રાશિફળ / 22 માર્ચ સુધી મંગળ ધન રાશિમાં રહેશે, આ રાશિ પરિવર્તન બારેય રાશિ ઉપર શુભાશુભ અસર કરશે

Till March 22, Mars will be in the zodiac, this zodiac effect will have an auspicious effect on all of the zodiac
X
Till March 22, Mars will be in the zodiac, this zodiac effect will have an auspicious effect on all of the zodiac

  • મેષ રાશિના લોકોની પરેશાનીઓ દૂર થઇ શકે છે, મંગળના કારણે વૃષભ રાશિના લોકોએ સાવધાન રહેવું

Divyabhaskar.com

Feb 10, 2020, 11:00 AM IST
ધર્મ દર્શન ડેસ્કઃ ગ્રહોના સેનાપતિ મંગળ ગ્રહે 8 ફેબ્રુઆરીએ રાશિ બદલી છે. આ ગ્રહે વૃશ્ચિકથી ધન રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે મંગળ 22 માર્ચ સુધી આ રાશિમાં રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે મંગળના રાશિ પરિવર્તનની અસર બધી જ 12 રાશિઓ ઉપર થશે. અહીં જાણો આવનાર સમય તમારા માટે કેવો રહેશે...

બારેય રાશિ ઉપર મંગળની અસર

1. મેષ

આ રાશિ માટે મંગળ પક્ષનો રહેશે. જૂની ચાલી રહેલી પરેશાનીઓ દૂર થઇ શકે છે. માનસિક તણાવથી મુક્તિ મળશે.
 

2. વૃષભ 

આ લોકો માટે મંગળની સ્થિતિ પરેશાનીઓ વધારશે. સાવધાન રહેવાનો સમય છે. વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું. ધૈર્યથી કામ લેવું.

3. મિથુન

મિથુન રાશિ માટે મંગળના લીધે વિઘ્નો વધી શકે છે. જીવનસાથી સાથે તાલમેલ ખરાબ થઇ શકે છે. સમજદારીથી કામ લેવું. ગુસ્સાથી બચવું.

4. કર્ક

આ રાશિના લોકો માટે મંગળની સ્થિતિ પક્ષની રહેશે. કામમાં વધારો થઇ શકે છે, પરંતુ સફળતા મળવાના યોગ છે.

5. સિંહ

અટવાયેલાં કાર્યોમાં ગતિ મળી શકે છે. સફળતા સાથે જ માન-સન્માનમાં વધારો થવાના યોગ છે. નોકરીમાં સુખ મળશે.

6. કન્યા

આ લોકોને મંગળના કારણે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં વાદ-વિવાદ થઇ શકે છે. શાંતિથી કામ લેવું, ગુસ્સો કરવો નહીં.

7. તુલા

તુલા રાશિના લોકોને મંગળના કારણે ધનલાભ મળી શકે છે. આત્મવિશ્વાસ વધશે અને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળી શકે છે.

8. વૃશ્ચિક

આ લોકોને મંગળના કારણે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખર્ચમાં વધારો થવાના યોગ છે. સમજી-વિચારીને કામ કરશો તો સારું રહેશે.

9. ધન

ધન રાશિમાં જ મંગળ રહેશે. જેથી સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું. ખાન-પાનમાં બેદરકારી કરશો નહીં. વેપારીઓને મોટો સોદો મળી શકે છે.

10. મકર

આ રાશિ માટે મંગળની સ્થિતિ પક્ષની નથી. ધૈર્ય અને સમજદારીથી કામ કરવું પડશે. જોશમાં લીધેલાં નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે.

11. કુંભ

કુંભ રાશિના લોકો માટે મંગળ લાભકારી સ્થિતિમાં આવી ગયો છે. ધન સંબંધી કાર્યોમાં ફાયદો થઇ શકે છે. ઘર-પરિવારમાં સુખ જળવાયેલું રહેશે.

12. મીન

આ લોકો માટે મંગળ પક્ષનો રહેશે. કાર્યોમાં સફળતા સાથે જ માન-સન્માનમાં વધારો થઇ શકે છે. પરિવાર સાથે સમય વ્યતીત થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી