• Home
  • Dharm Darshan
  • Grah Dasha
  • surya in vrishchik rashi, surya ka rashifal, surya rashi parivartan, surya dev, rashifal 2019 Sun Transit in Scorpio Sun Transit in Scorpio 17 November, 2019

રાશિ પરિવર્તન / 17 નવેમ્બરે સૂર્ય રાશિ બદલશે, તુલા રાશિથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, તમારી ઉપર સૂર્યની કેવી અસર રહેશે?

surya in vrishchik rashi, surya ka rashifal, surya rashi parivartan, surya dev, rashifal 2019 Sun Transit in Scorpio Sun Transit in Scorpio 17 November, 2019

મેષ રાશિના લોકોને સફળતા મળી શકે છે, ધન રાશિ માટે પરેશાનીઓ વધી શકે છે

Divyabhaskar.com

Nov 13, 2019, 04:12 PM IST


ધર્મ ડેસ્ક- રવિવાર, 17 નવેમ્બરે સૂર્ય તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય પોતાના મિત્ર મંગળના સ્વામિત્વવાળી રાશિ વૃશ્ચિકમાં જઈ રહ્યો છે. સૂર્યનું મંગળની રાશિમાં આવવું અને તુલાને છોડવું શુભ રહેશે. પ્રશાસનમાં સ્થિરતા આવશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે હવે રાજનીતિ સાથે જોડાયેલાં લોકો સંયમિત ભાષાનો પ્રયોગ કરશે. દુર્ઘટનાઓ અને પ્રાકૃતિક આપત્તિઓથી બચાવ થશે. ધર્મનો પ્રચાર વધશે. જનતાને મોઘવારીથી થોડી રાહત મળી શકે છે. વેપારમાં વધારો થશે અને સોના-ચાંદીના ભાવોમાં તેજી આવશે. શેયરુ બજારમાં પણ ચઢાવો રહેશે અને કંપનીઓને લાભ થશે. જે દેશોમાં અર્થવ્યવસ્થા નબળી છે તે ઉપર જશે. જાણો બધી 12 રાશિઓ પર સૂર્યની કેવી અસર રહેશે.

મેષ રાશિ-

આઠમો સૂર્ય તમને કોઈ મોટા કાર્યમાં સફળતા અપાવશે. જો કે ખર્ચાઓના મામલાઓમાં તમારા હાથ તંગ રહેશે. વેપારમાં સફળતા મળશે.

વૃષભ રાશિ-

સાતમો સૂર્ય તમારી માટે મંગળકારી રહેશે. વિશેષ કાર્યમાં સફળ થશો. કામનો વિસ્તાર થશે અને સરકારી અધિકારીઓ પાસેથી મદદ મળશે.

મિથુન રાશિ-

છઠ્ઠો સૂર્ય તમારી માટે સફળતાની સાથે ચિંતાજનક સમાચાર લઈને આવશે. પરિવારમાં શ્રેષ્ઠતા વધારશે, સાથે જ જવાબદારીઓ પણ વધશે.

કર્ક રાશિ-

પાંચમો સૂર્ય તમારા અટકેલાં કામને આગળ વધાવવામાં સફળ થશો. નજીકના સંબંધીઓથી લાભ થશે. વેપારમાં વધારો થશે.

સિંહ રાશિ-

ચોથો સૂર્ય તમારી પ્રતિષ્ઠામાં વધારો કરશે. અનેક દિવસોથી જે આર્થિક પરેશાનીઓ હતી, તેને પાર કરવામાં સફળ થશે. અનેક લાભ થશે.

કન્યા રાશિ-

ત્રીજો સૂર્ય લાભકારી રહેશે. વાહન સુખ મળી શકે છે. પરિવારમાં માન વધશે અને સમૃદ્ધિનો વિસ્તાર થશે.

તુલા રાશિ-

બીજો સૂર્ય અડચણોને દૂર કરનારો રહેશે. બીજા પર નિર્ભરતા સમાપ્ત થશે તથા તમારું કામ સુધારવામાં સફળ થશો. વ્યવહાર સંયમિત રાખો.

વૃશ્ચિક રાશિ-

પ્રથમ સૂર્ય બધા પ્રકારે મંગળકારી રહેશે. અનેક પ્રકારની સફળતાઓ તથા ધનની પ્રાપ્તિ થશે. કામનો વિસ્તાર થશે. નવા વેપારની શરૂઆત થશે.

ધન રાશિ-

બારમો સૂર્ય કેટલીક પરેશાનીઓ ઊભી કરી શકે છે, પરંતુ આર્થિક રીતે શ્રેષ્ઠ રહેશે. વાહનાદિ ચલાવતા સાવધાની રાખવી.

મકર રાશિ-

અગિયારમો સૂર્ય આત્મવિશ્વાસમાં વધારો કરશે. કામ સમયસર થશે. આધ્યાત્મિક સફળતા મળશે, પરિવારમાં ખુશીનો માહોલ રહેશે.

કુંભ રાશિ-

દસમો સૂર્ય મિત્રોની વચ્ચે વૈચારિક મતભેદ થઈ શકે છે. સંયમ રાખવાથી લાભ થશે. કામને પ્રાથમિકતા આપવી યોગ્ય રહેશે.

મીન રાશિ-

નવમો સૂર્ય તમારા કામમાં પરિવર્તનનું મન બનાવશે. વેપારનો વિસ્તાર થશે. મિત્રો સાથે સંબંધોમાં સુધારો થઈ શકે. વર્ચસ્વ વધશે.

X
surya in vrishchik rashi, surya ka rashifal, surya rashi parivartan, surya dev, rashifal 2019 Sun Transit in Scorpio Sun Transit in Scorpio 17 November, 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી