તુલા સંક્રાંતિ / સૂર્યનો તુલામાં પ્રવેશ થતાંની સાથે જ હેમંત ઋતુનો પ્રારંભ થશે, 12 રાશિના લોકોમાં હકારાત્મક ઊર્જા વધશે

sun transit in Libra, Sun transist in Libra zodiac sing know effect on your life

  • 17 ઓક્ટો. થી 16 નવેમ્બર સુધી તુલાસંક્રાતિ, અનાજ અને કઠોળ મોંઘા થવાની સંભાવના

Divyabhaskar.com

Oct 15, 2019, 05:28 PM IST

ધર્મ ડેસ્ક- 17 ઓક્ટોબરના દિવસે સૂર્ય તુલા રાશીમાં પ્રવેશ કરતા જ તુલા સંક્રાતિનો પ્રારંભ થશે.જેના પગલે હેમંત ઋતુનો અનુભવ થશે. તુલા સંક્રાતિના પ્રારંભના પગલે વાતાવરણમાં ધીરેધીરે ઠંડક વધશે અને નદીઓના પાણી નિર્મળ થશે.આ ઉપરાંત વહેલી સવારે તેમજ સુર્યાસ્ત પછી ઠંડીનો ચમકારો અચૂક જોવા મળશે. જ્યારે લોકોમાં હકારાત્મક ઊર્જા રહેશે. શાસ્ત્રી નયનભાઈ જોશીઅએ વધુમાં જણાવ્યું હતું કે, આસો વદ ત્રીજના દિવસે સંકટ ચતુર્થી અને ગુરૂવારનો યોગ સર્જાશે. ગુરૂવારે વૃષભ રાશિનો ઉચ્ચનો ચંદ્ર હોવાથી આ દિવસે કરવામાં આવતા વ્રતનો સ:વિશેષ લાભ અને મહત્વ શાસ્ત્રમાં વર્ણન કરેલો છે. લક્ષ્મી પ્રાપ્તિ, આર્થિક પ્રગતિ માટે પણ શ્રીયંત્રની સ્થાપના પૂજન માટે આ ઉત્તમ શ્રેષ્ઠ મૂહૂર્ત રહેશે.

સંકટ ચોથને ગુરૂવારના આ યોગના પ્રભાવથી ભારત દેશના અન્ય દેશની સાથે રાજકીય રીતે શાંતિ તેમજ સૂમેળ ભર્યા સંબંધો જોવા મળશે. સાવચેતીના પગલે કોઈ પણ મોટી હોનારત ટળી શકશે. પ્રજાજનોનું આરોગ્ય નિરોગી રહેશે.જોકે અનાજ-કઠોળ મોંઘા થવાની સંભાવના રહેલી છે. 17 ઓક્ટોબર થી 16 નવેમ્બર સુધી તુલા સંક્રાતિનું રાશી ફળ-

--------------

મેષ

દાંમ્પત્ય જીવનમાં મધુરતા અર્પશે, ભાગીદારીથી સચેત રહેવું. ક્રોધ પર સંયમ રાખવો, ખોટા ખર્ચ ના થાય તેનું ધ્યાન રાખવું.

--------------

વૃષભ

આરોગ્ય સંબંધી કાળજી રાખવી,ખર્ચનું પ્રમાણ વધશે.

--------------

મિથુન


સંતાન સંબંધી ચિંતાઓ દૂર થશે,આર્થિક યોગ સારા રહેશે.

--------------

કર્ક


આકસ્મિક લાભ થઈ શકે, સ્ત્રી વર્ગથી પણ લાભ થઈ શકે. વેપાર-ધંધામાં તેજી વર્તાશે, વડિલોની સલાહથી કાર્ય પાર પડે.

--------------

સિંહ


વાદ-વિવાદથી દૂર રહેવું અને ભાત્રુ વર્ગથી લાભ થઈ શકે છે.

--------------

કન્યા


વાણીમાં સંયમ રાખવો અને કૌટુંબિક વાદ-વિવાદ દૂર થાય

--------------

તુલા| વૃશ્ચિક


વિદેશથી લાભ થાય, યાત્રા પ્રવાસના યોગ બની શકે છે.

--------------

ધન


આવકમાં વૃદ્ધિ થઈ શકે છે, ઉઘરાણી પરત મળવાના સંકેત.

--------------

મકર


ભાગ્યમાં વૃદ્ધિ થાય અને અણધાર્યો લાભ થઈ શકે છે.

--------------

કુંભ| મીન


આહાર પર નિયંત્રણ રાખવું, વાહન ચલાવવામાં કાળજી રાખવી.

X
sun transit in Libra, Sun transist in Libra zodiac sing know effect on your life

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી