ગ્રહણ / સૂર્ય ગ્રહણ સમયે શું કરવું? કઈ રાશિ ઉપર શુભ અસર પડશે? ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા

surya grahan in july 2019
X
surya grahan in july 2019

Divyabhaskar.com

Jul 02, 2019, 10:53 AM IST

ઘર્મ ડેસ્ક : આજે (2 જૂલાઈના રોજ) સૂર્ય ગ્રહણ છે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. આ કારણે તેનું સૂતક રહેશે નહીં. સૂર્ય ગ્રહણ અમેરિકા અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે. ભારતના સમય મુજબ 2 જુલાઈની રાત્રે લગભગ 10.25 વાગ્યે ગ્રહણ શરૂ થશે. તે સવારે 3.21 વાગ્યે પૂરું થશે. જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્મા અહીં સૂર્ય ગ્રહણની કેટલીક વાતો જણાવી રહ્યા છે.
 

ગ્રહણના સમયે શું કરવું?

ગ્રહણ સમયે મંત્ર જાપ કરવો જોઈએ. આ દરમિયાન પૂજા-પાઠ ન કરવો જોઈએ. ગ્રહણ પૂરું થયા પછી ઘરની સફાઈ કરવી જોઈએ. ગ્રહણ પહેલા ખાવા-પીવાની વસ્તુમાં તુલસીપત્ર રાખવા જોઈએ. તેને ખાવાથી ગ્રહણના નકારાત્મક કિરણોની અસર થતી નથી.
 

કઈ રાશિ માટે સૂર્ય ગ્રહણ શુભ છે

2 જુલાઈના રોજ સૂર્ય મિથુન રાશિમાં રહેશે. ગ્રહણના કારણે મેષ, વૃષભ, મિથુન, કર્ક, કન્યા, મકર અને કુંભ રાશિ માટે સમય શુભ રહેશે. આ લોકોને કાર્યમાં સફળતા મળશે. ધનલાભ પણ મળી શકે છે. સિંહ, તુલા, વૃશ્ચિક, ધન અને મીન રાશિના જાતકોએ સાવધાન રહેવું પડશે. લાપરવાહીના કારણે આ રાશિના જાતકોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. અશુભ પ્રભાવથી બચવા માટે સૂર્યને જળ ચઢાવવું અને  ऊँ सूर्याय नम: મંત્રનો જાપ કરવો.
 

ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા

આ માટે એક કથા જાણીતી છે. જ્યારે સમુદ્ર મંથન કરવામાં આવ્યું ત્યારે અમૃતનો કળશ નિકળ્યો હતો. અસૂરો પણ અમૃતનું પાન કરવા ઈચ્છતા હતા. ભગવાન વિષ્ણુએ માત્ર દેવતાઓને અમૃતપાન કરાવ્યું. આ સમયે અસૂર રાહુએ દેવાઓ સાથે વેશ બદલીને અમૃતપાન કર્યું. સૂર્ય અને ચંદ્ર એ રાહુને ઓળખી લીધો અને ભગવાન વિષ્ણુને આ વાત જણાવી.  ત્યાર પછી ભગવાન વિષ્ણુએ રાહુનું મસ્તક ધડથી અલગ કરી દીધું. સૂર્ય-ચંદ્ર સાથે બદલો લેવા માટે રાહુએ આ ગ્રહોનો રસ્તો રોક્યો હતો. જ્યારે જ્યારે રાહુ સૂર્ય-ચંદ્રના માર્ગમાં અવરોધ ઊભો કરે છે ત્યારે ત્યારે ગ્રહણ થાય છે.
 

સૂર્ય ગ્રહણ ક્યારે થાય છે?

જ્યારે પૃથ્વી ઉપર ચંદ્રની છાયા પડે છે, ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. આ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઈનમાં આવે છે. ગ્રહણના 12 કલાક પહેલા સૂતક શરૂ થાય છે, પરંતું આ ગ્રહણનું સૂતક ભારતમાં રહેશે નહીં. કારણ કે અહીં સૂર્ય ગ્રણ જોવા મળશે નહીં.
 

અમાસના દિવસે પિતૃ દેવતાઓનું પૂજન કરવું જોઈએ

અમાસની તિથિ પર ઘરમાં પિતૃ દેવતાઓની પૂજા કરવી જોઈએ. તેઓ માટે તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે. હિંદુ પંચાંગ મુજબ આજે જેઠ વદી અમાસ અને સાથે ખગ્રાસ સૂર્યગ્રહણ થાય છે. જે ભારતમાં દેખાશે નહીં. જેને કારણે ધાર્મિક રીતે પાળવાનું નથી. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર જ્યોતિષશાસ્ત્ર મુજબ 
તિથિ ૧, ૨, ૪, ૮, ૯, ૧૧, પૂનમ, અમાસનું વિશેષ મહત્વ હોય છે. તેમાં ખાસ કરીને આ અમાસનું વિશેષ મહત્વ ગણવામાં આવે છે. કારણ કે  અમાસમાં  સ્વામી પિતૃ હોય છે. માટે તેમની સદગતિ અર્થે 
આ દિવસ વધારે ઉતમ ગણાય છે.  પૂજા વિધિ આજના દિવસે કરી શકાય અને  અશકત અને બીમાર વ્યક્તિ પીપળાના વૃક્ષ આગળ પાણી સીંચીને એકી સંખ્યામાં પ્રદક્ષિણા કરી શકે છે. પાંચ ઋતુ ફળ ગાયને ખવડાવવાનું અનેરૂ મહત્વ આપણા શાસ્ત્રોમાં સમજાવેલ છે. આગામી ૧૫ દિવસ પછી ખગ્રાસ ચંદ્રગ્રહણ તા.૧૬ જુલાઈ ના આવે છે જેને કારણે આગામી સમય કુદરતી કે અકુદરતી અશુભ ઘટના નિશ્ચિત રીતે પૂર્વાઆચાર્યૌ માની રહ્યા છે. તેના ઉપાય તરીકે ગોપાલભાઈ દવે ગાયત્રી ઉપાસક જણાવે છે કે તરીકે ફક્ત ઓમકાર જપ, ગાયત્રી મંત્ર સાથે ઈષ્ટ દેવની ઉપાસના કરવી વધારે લાભદાયી નીવડશે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી