ગ્રહ પરિવર્તન / બુધનું સિંહ રાશિમાં પરિભ્રમણ, 12 રાશિ ઉપર તેની શું અસર થશે?

The lion of Mercury is in the zodiac

Divyabhaskar.com

Aug 26, 2019, 11:59 AM IST

ધર્મ ડેસ્ક. સૌરગ્રહ ગોચર પરિભ્રમણમાં યુવારાજ-બુધ ગ્રહ સિંહ રાશિમાં સતત 15 દિવસ એટલે કે તા. 10 સપ્ટેમ્બર સુધી (અગ્નિ તત્વ) પરિભ્રમણ કરશે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા
પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યાનુસાર ગ્રહ મંડળમાં લગભગ સૂર્ય-શુક્રની આસપાસ અવિરત ફરતો હોય છે. મિથુન અને કન્યા રાશિનો સ્વામી છે. જ્યારે કન્યામાં ઉચ્ચ રાશિ બને છે. મીન નીચ રાશિ બને છે, તેની દિશા ઉત્તર છે અને તેના દેવતા વિષ્ણુની ગણના થાય છે. જાતિ તરીકે નપુસક ગ્રહ ની ગણવામાં આવે છે. તેનો ભાગ્યોદર ઉ.વ.32 છે. તે જન્મ લગ્ન કુંડળી માં કારક સ્થાન નંબર 4,10 માટે ગણાય છે. તેનું મૂળભૂત તત્વ પૃથ્વી ગણાય છે.

બુધ ગ્રહની વિશેષ ખાસિયત એ છે કે, જે ગ્રહ સાથે રહે તેવા ગુણધર્મ પ્રાપ્ત કરે છે. તેનું મૂળભૂત કારકત્વ વાચા શકિત, વણીક બુધ્ધિ, વેર-વ્યવસાય, લેખન, વાંચન, કૌશલ્ય, નિર્ણયશક્તિ, કરકસર, કુનેહ ભાવનાની ગણના થાય છે. આ પરિભ્રમણમાં નૈસર્ગીક કુંડળીમાં પાંચમા ભાવમાં થવાથી વિદ્યાર્થીગણ માટે સુપર્બ બનશે.સોનુ લાલચોળ બને, શેર બજારમાં મોટા ચડાવ-ઉતાર આવે. વરસાદ ખૂબ જ સારો બની રહે. ચંદ્ર રાશિથી દરેક રાશિના જાતકોને કેવું ફળ મળે એ નીચે મુજબ સમજાવેલ છે.


*********************************


(1)મેષ રાશિ (અ,લ,ઈ): માનસિક સ્થિતિ બગાડે,લગ્ન જીવનમાં શુભ સમાચાર મળે. નોકરીમાં આકસ્મિક પ્રમોશન મળી શકે.

(2)વૃષભ રાશિ (બ,વ,ઊ):વાણી વ્યવહાર થી સન્માન મળે.વધુ પડતું સાહસ ન કરવું.શેર-સટ્ટાથી ફાયદો .

(3)મિથુન રાશિ( ક,છ,ઘ):વેપાર-વ્યવસાય થી આર્થિક ધનલાભ. જુનુ મકાન-વાહન વહેચાય.માતાથી આકસ્મિક શુભ સમાચાર.

(4) કર્ક રાશિ (હ,ડ): વધુ પડતા ખર્ચોઓ વધે.સંદેશાવ્યવહાર થી શુભ તક મળે. નાના ભાઈ-ભાંડુ થી યશની પ્રાપ્તિ થાય.

(5)સિંહ રાશિ (મ,ટ): અનેકવિધ લાભો ઘટના બને.કુટુંબ કબીલામાં નવી-નવી આર્થિક તકો મળતી જોવા મળે.

(6)કન્યા રાશિ (પ,ઢ,ણ) :નવી નોકરી-ધંધામાં તકોનું સર્જન થાય. ઇચ્છા પરિપૂર્ણ થાય.પુરુષાર્થનું ફળ પ્રાપ્તિ થાય.

(7)તુલા રાશિ (ર,ત):ભાગ્યમાં શુભ ના વણાક આવે.વિદેશના વ્યવહારમાં નુકસાની આવે. નોકરીમાં પ્રમોશન મળી શકે.

(8)વૃશ્ચિક રાશિ (ન,ય): મચ્છરો કરડવાથી માદંગી આવે.સંતાન ને સન્માન મળે.ચોપગા પ્રાણીથી કાળજી રાખવી.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ): લગ્નજીવનમાં વારંવાર ઝધડા થાય.વિજાતીય પાત્ર સાથે પ્રેમનો એકરાર થાય.મહત્વનો નિર્ણય ફોટો લેવાય.

(10)મકર રાશિ (ખ,જ): ચામડીના રોગો ઉદ્દભવે.પીવાના પાણીમાં કાળજી રાખવી. મહત્વના નિર્ણયો જાણકાર વ્યક્તી પાસેથી લેવો.

(11) કુંભ રાશિ(ગ,સ,શ) : પ્રેમ-પ્રસંગમાં વિવાદ થાય.સંતાન ની સમસ્યા વધુ સતાવે.સરકારી કામકાજમાં વિવાદ થાય.

(12)મીન રાશિ (દ,ચ,ઝ,થ): જૂનું મકાન વેચાણ ની સામે નવું મકાન લેવાય.તમારા સમાજ સોસાયટીમાં માન-સન્માન વધે. જૂની બીમારી ના નિવારણ માટે કાળજી રાખવી.

X
The lion of Mercury is in the zodiac

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી