જ્યોતિષ / 2020નું બજેટ અશ્વિની નક્ષત્રમાં શરૂ થશે, શનિ-રાહુ-કેતુની સ્થિતિ વાતાવરણને દુવિધામાં રાખી શકે છે

union budget 2020 according to astrology

  • સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ તા. 26/11/1947 ના રોજ સાંજે 6:૦૦ વાગ્યે ભરણી નક્ષત્રમાં રજૂ થયેલું હતું

Divyabhaskar.com

Jan 31, 2020, 01:38 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ આવતીકાલ એટલે તા. 1/02/2020 શનિવારે સવારે 11:૦૦ વાગ્યે નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સંસદમાં બજેટ રજૂ કરશે. અમદાવાદના મેદનીય જ્યોતિષાચાર્ય ડો. હેમીલ પી. લાઠીયા જણાવે છે કે, આ બજેટ અશ્વિની નક્ષત્ર અને મેષ લગ્નમાં ચંદ્ર સાથે શરૂ થશે. ત્રીજે મિથુનનો રાહુ, આઠમે વૃશ્ચિકનો મંગળ, નવમા સ્થાને સ્વગૃહી ગુરુ સાથે કેતુ, દશમે સ્વગૃહી શનિ સાથે સૂર્ય અને અગિયારમા સ્થાને બુધ અને શુક્ર છે. નવમાંશ કુંડળી જોતા શનિ વર્ગોત્તામી બને છે.

2020નું બજેટ કેવું રહેશે?
બજેટ ઓછી ચર્ચાવાળું અને ટૂંકાગાળાના વિરોધવાળું હોઈ શકે, ગુરુ ચંદ્રનો નવ પંચમ યોગ પરિસ્થિતિને નિયંત્રિત કરશે. આવકમર્યાદામાં પણ સ્થિતિ થોડી સમતોલવાળી જોવા મળશે. શિક્ષણક્ષેત્રમાં સુધારો આવી શકે છે. જાસૂસી, સુરક્ષા ક્ષેત્રમાં સારૂં બની શકે, ખેતીવાડી અને ખેડૂતવર્ગને રાહત પેકેજ મળી શકે છે. બેંક અને વીમા ક્ષેત્રમાં સારો સુધારો સંભવિત છે. સૂર્ય અને શનિની યુતિ દશમા સ્થાને હોવાથી આક્રોશ બતાવે છે. પરંતુ તે આક્રોશ ઉગ્ર બને નહીં તેવા યોગ જણાય છે. શનિ વર્ગોત્તામી બને છે અને રાહુ-કેતુ પણ ઉચ્ચના છે જે છળ-કપટ કે યુક્તિ-પ્રયુક્તિ વડે વાતાવરણને દુવિધામાં વધુ રાખે. મંદી નિયંત્રણનાં પગલાં લેવાય પરંતુ ગુરુ સાથે કેતુની યુતિ અને ભાગ્ય ભાવ પાપ ગ્રહ વચ્ચે આવે છે માટે મંદી નિયંત્રણમાં રહે તેવી સંભાવના ઓછી છે, બજારની સ્થિતિ અનિયંત્રિત રહે.

X
union budget 2020 according to astrology

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી