જ્યોતિષ / 2020માં બધા જ 9 ગ્રહોનું રાશિ પરિવર્તન થશે, આખું વર્ષ મંગળ અસ્ત થશે નહીં

The zodiac of all 9 planets will change Rashi in 2020, Mars will not disappear all year long
X
The zodiac of all 9 planets will change Rashi in 2020, Mars will not disappear all year long

  • આ વર્ષે શનિ, રાહુ અને બૃહસ્પતિના રાશિ પરિવર્તનનો વિશેષ પ્રભાવ રહેશે

Divyabhaskar.com

Jan 04, 2020, 11:27 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ નવું વર્ષ 2020 અનેક રીતે ખાસ રહેશે. પંચાંગ પ્રમાણે આ વર્ષે બધા જ 9 ગ્રહો રાશિ બદલશે. એક જ રાશિમાં સ્થિર ચાલી રહેલો શનિ પણ જાન્યુઆરી 2020માં રાશિ બદલશે. શનિના રાશિ બદલવાથી સાડાસાતીનો સમયગાળો શરૂ થઇ જશે. ત્યાં જ, બૃહસ્પતિ માર્ગી અને વક્રી થતાં રાશિઓમાંથી પસાર થશે. એટલાં માટે આ ગ્રહોના રાશિ પરિવર્તનથી ભારતમાં થોડાં બદલાવ પણ જોવા મળશે.

જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રા પ્રમાણે 2020ની શરૂઆત પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં થઇ છે. આ ગુરૂનો નક્ષત્ર છે. 2020નો સૂર્યોદય બૃહસ્પતિના નક્ષત્રમાં હોવાથી આ વર્ષ વેપારીઓ અને નોકરિયાત લોકો માટે ખૂબ જ કલ્યાણકારી રહેશે. નવા વર્ષમાં ધન રાશિમાં પંચગ્રહી યોગ બનવાથી અને મંગળના સ્વગૃહી હોવાથી વિવિધ રાશિઓ ઉપર તેની અસર પડશે.

ગ્રહોની ચાલ બદલવાથી જીવન ઉપર અસર પડશેઃ-
રાહુ 2020ની શરૂઆતમાં મિથુન રાશિમાં ગોચર કરશે અને 23 સપ્ટેમ્બર 2020ના રોજ તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. કેતુ ધન રાશિમાં ચાલી રહ્યો છે અને વર્ષ 2020માં આ જ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ 23 સપ્ટેમ્બર 2020ના રોજ વૃશ્ચિક રાશિમાં આવી જશે. વર્ષની શરૂઆતમાં શનિ અસ્ત રહેશે. શનિનો ઉદય 1 ફેબ્રુઆરી 2020ના રોજ થશે.

દેશ ઉપર ગ્રહોનો પ્રભાવ

1. સૂર્ય

સૂર્ય દરેક રાશિમાં લગભગ એક મહિના સુધી રહે છે. સૂર્યદેવ 14 જાન્યુઆરીએ મકર રાશિમાં ગોચર સાથે પોતાની સફર શરૂ કરશે અને આ રીતે 12 રાશિઓમાંથી પસાર થતાં છેલ્લે ધન રાશિમાં પ્રવેશ કરશે. આ વર્ષે સૂર્ય એક જ વાર ગ્રસિત થશે. એટલાં માટે પ્રશાસનિક વ્યવસ્થાઓમાં પણ મજબૂતી આવી શકે છે.

2. મંગળ

વર્ષની શરૂઆતમાં મંગળનું વૃશ્ચિક રાશિમાં ગોચર શરૂ રહેશે. ત્યાર બાદ 7 ફેબ્રુઆરીએ ધન રાશિમાં પ્રવેશ કરશે. વર્ષના અંતમાં 24 ડિસેમ્બરે મંગળનું અંતિમ ગોચર મેષ રાશિમાં થશે. આ આખું વર્ષ મંગળ વક્રી થશે નહીં. જેના કારણે સેના, પોલીસ અને સશસ્ત્રબળની સ્થિતિ મજબૂત બનશે અને દેશમાં અનુશાસન બનશે. આ વર્ષે દુશ્મન દેશ ઉપર સૈનિક કાર્યવાહી થવાની સંભાવના પણ છે.
 

3. બુધ

વર્ષની શરૂઆતમાં બુધનું ધન રાશિમાં ગોચર શરૂ રહેશે. 13 જાન્યુઆરીએ બુધ મકર રાશિમાં પ્રવેશ કરશે. વક્રીય ગતિથી બુધ 17 ડિસેમ્બરે એકવાર ફરી ધન રાશિમાં આવી જશે. બુધના પ્રભાવથી દેશની અર્થવ્યવસ્થા અને શેરબજાર સહિત અન્ય આર્થિક મામલાઓમાં ઉન્નતિ થઇ શકે છે.

4. બૃહસ્પતિ

બૃહસ્પતિનું ગોચર ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 2020ની શરૂઆતમાં બૃહસ્પતિનું ગોચર ધન રાશિમાં રહેશે. ત્યાં જ, 29 માર્ચે આ રાશિમાં વક્રીય થશે. ત્યાર બાદ માર્ગીય ગતિથી તે 29 જૂને ફરીથી ધન રાશિમાં આવી જશે. ત્યાર બાદ 20 નવેમ્બરે મકર રાશિમાં પ્રવેશ કરશે. બૃહસ્પતિના પ્રભાવથી દેશમાં ધર્મ અને સંપ્રદાય સંબંધી મામલાઓને લઇને ઉથલપાથલ રહેશે.

5. શુક્ર

9 જાન્યુઆરીએ શુક્ર ગ્રહ કુંભ રાશિથી તેની યાત્રા શરૂ કરશે. વર્ષભર વિવિધ રાશિઓથી પસાર થતાં તે 11 સપ્ટેમ્બરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનો શુભ પ્રભાવ દેશની મહિલાઓ અને આર્થિક સ્થિતિ ઉપર પડશે. જેના કારણે દેશની અર્થવ્યવસ્થા અને મહિલાઓની સ્થિતિ મજબૂત રહી શકે છે.

6. શનિ

શનિદેવ ગ્રહોના ન્યાયાધિપતિ છે. શનિદેવની સાડાસાતીથી દરેક વ્યક્તિ ભયભીત રહે છે. 24 જાન્યુઆરીએ શનિ મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યાર બાદ અઢી વર્ષ સુધી આ રાશિમાં રહેશે. આ કારણે વૃશ્ચિક રાશિથી સાડાસાતી પૂર્ણ થઇ જશે. 24 જાન્યુઆરીથી ધન રાશિ ઉપર સાડાસાતીની અંતિમ ઢૈય્યા શરૂ થશે. સાથે જ, આખું વર્ષ પોતાની જ રાશિમાં રહેવાથી દેશની ન્યાય વ્યવસ્થા મજબૂત થશે અને લાંબાગાળાના મામલાઓમાં લોકોને ન્યાય મળશે. શનિના કારણે દેશમાં અપરાધિઓને સજા મળશે. ખોટાં કામ કરતાં લોકો માટે વર્ષ 2020 ઠીક રહેશે નહીં.

7. રાહુ-કેતુ

આ વર્ષ સપ્ટેમ્બરમાં રાહુ અને કેતુ રાશિ બદલીને વૃષભ અને વૃશ્ચિક રાશિમાં આવી જશે. રાહુ-કેતુના બદલાવથી દેશમાં સિઝનલ બદલાવ આવી શકે છે. આ 2 ગ્રહોના પ્રભાવથી દેશ અને રાજ્યોની સીમાઓ સાથે જોડાયેલાં બદલાવ જોવા મળશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી