• Home
  • Dharm Darshan
  • Jyotish
  • The sun Transit in Libra on 17th October, time will be inauspicious for these 7 zodiac until 16th November

રાશિફળ / ગુરૂવારે સૂર્ય રાશિ બદલીને તુલામાં પ્રવેશ્યો, 16 નવેમ્બર સુધી આ 7 રાશિઓ માટે સમય અશુભ રહેશે

The sun Transit in Libra on 17th October, time will be inauspicious for these 7 zodiac until 16th November

Divyabhaskar.com

Oct 18, 2019, 08:36 AM IST

ર્મ ડેસ્ક- તા.૧૭ ને ગુરુવારના રોજ સંકટ ચતુર્થીથી ગ્રહમંડળમાં સૂર્ય તુલા રાશિમાં પ્રવેશ કરતા તુલા સંક્રાંતિનો પ્રારંભ થશે. મેષ રાશિમાં સૂર્ય ઉચ્ચનો બને છે જ્યારે તુલા રાશિમાં સૂર્ય નીચનો બને છે. કારણ કે તુલા રાશિ નો સ્વામી શુક્ર--સૂર્ય ગ્રહને અનુકૂળ નથી. જાણીતા જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર હવે હેમંતઋતુનો અનુભવ થશે.


તુલા સંક્રાંતિના પ્રારંભ થતાની સાથે વાતાવરણમાં ધીમે-ધીમે ઠંડક વધશે અને નદીઓનાં પાણી નિર્મળ બનતા જોવા મળશે. આ ઉપરાંત વહેલી સવારે તેમજ મોડી રાત પછી નો ચમકારો વિશેષ જોવા મળે, ત્યારે લોકોમાં સકારાત્મક ઉર્જા વિશેષ બની રહેશે. શક્તિવર્ધક તેમજ આયુર્વેદિક ઔષધિઓનું વેચાણ વધે. આ પરિભ્રમણ દરમિયાન દિવાળી ના પર્વમાં લક્ષ્મી પ્રાપ્તિ, આર્થિક ઉન્નતિ તથા સર્વ પ્રકારે સુખકારી પ્રાપ્ત કરવા માટે યેન-કેન પ્રકારે પૂજા અર્ચના કરવામાં આવશે. ભારત દેશના અન્ય દેશની સાથે રાજકીય રીતે શાંતિ સુમેળભર્યા સંબંધો વધુ જોવા મળે. પ્રજાજનો નું આરોગ્ય કંઈક અંશે પ્રદૂષણમાં બગડે જેમાં ફેફસાના રોગો, શ્વસનતંત્ર ના રોગો ના દર્દીઓમાં વધારો થાય. અનાજ, કઠોળ મોંઘા થવાની સંભાવના નકારી શકાતી નથી. ચંદ્ર રાશિથી કેવું શુભા-શુભ મળશે તે અંગે જાણીતા જ્યોતિષી પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા અનુસાર..


(1) મેષ રાશિ : નોકરી-ધંધો- વ્યવસાયના દ્રષ્ટિકોણ થી ખૂબજ સારો સમય.બગડેલા કાર્યો અચાનક બનશે.કોઈના દબાણ અને પ્રભાવ હેઠળ ન આવવું.

(2) વૃષભઃ રાશિ :લેણદેણની બાબતો માં તકેદારી રાખવી.ધાર્મિક કાર્યો માટે પ્રવાસ થાય.આત્મવિશ્વાસ માં વધારો થાય.

(3) મિથુન રાશિ : તમારા નસીબના સ્ટાર પ્રબળ બને.શત્રુઓના કાવતરાં નિષ્ફળ જશે.નજીકના મિત્રો તરફથી કપટ અથવા તકલીફ થઈ શકે છે.

(4) કર્ક રાશિ : આર્થિક,માનસિક સુખ અને શાંતિ પ્રાપ્ત થશે.મહિનાના અંતે બિનજરૂરી ખર્ચ લાવી શકે છે.જેનાથી મન પરેશાન થશે.સ્વાસ્થ્ય તરફ વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.

(5) સિંહ રાશિ :કોઈ શુભ સમાચાર મળવાના કારણે મનમાં ઉત્સાહ અને ઉમંગ વધશે.વ્યવસાયિક યોજનાઓ સફળ થશે.મહાનુભાવોના સંપર્કમાં રહેવાથી ભાવિ નફાકારક યોજનાઓને અમલમાં મૂકવામાં મદદ મળશે.

(6) કન્યા રાશિ : દ્વિચક્રી વાહન કાળજીપૂર્વક ચલાવો.ધાર્મિક કાર્યોમાં રસ વધશે.નોકરી-ધંધાના કાર્યમાં વારંવાર ભૂલો થાય.

(7) તુલા રાશિ :અહંકાર અને કડવાશનો ત્યાગ કરો અને શત્રુઓની સાથે સમાધાન કરો.સંતાન ના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો.

(8) વૃષીક રાશિ :વેપાર, શારીરિક,સામાજિક દૃષ્ટિકોણથી શૂભ સમય.વિરોધીઓ સામે બદલો લેવા માટે શુભ સમય. માનસિક ઉદ્વેગ અશાંતિ અજંપો સતત વધે.


(9) ધન રાશિ :સામાજિક સ્થળે તમારું સ્તર વધશે.મોટાભાગની કેટલીક સમસ્યાઓ ઉકેલ આવશે.
નોકરી-ધંધામાં અનપેક્ષિત લાભ મળશે.


(10) મકર રાશિ :મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં થોડોક સમય રાહ જુઓ.ધંધામાં મર્યાદિત સાહસ કરશો.આરોગ્ય માટે ચિંતાઓ વધે.


(11) કુંભ રાશિ : ભાગ્ય વૃદ્ધિનો યોગ છે.સ્વાસ્થ્ય આકસ્મિક કથળે.નાની મોટી યાત્રાઓ ફાયદાકારક રહેશે.

(12) મીન રાશિ : તમારે સંયમ અને સમજથી તેમનો સામનો કરવો પડશે.માન જાળવવા માટે કોઈની સાથે દલીલ કરવાનું ટાળો.જુના રોકાણો થી વિશેષ લાભ.

X
The sun Transit in Libra on 17th October, time will be inauspicious for these 7 zodiac until 16th November

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી