપમાં મળે. કુટુંબના લાંબા ગાળાના સંબંધો બગડેલા સુધરી શકે.

(10) મકર રાશિ :(ખ,જ): લગ્નજીવન માટે શુભ સમય. વિદ્યાર્થીગણ માટે પ્રેમ પ્રસંગો કિસ્સા ઓ વધે.ટૂકી મુસાફરી થઈ શકે.

(11) કુંભ રાશિ(ગ,સ,શ) : શેરબજારના રોકાણ થી ફાયદો. નાની-નાની બીમારી આવી શકે. ચશ્માના નંબર વધી શકે.

(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ): જુના પ્રેમ પુન:ચાલુ થાય. વડીલોથી અનેકવિધ લાભ. શેરબજારમાં આયોજન પૂર્વક કામ કરવું.

X
Venus Cancer orbit,
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી