સૂર્યનું રાશિપરિવર્તન / વૃશ્ચિક રાશિના જાતકોની મુશ્કેલી વધારશે, મકર રાશિને શ્રેષ્ઠ ફળ આપશે

Surya rashi parivartan 15 June 2019​​​​​​​

Divyabhaskar.com

Jun 11, 2019, 11:22 AM IST

ધર્મ ડેસ્ક : 15 જૂનના રોજ સૂર્ય ગ્રહ પોતાની વર્તમાન વૃષભ રાશિને છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે 17 જૂલાઈ સુધી રહેશે. 12 રાશિ ઉપર તેની કેવી અસર રહેશે તે અમારા જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ અહીં જણાવી રહ્યા છે.


મેષ રાશિ- સૂર્યનું પરિવર્તન પરાક્રમ ભાવમાં થઈ રહ્યું છે. જે તમને શુભ ફળ આપશે. દરેક ક્ષેત્રમાં તમને લાભ મળશે. સૂર્ય-રાહુની સાથે હોવાથી દરેક કાર્યમાં થોડો વિલંબ થશે. પરિશ્રમ વધારે કરવો પડશે. અટવાયેલા કામ પૂરાં થશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. નાના ભાઈ-બહેન સાથે સંબંધો સુધરશે. દુશ્મનો ઉપર જીત મળશે. સમાજમાં માન-સન્માન મળશે. હકારાત્મક ઉર્જાથી ભરપૂર સમય રહેશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શ્રેષ્ઠ છે. સ્પર્ધાત્મક પરિક્ષામાં સફળતા મળશે.


ઉપાય- ભગવાન સૂર્યને જળ ચઢાવવું.

................


વૃષભ રાશિ- સૂર્યનું આ પરિવર્તન ધનભાવમાં થઈ રહ્યું છે. આવનાર દિવસોમાં તમારી વાણી કડવી થઈ શકે છે. રોકાણ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. બિઝનેસમાં સાવધાન રહેવું, નહીંતર નુકસાન થઈ શકે છે. પૈતૃક સંપત્તિ લઈને કોઈ વિવાદ છે તો તે ઉકેલાઈ જશે. ઘરમાં તણાવનું વાતાવરણ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આંખની બીમારી થઈ શકે છે. ઈજા પણ થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. પરાક્રમ કરશો તો સફળતા મળશે.

ઉપાય- ભગવાન સૂર્યને જળ ચઢાવવું. ઘઉંનું દાન કરવું.

...............

મિથુન રાશિ- ક્રોઘમાં વધારો થશે. જેનાથી તમારા કામ બગડી શકે છે. ધનહાનિ થઈ શકે છે. મુશ્કેલ સ્થિતિ સર્જાશે. દરેક બાબતમાં સંભાળીને આગળ વધવું. અહંકાર ઉપર કાબૂ રાખવો. ઊંઘ ઓછી આવશે. પેટની તકલીફ થઈ શકે છે. સાવધાની પૂર્વક આગળ વધવું. જીવનસાથીના સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો.


ઉપાય- લાલ રંગના કપડાંમાં ગોળ, ઘઉં અને તાંબાના ટૂંકડાને બાંધીને જળમાં પ્રવાહિત કરવું, તેનાથી ક્રોઘ ઉપર કાબૂ આવશે.

.................


કર્ક રાશિ- 12માં ભાવમાં આ પરિવર્તન થઈ રહ્યું છે. બચતમાં પરેશાની રહેશે. પૈતૃક સંપત્તિને લઈને કોર્ટમાં કેસ થઈ શકે છે. તમારી જીત થશે. આર્થિક સ્થિતિ તમારા માટે મુશ્કેલી સર્જાશે. ખર્ચ વધશે. નોકરી અને બિઝનેસમાં અધિકારીઓની નારાજગી રહેશે. બિઝનેસમાં નુકસાન થઈ શકે છે. વિવાદમાં પડવું નહીં. શાંત રહેવું. યાત્રાનો યોગ બની રહ્યો છે. વિદેશયાત્રા પણ થઈ શકે છે. આંખ અને પેટની બીમારી થઈ શકે છે.


ઉપાય- હથેળીમાં ઘઉં રાખીને ગાયને ખવડાવવા.

..............


સિંહ રાશિ- સૂર્ય લાભ ભાવમાં આવી રહ્યો છે. ધનલાભ થઈ શકે છે. સામાજિક સ્થિતિમાં સુધારો થશે. બિઝનેસમાં પરિવર્તન થઈ શકે છે. નોકરીમાં પગાર વધી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. સરકારીવર્ગને સારા સમાચાર મળશે. મિત્રોનો સહકાર મળશે. પ્રેમ સંબંધમાં થોડી પરેશાની આવશે.

ઉપાય- ભગવાન સૂર્યને જળ ચઢાવવું.

...............

કન્યા રાશિ- આ પરિવર્તન 10માં ભાવમાં થઈ રહ્યું છે. તમારા માટે સમય સારો છે. સારુ ફળ મળશે. તમામ કામ પૂર્ણ થશે. નોકરીમાં સારો સમય છે. ઘરમાં સુખ-શાંતિ આવશે. અધિકારીઓ તમારા કામથી ખુશ થશે. બેરોજગારોને નોકરી મળી શકે છે. મિત્રોનો સહકાર મળશે. લગ્નજીવન મધુર બનશે. પિતાનું અપમાન ન કરવું. પિતાની વાત માનવી. સંપત્તિમાં વધારો થશે.


ઉપાય- ભગવાન સૂર્યને જળ ચઢાવવું.

...........

તુલા રાશિ- ભાગ્ય ભાવમાં આ પરિવર્તન થઈ રહ્યું છે. તમારા માટે સમય સારો છે. તમારા પિતા પરેશાન છે તો તેમની પરેશાની દૂર થશે. પિતાના આશીર્વાદ મળશે. ધનલાભની દ્રષ્ટિએ સમય સારો છે. ભાગ્યનો સહયોગ મળશે. પરાક્રમથી તમારા તમામ કામ થશે. પરિવાર સાથે કોઈ મતભેદ છે તો તે દૂર થશે. વિદ્યાર્થી માટે સારો સમય છે. સરકારી નોકરી મળવાની તક છે. આળસથી દૂર રહેવું.


ઉપાય- ધર્મનું કામ કરવાથી લાભ થશે. ધાર્મિક સ્થળે જવું અથવા માતા-પિતાને ધાર્મિક યાત્રા પર મોકલવા, ભગવાન સૂર્યને જળ ચઢાવવું.

.............


વૃશ્ચિક રાશિ- અષ્ઠમ ભાવમાં આ પરિવર્તન થઈ રહ્યુ છે. આ સમય દરમિયાન સાવધાન રહેવું પડશે. ધનહાનિ થઈ શકે છે, મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કોર્ટ-કચેરીથી દૂર રહેવું. લગ્નજીવનમાં મતભેદ થઈ શકે છે. મિત્રો સાથે વિવાદ થઈ શકે છે. બચતમાં ઘટાડો થઈ શકે છે. નોકરીમાં મુશ્કેલી આવી શકે છે. સ્વાસ્થનું ધ્યાન રાખવું. ઈજા થઈ શકે છે. બ્લડપ્રેશરના દર્દીએ સાવધાન રહેવું.


ઉપાય- ભગવાન સૂર્યની ઉપાસના કરવી. એક રવિવારના દિવસે ઘઉં અને ગોળને હથેળીમાં રાખીને ગાયને ખવડાવવા.

.............

ધન રાશિ- આ પરિવર્તન સપ્તમ ભાવમાં થઈ રહ્યું છે. લગ્નજીવનમાં મુશ્કેલી આવશે. જીવનસાથી અને બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખવી. તમારા વ્યક્તિવમાં બદલાવ આવશે. સમાજમાં તમારું નામ થશે. યાત્રા કષ્ટદાયક રહેશે. જેટલો વધારે પ્રયત્ન કરશો તેટલી વધારે સફળતા મળશે. કુંવારા લોકો માટે પણ મુશ્કેલ સમય છે. પ્રેમ સંબંધ તૂટી શકે છે. નોકરિયાતવર્ગને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. શાંત રહેવાથી લાભ થશે. વેપારમાં લાભ થશે. ભાગીદારીના વેપારમાં ધ્યાન રાખવું.


ઉપાય- આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ નિયમિત કરવા. પિતાનું સન્માન કરવું અને પિતાના આશીર્વાદ લેવા ફાયદો જરૂર મળશે.

..............

મકર રાશિ- આ પરિવર્તન તમારા માટે છઠ્ઠા ભાવમાં થઈ રહ્યું છે. તમારા માટે આ સમયમાં પરેશાની ઓછી છે અને લાભ વધારે છે. આ સમયે તમને દરેક ક્ષેત્રમાં લાભ થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થશે. અટવાયેલા કામ થશે. માન સન્માનમાં વધારો થશે. દુશ્મનો તમારો વાળ પણ વાંકો કરી શકશે નહીં. અધિકારીઓની નજરમાં તમે હંમેશા રહેશો. ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે. જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. કોર્ટ-કચેરીમાં વિજય થશે.

ઉપાય- હનુમાનજીની આરાધના કરવી, ભગવાન સૂર્યને જળ ચઢાવવું.

...........

કુંભ રાશિ- પંચમ ભાવમાં આ પરિવર્તન થઈ રહ્યું છે. ધનલાભ થશે. અટલાયેલા પૈસા મળશે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઉધાર પૈસા ન આપવા. સરકારી કર્મચારીઓએ સાવધાની રાખવી. ખોટા વ્યવહારમાં ફસાઈ શકે છે.


ઉપાય- ભગવાન સૂર્યને જળ ચઢાવવું. ગાયને ગોળ અને ઘઉં હથેળીમાં રાખીને ખવડાવવો. આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો.

............

મીન રાશિ- ચતુર્થ ભાવમાં આ પરિવર્તન થઈ રહ્યું છે. તમારા માટે આ સમય સારો છે. પરંતુ પરિવારમાં કંકાશ થઈ શકે છે. માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. માન-સન્માન વધશે. રાજકારણમાં તમારું કદ વધશે. દગો મળે નહીં તે જોવું. સરકારી નોકરીમાં સાવધાની રાખવી. અધિકારીઓનું અપમાન ન કરવું. બઢતી થઈ શકે છે. બગડેલું કામ સુધરશે. જમીન સાથે જોડાયેલી બાબત ઉકેલાઈ જશે. ખર્ચમાં વધારો થશે.


ઉપાય- ગાયને હાથમાં ઘઉં લઈને ખવડાવવા. ભગવાન સૂર્યની ઉપાસના કરવી.

X
Surya rashi parivartan 15 June 2019​​​​​​​

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી