સૂર્યનું સિંહ રાશિમાં પરિભ્રમણ / મેષ રાશિના જાતકોને સંતાનો તરફથી શુભ સમાચાર મળી શકે

surya grah rashi parivartan

Divyabhaskar.com

Aug 17, 2019, 10:22 AM IST

ધર્મ ડેસ્ક. ગ્રહમંડળમાં રાજા રૂપી સૂર્યને આપણે પ્રત્યક્ષ દર્શન કરીએ છીએ. જ્યોતિષ આશિષ રાવલ અને પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ આજથી ગોચર પરિભ્રમણમાં સૂર્ય-સિંહરાશિ (અગ્નિ તત્વ)માં સ્વગૃહી થઈ સતત એક માસ સુધી પરિભ્રમણ કરશે. નૈસર્ગીક કુંડળીમાં ત્રિકોણસ્થાનમાંથી પસાર થશે. જેમાં મેષ, સિંહ લગ્નમાં યોગકારક ગ્રહ સૂર્ય બને છે, માટે એવા લગ્નના જાતકો માટે આવો સમય ગોલ્ડન બની રહેશે.

મૂળભૂત કારકત્વ માન-સન્માન,પદ-પ્રતિષ્ઠા, સાહસ, હિંમત, રક્ષણ ભાવના સાથે સમાજની સેવા કરવાનું રહેલો છે. દર વર્ષે તૃતીય સપ્તાહથી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં આ રાશિમાંથી પસાર થવાથી સરકારી મોટા-મોટા અમલદારો નિર્ણય પ્રજાલક્ષી વધુ હિતકારી બને. આવા સમયમાં સરકાર દ્વારા રહીશોને વધુ સારી સવલતો સગવડો આપવામાં આવતી હોય છે. આ રાશિમાં સૂર્યની સ્થિતિને ઉત્તમ માનવામાં આવે છે.સૂર્ય પોતાના જ ઘરમાં હોવાથી ખુબજ મજબુત થશે. અહીં સૂર્યની સાથે સાથે શુક્ર અને મંગળ પણ હશે, આમ જોવા જઈએ તો આ સ્થિતિ સારી રહેશે.

મેષ રાશિ : સંતાનથી શુભ સમાચાર. આકસ્મિક ધન લાભ થશે.પ્રેમ-પ્રસંગ બની શકે.

વૃષભ રાશિ : સંપત્તિનો વિવાદ થઈ શકે છે. નોકરીમાં શૂભ પરિવર્તન થઈ શકે છે.વાણી પર નિયંત્રણ કરો.

કર્ક રાશિ : માનસિક ચિંતા કયા કરે. ધનની સમસ્યા દૂરના મિત્રોથી થાય. આકસ્મિક અકસ્માત થઈ શકે.

મિથુન રાશિ : કેરિયરમાં સફળતા મહેનત થી મળી શકે. કોઈ લાભદાયક લાબી યાત્રાના યોગ બનશે.

સિંહ રાશિ : પદ-પ્રતિષ્ઠા માન મા વધારો.આર્થિક લાભ મળશે. હદય ની તબિયતમાં સુધારો થશે. પરિવારમાં નૂતન મંગલકાર્ય થશે.

કન્યા રાશિ : પાચનશક્તિની તકલીફો વધે. સંબંધો સામાજિક રીતે સાચવવા કેરિયર અને સ્થાનમાં પરિવર્તનના યોગ.

તુલા રાશિ : શેર બજારથી લાભ. મિત્રો દ્વારા મદદ મળે.આર્થિક સ્થિતિમાં સુધારો થશે.

ધન રાશિ : સ્થાન પરિવર્તન યોગ બને.વિદેશ ના વિઝા મળે. કાર્ય અને મહેનતની પ્રશંસા થશે. સરકારી ક્ષેત્રે આર્થિક લાભ.

વૃશ્ચિક રાશિ : ધાર્મિક કાર્યો પાછળ સમય જાય.માન-સન્માન, પદ પ્રતિષ્ઠામાં વિશેષ લાભ. નજીકના સંબંધોમાં બગડી શકે.

મકર રાશિઃ આકસ્મિક માંદગી આવી શકે. વૈવાહિક જીવનમાં ધ્યાન ખાસ કાળજી રાખવી. કોર્ટ-કચેરીની તકરાર ટાળજો.

કુંભ રાશિ : નોકરીમાં સુભપરિવર્તન. અભ્યાસ અંગેની કેરિયરમાં સુધારો થશે. આધ્યાત્મિક સમય સારો આવશે.

મીન રાશિ : નોકરી કે વેપાર ક્ષેત્રે પરિવર્તનના સારો સમય.વિલ મળે.કોર્ટ કચેરી ના ઝધડા થી દૂર રહેવું.

X
surya grah rashi parivartan

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી