યોગ / મિથુન રાશિમાં ત્રિગ્રહ યોગ : વૃષભ રાશિના જાતકોને સફળતા અપાવશે, 12 રાશિ ઉપર તેની સીધી અસર પડશે

Trigah Yog in Mithun Rashi

divyabhaskar.com

Jun 01, 2019, 11:15 AM IST

ધર્મડેસ્ક: મંગળ અને રાહુ ગ્રહ પહેલેથી જ યુતિ બનાવીને મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. જ્યારે બુધ ગ્રહના પ્રવેશથી મિથનુ રાશિમાં ત્રિગ્રહ યોગ બનશે. આ ગોચરથી 12 રાશિ પર સીધી અસર પડશે.


મેષ રાશિ- આ રાશિના જાતકોનું ધ્યાન કામમાં એકાગ્ર થશે. કામ કરવામાં સક્ષમ બનશો. ધનલાભ કરાવશે. પિતા સાથે સંબંધ મધુર બનશે. પિતાનો સહકાર મળશે. પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. લગ્નજીવન મધુર બનશે. વિદ્યાર્થીને સારું પરિણામ અપવાશે. ત્વચા સંબંધી રોગ પરેશાન કરી શકે છે. વાહન ચલાવતી વેળાએ સાવધાની રાખવી.


વૃષભ રાશિ- આ ગોચર તમારા ધનભાવમાં બની રહ્યું છે. પૈસાની બચત થશે. પિતૃક સંપત્તિની સમસ્યા ઉકેલાશે. વાણીનો સંભાળીને પ્રયોગ કરવો. બિઝનેસમાં સફળતા મળશે. અટવાયેલા પૈસા પરત મળશે. લગ્નજીવન સારું રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વિદ્યાર્થીઓ માટે આ ગોચર સારું પરિણામ અપાવશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આંખની સંભાળ રાખવી. કડવી વાણીનો પ્રયોગ ન કરવો. ઈજાથી બચવું. લાલચમાં પડવું નહીં.


મિથુન રાશિ- ક્રોઘ જતો રહેશે. લોકો સામે તમારી ઈમેજ સુધરશે. સમાજમાં તમારું સન્માન વધશે. સમાજમાં તમે આકર્ષણનું કેન્દ્ર બનશો. સ્વાસ્થ્ય સુધરશે. લગ્નજીવનમાં ચાલી રહેલો અવરોધ દૂર થશે. પરીવાર સાથે સમય વિતશે. ઘરમાં માંગલિક કાર્ય થશે. વાણીથી તમે બધાને આકર્ષિત કરશો. લોકો તમારી સલાહ લેશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય છે. ખોટી સંગત કરવી નહીં.


કર્ક રાશિ- થોડું સાવધાન રહેવું. આ સમયમાં તમારી મુશ્કેલી વધી શકે છે. વિદેશ જવાનો માર્ગ મોકળો થશે. ખર્ચમાં વધારો થશે. કોર્ટના કામમાં ખર્ચ થશે, પણ તમારી જીત થશે. આંખની બીમારી થઈ શકે છે. આળસ થશે. દરેક સ્થિતિને સમજીને નિર્ણય લેવો. ચંદ્રમાના મંત્રનો જાપ કરવાથી ફાયદો થશે.


સિંહ રાશિ- આ રાશિના લાભ ભાવમાં આ ગોચર બની રહ્યું છે. મહાધન યોગનું નિર્માણ થશે. આવકમાં વધારો થશે. પરિવારમાં સંબંધો મજબૂત બનશે. દરેક કામમાં સફળતા અપાવશે. પ્રેમ સંબંધમાં પણ સફળતા અપાવશે. મોટા લોકો સાથે મુલાકાત થશે. પ્રતિષ્ઠામાં વધારો થશે. એકાગ્રતામાં વધારો થશે. વિદ્યાર્થીઓને સફળતા મળશે.નવી નવી વસ્તુને શીખવામાં તમારો રસ વધશે.


કન્યા રાશિ- આ ગોચર 10માં ભાવમાં બની રહ્યું છે. તમારી પ્રગતિ થશે. પિતા સાથે સંબંધ મધુર બનશે. પિતાના સહકારથી કામમાં સફળતા મળશે. સરકારી નોકરીમાં બઢતી થશે. દરેક વ્યક્તિ તમારી સાથે સંબંધ સુધારશે. બિઝનેસમાં નવી યોજના બનાવવી. ફાયદો થશે. પરિવારમાં સંબંધો બગડી શકે છે. ઘર લેવા માટે શ્રેષ્ઠ સમય છે. સમસ્યામાંથી બહાર નિકળવા માટે સારો સમય છે, પ્રયત્ન કરતા રહેવું.

તુલા રાશિ- આ ગોચર ભાગ્ય ભાવમાં બની રહ્યુ છે. પિતાના સુખોમાં વૃદ્ધિ થશે. હકારાત્મક પરિણામ મળશે. દરેક ક્ષેત્રમાં લાભ થશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. આધ્યાત્મિક ક્ષેત્રમાં તમારો લગાવ વધશે. ધર્મ સાથે જોડાયેલા કામ કરવા માટે સારો સમય છે. ભવિષ્ય માટે મોટી યોજના બનાવવા માટે સારો સમય છે. ગણેશજીના મંત્રનો જાપ કરવાથી વધુ ફાયદો થશે.


વૃશ્ચિક રાશિ- આ રાશિના જાતકોએ સાવધાની રાખવી. આ ગોચરના કારણે તમે સંભવિત નુકસાનને પણ લાભમાં ફેરવી શકશો. બચત નહીં થાય, ખર્ચમાં વધારો થશે. બિઝનેસમાં મુશ્કેલી વધશે. મંગળના મંત્રનો જાપ કરવાથી લાભ થશે. વાણીમાં મીઠાશ લાવવી. મહેનત વધારે કરવી. ગણિતના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલી સર્જાશે.


ધન રાશિ- તમારી વાણી પ્રભાવશાળી બનશે. લગ્નજીવન મધુર બનશે. વિવાદ દૂર થશે. નોકરિયાતવર્ગ માટે સારો સમય છે. આવકમાં વધારો થશે. સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશો. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળશે. ગણેશજીના મંત્રનો જાપ કરવો.

મકર રાશિ - આ ગોચર તમારા છઠ્ઠા ભાવમાં બની રહ્યું છે. દુશ્મનો ઉપર જીત મેળવવા માટે આ સારો સમય છે. ભાગ્યનો સાથ ન મળવાથી મહેનતના પ્રમાણમાં પરિણામ મળશે નહીં. સમાજમાં તમારું વર્ચસ્વ વધશે. મહેનત વધારે કરવી. જોખમ લેવાથી સફળતા મળશે. પરિવારની જવાબદારી નિભાવવી. વડીલોની સલાહથી આગળ વધવું. સરકારી નોકરીની તૈયારી કરનાર માટે આ સમય સારો છે. હનુમાનજીની આરાધના કરવાથી વધારે લાભ થશે.


કુંભ રાશિ- પંચમ ભાવમાં આ ગોચર બની રહ્યું છે. ગર્ભવતી મહિલાઓએ સાવધાન રહેવું. ગણિતના વિદ્યાર્થીઓને ધારેલું પરિણામ મળશે. મુશ્કેલ સમસ્યાને તમે ઝડપથી ઉકેલી લેશો. નોકરી- બિઝનેસમાં આવક વધશે. અટવાયેલું ધન પરત મળી શકે છે. લગ્નજીવન સામાન્ય રહેશે. બાળકોનું સ્વાસ્થ્ય સંભાળવું. ઈજા ન થાય તે જોવું.


મીન રાશિ- ચતુર્થ ભાવમાં આ ચોગર થઈ રહ્યું છે. પારિવારની દ્રષ્ટિએ સમય સારો છે. ઘરમાં માંગલિક કાર્યો થશે. પરિવારમાં ખુશી આવશે. કાર્યક્ષેત્રમાં તમારું પ્રદર્શન સુધરશે. નવું વાહન કે ઘર ખરીદવા માટે શ્રેષ્ઠ સમય. ઉતાવળમાં નિર્ણય લેવો નહીં. પરિવારના સભ્યોની સલાહ લઈ નિર્ણય કરવો. લગ્નજીવન મધુર બનશે. નોકરીમાં બઢતી મળશે. પિતાનું સન્માન કરવું.

X
Trigah Yog in Mithun Rashi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી