મુહૂર્ત / આજે પુષ્ય નક્ષત્ર સાથે તિથિ, વાર અને ગ્રહોનો વિશેષ સંયોગ, ખરીદી માટે 4 મુહૂર્ત

Special combination of dates, times and planets with Pushta Star today

  • મંગળવારે પુષ્ય નક્ષત્રના સંયોગમાં પ્રોપર્ટી અને વાહનની ખરીદી કરવી શુભ મનાય છે.
  • શનિના પ્રભાવથી આ દિવસે ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ટકી રહે છે, બૃહસ્પતિના પ્રભાવથી આ દિવસે કરેલું આર્થિક કાર્ય સમૃદ્ધિ આપનાર રહેશે.

Divyabhaskar.com

Oct 22, 2019, 12:53 PM IST

ધર્મ ડેસ્કઃ આ વર્ષે પુષ્ય નક્ષત્રનો શુભ સંયોગ મંગળવાર 22 ઓક્ટોબરે બની રહ્યો છે. પુષ્ય નક્ષત્રનો સ્વામી શનિ અને દેવતા બૃહસ્પતિ છે. પુષ્ય નક્ષત્રમાં ખરીદી, લેણ-દેણ, રોકાણ અને અન્ય મહત્ત્વપૂર્ણ કામ કરવા શુભ મનાય છે. શનિના પ્રભાવથી આ દિવસે ખરીદેલી વસ્તુ લાંબા સમય સુધી ટકે છે. ત્યાં જ, બૃહસ્પતિના પ્રભાવથી આ દિવસે કરેલું આર્થિક કાર્ય સમૃદ્ધિ આપનાર અને કલ્યાણકારી હોય છે. મંગળવાર અને પુષ્ય નક્ષત્રનો સંયોગ બધા જ સારા કામની વૃદ્ધિ કરનાર હોય છે. જ્યોતિષાચાર્ય પંડિત પ્રફુલ્લ ભટ્ટ પ્રમાણે આ વર્ષે પુષ્ય નક્ષત્ર સાથે ત્રણ ગ્રહ વિશેષ સ્થિતિમાં છે. જેના કારણે ચાર મોટાં યોગ બની રહ્યા છે. તેમાં કરેલી ખરીદી ખૂબ જ શુભ રહેશે.

પુષ્ય નક્ષત્ર ક્યારથી ક્યાં સુધીઃ-
પંડિત ભટ્ટ પ્રમાણે, 22 ઓક્ટોબર એટલે આજે પુષ્ય નક્ષત્રમાં સૂર્યોદય થવાથી આ દિવસે ખરીદી અને અન્ય શુભ કાર્યોનું મહત્ત્વ વધારે રહેશે. આજે સૂર્યોદયથી સાંજે લગભગ 5 વાગ્યા સુધી પુષ્ય નક્ષત્રના સંયોગમાં ખરીદી કરી શકાશે. ત્યાર બાદ સર્વાર્થસિદ્ધિ યોગ બનવાથી રાતે પણ ખરીદીનું મુહૂર્ત બની રહ્યું છે.

તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિઃ-
મંગળવારે પુષ્ય નક્ષત્ર હોવાથી વર્ધમાન નામનો શુભ યોગ બની રહ્યો છે. તેની સાથે જ સૂર્ય-ચંદ્ર સાધ્ય યોગ પણ બનાવી રહ્યા છે. આ દિવસે સાંજે સર્વાર્થસિદ્ધિ યોગ બનશે, જે બીજા દિવસે સૂર્યોદય સુધી રહેશે. ચંદ્ર બૃહસ્પતિની દ્રષ્ટિ પડવાથી ગજકેસરી રાજયોગ પણ બની રહ્યો છે. આ પ્રકારે તિથિ, વાર, નક્ષત્ર અને ગ્રહોની વિશેષ સ્થિતિના કારણે દિવસભરમાં ચાર શુભ યોગ બનશે.

પુષ્ય નક્ષત્રમાં ખરીદીના મુહૂર્તઃ-

સવારે 9:25 થી 10:40 સુધી
બપોરે 1:35 થી સાંજે 07:20 સુધી

ગુરૂ પ્રધાન મીન લગ્ન સાંજે 4:10 થી 5 સુધી રહેશે. ખરીદી માટે સ્થિર વૃષભ લગ્ન સાંજે 7:10 થી રાતે 8:40 સુધી રહેશે. શુભ લગ્નમાં ખરીદેલી વસ્તુ સ્થિર અને લાંબા સમય સુધી ફાયદો આપનારી હોય છે.

શું ખરીદવું જોઇએઃ-
પુષ્ય નક્ષત્રના શુભ યોગમાં પ્રોપર્ટી, વાહન, અગ્નિ, શક્તિ ઊર્જા વધારતી વસ્તુઓ ખરીદવી જોઇએ. આ દિવસે સોનું, ચાંદી, તાંબું જેવી ધાતુઓ ખરીદવાથી સુખ-સમૃદ્ધિ અને વૈભવમાં વૃદ્ધિ થશે. જમીન, મકાનમાં રોકાણ કરવું ખૂબ જ લાભદાયી સાબિત થશે. વાહન, ફર્નીચર, ઘરેણાં અને અન્ય ઘરેલૂ સામાનની ખરીદી પણ અતિ શુભ ફળદાયી રહેશે. આ દિવસે પરિવારના પોષણમાં મદદગાર વસ્તુઓની ખરીદી પણ કરી શકાય છે.

X
Special combination of dates, times and planets with Pushta Star today

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી