જ્યોતિષ / 26 ડિસેમ્બરે 2019નું અંતિમ સૂર્ય ગ્રહણ, બારેય રાશિ ઉપર શુભાશુભ અસર થશે

Solar Eclipse Surya Grahan 26th December 2019

  • સૂર્ય ગ્રહણના 12 કલાક પહેલાં સૂતક શરૂ થઇ જાય છે, આ સમય દરમિયાન પૂજા-પાઠ કરવામાં આવતાં નથી.

Divyabhaskar.com

Nov 26, 2019, 09:52 AM IST

ધર્મ દર્શન ડેસ્કઃ 26 ડિસેમ્બર, ગુરૂવારે સૂર્ય ગ્રહણ થશે. આ ગ્રહણ ભારત સહિત એશિયા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળશે. 2019નું અંતિમ સૂર્ય ગ્રહણ ખંડગ્રાસ રહેશે. દક્ષિણ ભારતમાં કંકણાકૃતિ સૂર્ય ગ્રહણ જોવા મળશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા પ્રમાણે સૂર્ય ગ્રહણનું સૂતક 12 કલાક પહેલાં શરૂ થઇ જાય છે અને ગ્રહણ પૂર્ણ થવા સુધી રહે છે. જાણો ગ્રહણ સાથે જોડાયેલી ખાસ વાતો....

સૂર્ય ગ્રહણનો સમયઃ-
ગુરૂવારે, 26 ડિસેમ્બરે સવારે લગભગ 8.04 વાગે શરૂ થશે અને 10.56 વાગે પૂર્ણ થશે. આ દિવસે માગસર મહિનાની અમાસ તિથિ રહેશે. ગ્રહણ બાદ પવિત્ર નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.

ગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઃ-
પં. શર્મા પ્રમાણે પ્રાચીન સમયમાં સમુદ્ર મંથન થયું હતું. તેમાં દેવતાઓ અને દાનવોએ ભાગ લીધો હતો. જ્યારે સમુદ્ર મંથનમાંથી અમૃત બહાર આવ્યું ત્યારે તેના માટે દેવતાઓ અને દાનવો વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની અવતાર લીધો અને દેવતાઓને અમૃતપાન કરાવ્યું. તે સમયે રાહુ નામના અસુરે પણ દેવતાઓનો વેશ ધારણ કરીને અમૃત પાન કરી લીધું હતું. ચંદ્ર અને સૂર્યે રાહુને ઓળખી લીધો હતો અને ભગવાન વિષ્ણુને જણાવી દીધું હતું. વિષ્ણુજીએ ગુસ્સે થઇને રાહુનું માથું ધડથી અલગ કરી દીધું હતું. કેમ કે, રાહુએ પણ અમૃત પી લીધું હતું એટલે તેનું મૃત્યુ થયું નહીં. આ ઘટના બાદ રાહુ ચંદ્રદેવ અને સૂર્યદવેને દુશ્મન માને છે અને સમયે-સમયે આ ગ્રહોને ગ્રહણ લગાવે છે. જેથી આ ઘટનાને સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ કહેવામાં આવે છે.

સૂર્ય ગ્રહણ ક્યારે થાય છેઃ-
જ્યારે પૃથ્વી ઉપર ચંદ્રની છાયા પડે છે, ત્યારે સૂર્ય ગ્રહણ થાય છે. આ દરમિયાન સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક લાઇનમાં આવી જાય છે. ગ્રહણના 12 કલાક પહેલાં સૂતક શરૂ થાય છે.

સૂર્ય ગ્રહણ સમયે શું કરવુંઃ-
ગ્રહણ સમયે મંત્ર જાપ કરવો જોઇએ. આ દરમિયાન પૂજા-પાઠ કરવા નહીં. ગ્રહણ સમાપ્તિ બાદ આખા ઘરની સફાઈ કરવી જોઇએ. ગ્રહણ પહેલાં ખાન-પાનની વસ્તુઓમાં તુલસીના પાન રાખવા જોઇએ. જેથી ગ્રહણના નકારાત્મક કિરણોની અસર થતી નથી.

અમાસના દિવસે પિતૃ દેવતાઓનું પૂજન કરોઃ-
અમાસ તિથિએ ઘરના પિતૃ દેવતાઓની પૂજા કરવી જોઇએ. આ તિથિએ તેમના માટે તર્પણ અને શ્રાદ્ધ કર્મ કરવાની પરંપરા છે.

ગ્રહણની રાશિઓ ઉપર અસરઃ-
આ સૂર્ય ગ્રહણની બધી જ બારેય રાશિઓ ઉપર અસર થશે. મેષ, વૃષભ, મિથુન, સિંહ, કન્યા, વૃશ્ચિક, ધન, મકર રાશિના લોકો માટે આ સૂર્ય ગ્રહણ અશુભ ફળદાયી રહેશે. કર્ક, તુલા, કુંભ અને મીન રાશિ માટે ગ્રહણ શુભ રહેશે. આ લોકોને લાભ મળી શકે છે.

X
Solar Eclipse Surya Grahan 26th December 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી