તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • Surya Ka Rashifal, Surya In Meen Rashi, Surya Transit In Pisces, Rashifal Surya Ka Rashi Parivartan

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

13 એપ્રિલ સુધી સૂર્ય ગુરુની મીન રાશિમાં રહેશે, બધી 12 રાશિઓ ઉપર સૂર્યની શુભ-અશુભ અસર રહેશે

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • સૂર્યને લીધે મેષ રાશિના લોકોને ખર્ચાઓમાં વધારો થઈ શકે છે, વૃષભ રાશિના લોકોને આવકમાં વધારો થશે

ધર્મ દર્શન ડેસ્ક- 14 માર્ચે બપોરે સૂર્ય રાશિ બદલી રહ્યો છે. આ ગ્રહ કુંભ રાશિથી મીન રાશિમાં પ્રવેશ કરશે અને 13 એપ્રિલ સુધી આ જ રાશિમાં રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે મીન રાશિ ગુરુ ગ્રહની રાશિ છે. સૂર્ય આ રાશિમાં ગુરુ ગ્રહની સેવામાં રહેશે. જેને લીધે આ સમયને ખરમાસ કહેવામાં આવે છે. 13 એપ્રિલ સુધી બધા માંગલિક કામ કરવા વર્જિત(નિષેધ) રહેશે. જાણો 12 રાશિઓ માટે કેવો રહેશે મીન રાશિમાં સૂર્યની અસર.

મેષ- મેષ રાશિના જાતકોના ખર્ચાઓમાં વધારો થઈ શકે છે. આ લોકો માટે સૂર્ય બારમા ભાવમાં રહેશે, જેને લીધે આંખો સાથે જોડાયેલી સમસ્યા રહી શકે છે. માનસિક તણાવ વધશે.

વૃષભ- આ જાતકો માટે હવે સૂર્ય અગિયારમાં ભાવે રહેશે. વૃષભ રાશિવાના જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. ધનને લગતાં કામોમાં વિશેષ લાભ મળી શકે છે.

મિથુન- આ જાતકો માટે સૂર્ય દશમા ભાવે રહેશે. સૂર્યને લીધે ઘર-પરિવારમાં શુભ કામના યોગ બનશે. પરિવારની મદદથી લાભ મળી શકે છે.

કર્ક- આ રાશિ માટે સૂર્ય નવમા ભાવે રહેશે. તમારા માટે સમય શુભ રહેશે. કિસ્મતનો સાથ મળશે. માન-સન્માનમાં વધારો થશે.

સિંહ- તમારા માટે સૂર્ય આઠમા ભાવમાં રહેશે. આ રાશિના જાતકોને અજાણ્યા ડરનો સામનો કરવો પડી શકે છે. માનસિક તણાવ વધી શકે છે. કઠોર મહેનત કરવી પડી શકે છે.

કન્યા- જીવનસાથીની સાથે તાલમેળ બગડી શકે છે. પ્રેમ ટકાવી રાખો. ધૈર્યથી કામ કરો. વેપારમાં લાભના સોદાઓ થઈ શકે છે, પરંતુ સાવધાન રહીને કામ કરો.

તુલા- તમારા માટે સૂર્ય છઠ્ઠા ભાવે રહેશે. તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. દુશ્મનો પર વિજય મળી શકે છે. ધૈર્ય ટકાવી રાખો.

વૃશ્ચિક- આ રાશિથી સૂર્ય પાંચમા ભાવે રહેશે. સંતાનથી સુખ મળશે. નોકરીમાં લાભ મળવાના યોગ બની રહ્યા છે. માન-સન્માન વધશે.

ધન- આ જાતકો માટે ચોથા ભાવનો સૂર્ય લાભદાયી રહેશે. ધનલાભ મળવાના યોગ બની રહ્યા છે. તમારા માન-સન્માનમાં વધારો થઈ શકે છે.

મકર- ત્રીજા ભાવનો સૂર્ય તમારી માટે મનગમતા સ્થળે જવાનો યોગ બનાવી રહ્યો છે. ભાઈઓથી સહયોગ મળશે. ધનલાભના યોગ બની શકે છે.

કુંભ- તમને સૂર્યને લીધે લાભ થઈ શકે છે. ઘર-પરિવારમાં ધૈર્ય ટકાવી રાખો, ગુસ્સા પર કાબૂ રાખો. આંખો સાથે જોડાયેલી કોઈ બીમારી થઈ શકે છે.

મીન- સૂર્ય હવે આ રાશિમાં રહેશે. સૂર્ય તમારા પ્રભાવમાં વધારો કરી શકે છે. ધન લાભ મળી શકે છે. અડચણોને દૂર કરી શકવામાં સફળતા મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો