ગુરુ પૂર્ણિમા / વર્ષ 2019નું અંતિમ ચંદ્રગ્રહણ, 16 જુલાઈની રાત્રે ભારત સહિત યુરોપ-અમેરિકામાં પણ દેખાશે

The final Moonlight will be seen in India, Europe and America, including on the night of July 16

The final moonlight of 2019 on the night of 16th  July
X
The final moonlight of 2019 on the night of 16th  July

  • ગુરુપૂર્ણિમા અને શનિ, કેતુ, ચન્દ્ર સાથે 149 વર્ષ પછી ચંદ્રગ્રહણનો યોગ, તમામ 12 રાશિઓ પર સીધી અસર કરશે

Divyabhaskar.com

Jul 15, 2019, 07:11 PM IST

ધર્મ ડેસ્ક. મંગળવાર અને બુધવાર એટલે કે 16-17 જુલાઈનાં રોજ રાત્રિ દરમિયાન ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે. અષાઢ માસની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા અને આ અવસરે જ ચંદ્રગ્રહણ પણ થઈ રહ્યું છે. ભારત સહિત આ ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, એશિયા, યુરોપ અને દક્ષિણ આફ્રિકામાં દેખાશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ મંગળવારે, 16 જુલાઈ 2019ની રાત્રે અંદાજે 1.31 કલાકે ગ્રહણ શરૂ થશે. તેનો મોક્ષ 17 જુલાઈના રોજ વહેલી પરોઢે 4.30 કલાકે થશે. વર્ષ 2019નું આ છેલ્લું ચંદ્રગ્રહણ છે. 

ક્યારે શરૂ થશે સૂતક

ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલા શરૂ થશે. ચંદ્રગ્રહણનું સૂતક આવતી કાલે 16 જુલાઈએ બપોરે 4.30 કલાકેથી શરૂ થઈ જશે. જે 17 જુલાઈની સવારે 4.30 વાગ્યા સુધી રહેશે. 

સૂતક પહેલાં પૂજા-પાઠ કરવા

16 જુલાઈએ ગુરુપૂર્ણિમા હેવાથી આ દિવસે વિશેષ પૂજા-પાઠ કરવાની પરંપરા છે. આ દિવસે ખાસ ગુરુની પૂજા કરવામાં આવે છે. ચંદ્રગ્રહણ હોવાથી આ દિવસે બપોરે 4.30 પહેલાં તમામ પૂજા-પાછ પૂર્ણ કરી દેવા જોઈએ. ત્યારપછી સૂતક કાળ શરૂ થતો હોવાથી પૂજા-પાઠ કરી શકાશે નહીં.

ગ્રહણનો સમય અને ગ્રહોની સ્થિતિ

શનિ અને કેતુ ગ્રહણ સમયે ચન્દ્ર સાથે ધન રાશિમાં રહેશે. તેથી ગ્રહણનો પ્રભાવ વધી શકે છે. સૂર્યની સાથે રાહુ અને શુક્ર પણ રહેશે. સૂર્ય અને ચન્દ્ર ચાર વિપરિત ગ્રહ શુક્ર, શનિ, રાહુ અને કેતુનાં ઘેરાવમાં રહેશે. મંગળ નીચે રહેશે. આ ગ્રહ યોગના કારણે તણાવ વધી શકે છે. ભૂકંપની પણ શક્યતા રહેશે. પૂર, તોફાન અને અન્ય પ્રાકૃતિક વિપદાઓના કારણે નુકશાન થવાનો યોગ પણ બની શકે છે. 

149 વર્ષ પછી ચંદ્રગ્રહણ પર દુર્લભ યોગ

12 જુલાઈ, 1870નાં રોજ એટલે કે 149 વર્ષ પહેલાં પણ ગુરુપૂર્ણિમાના અવસરે જ ચંદ્રગ્રહણ થયુ હતુ. તે સમયે પણ શનિ, કેતુ અને ચન્દ્ર સાથે ધન રાશિનો ઘેરાવો રહ્યો હતો. સૂર્ય રાહુની સાથે મિથુન રાશિમાં હતો. 

ગ્રહણ સાથે જોડાયેલી કેટલીક માન્યતાઓ

ચંદ્રગ્રહણને લઈને એક એવી માન્યતા પ્રવર્તે છે કે, જ્યારે રાહુ ચન્દ્ર અથવા સૂર્યને ક્રોસ કરે ત્યારે ગ્રહણ થાય છે. જેને લઈને એવી કથા પ્રચલિત છે કે, પ્રાચિન સમયમાં જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે અમૃત કળશ નીકળ્યો હતો. અસુરો પણ અમૃતપાન કરવા માગતા હતા પરંતુ ભગવાન વિષ્ણુએ તે માત્ર દેવતાઓને જ અમૃતપાન કરાવ્યું હતું. તે સમયે અસુર રાહુએ વેશ બદલીને દેવતાઓ સાથે અમૃતપાન કર્યું હતું. સૂર્ય અને ચન્દ્રએ રાહુને ઓળખી લીધો હતો અને તે વાત ભગવાન વિષ્ણુંને જણાવી હતી. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું હતું. સૂર્ય-ચન્દ્ર સાથે બદલો લેવા માટે રાહુ આ ગ્રહોને નડે છે. જ્યારે જ્યારે રાહુ સૂર્ય અને ચન્દ્રને નડે છે ત્યારે-ત્યારે ગ્રહણ થાય છે.  

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી