રાશિફળ / 13 ફેબ્રુઆરીએ સૂર્ય મકરથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે, કર્ક, વૃશ્ચિક અને મીન જાતકો માટે અશુભ સમય શરૂ

Sun transit in Aquarius on 13th February, know the effects on all zodiacs sign

  • કુંભ રાશિનો સૂર્ય મેષ રાશિના લોકો માટે શુભ રહેશે, મિથુન રાશિના લોકોને નોકરીમાં લાભ મળશે

Divyabhaskar.com

Feb 11, 2020, 12:45 PM IST

ધર્મ દર્શન ડેસ્કઃ ગુરૂવાર, 13 ફેબ્રુઆરીએ સાંજે લગભગ 7 વાગે સૂર્ય મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ ગ્રહ 14 માર્ચ સુધી કુંભ રાશિમાં જ રહેશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સૂર્યના રાશિ બદલવાથી થોડાં લોકો માટે શુભ સમય શરૂ થઇ શકે છે. સૂર્ય 14 માર્ચ બાદ કુંભમાંથી મીન રાશિમાં પ્રવેશ કરશે. બધી જ 12 રાશિઓ માટે આ રાશિ પરિવર્તન કેવું રહેશે?

મેષઃ- આ લોકો માટે સૂર્ય શુભ સ્થિતિમાં રહેશે. વાહન સુખ મળશે. ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માન મળી શકે છે. બેદરકારીથી બચવું.
વૃષભઃ- આ રાશિના લોકો માટે સૂર્ય લાભદાયક રહી શકે છે. ધન સંબંધી કાર્યોમાં લાભ થશે. આ દિવસોમાં જોખમ લેવું નહીં.
મિથુનઃ- કુંભ રાશિમાં સૂર્ય હોવાથી નોકરીમાં લાભ મળી શકે છે. નોકરીમાં પ્રમોશન થશે. કાર્યોમાં મોટી સફળતા પણ મળશે. પરંતુ ઘમંડથી બચીને રહો.
કર્કઃ- આ રાશિના લોકોને જમીન સંબંધિત કાર્યોમાં હાનિ થઇ શકે છે. સમજી-વિચારીને કામ કરો. અસફળતા મળવાથી માનસિક તણાવ વધી શકે છે.
સિંહઃ- આ લોકો માટે સૂર્ય લાભની સ્થિતિમાં રહેશે. નોકરીમાં અધિકારીઓનો સાથ મળી શકે છે. વાહન સુખ મળશે.
કન્યાઃ- આ રાશિના લોકો માટે સમય શુભ રહેશે. લાંબી યાત્રા થઇ શકે છે. લાભ મળશે. બિનજરૂરી ચિંતા કરશો નહીં.
તુલાઃ- જમીન સાથે જોડાયેલાં કાર્યોમાં સફળતા મળી શકે છે. ઘર-પરિવારમાં વાદ-વિવાદ થઇ શકે છે. ધૈર્યથી કામ લેવું. ખોટાં ખર્ચના કારણે પરેશાની થઇ શકે છે.
વૃશ્ચિકઃ- તીર્થયાત્રા પર જવાનો અવસર મળી શકે છે. ધન-સંબંધી કાર્યોમાં હાનિ થઇ શકે છે, બેદરકારીથી બચવું. ધૈર્ય જાળવી રાખો.
ધનઃ- આ રાશિ માટે સૂર્ય સફળતા અપાવનાર રહેશે. વેપારીઓને મોટો સોદો મળી શકે છે. વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન વિઘ્નો દૂર કરશે.
મકરઃ- સૂર્ય આ રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. હવે મકર રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થઇ શકે છે. સંબંધીઓ પાસેથી શુભ સમાચાર મળી શકે છે.
કુંભઃ- હવે 14 માર્ચ સુધી સૂર્ય આ રાશિમાં રહેશે. આ કારણે કુંભ રાશિના લોકોને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. કામ વધારે કરવું પડશે. વરિષ્ઠ લોકોનું માર્ગદર્શન કામ આવશે. લાભ થશે.
મીનઃ- સૂર્યના કારણે મીન રાશિના લોકોના ખર્ચમાં વધારો થઇ શકે છે. મહેનત વધારે કરવી પડશે. આશા પ્રમાણે ફળ મળશે નહીં. માનસિક તણાવ વધી શકે છે.

X
Sun transit in Aquarius on 13th February, know the effects on all zodiacs sign

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી