ખગોળિય ઘટના / 2 જૂલાઈના રોજ વર્ષનુ બીજું સૂર્ય ગ્રહણ, રાશિઓ ઉપર અસર પડશે

solar eclipse 2 July 2019

Divyabhaskar.com

Jun 29, 2019, 12:12 PM IST

ધર્મ ડેસ્ક: જુલાઈમાં સૂર્ય ગ્રહણ અને ચંદ્ર ગ્રહણ બન્ને આવી રહ્યા છે. 2 જુલાઈના રોજ ખગ્રાસ સૂર્ય ગ્રહણ છે. જે વર્ષનું બીજું સૂર્ય ગ્રહણ છે. ભારતમાં તેનો પ્રભાવ નહીં પડે કે જોવા મળશે નહીં. પરંતુ 12 રાશિ ઉપર તેની અસર પડશે.


આ સૂર્ય ગ્રહણ દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, દક્ષિણમધ્ય અમેરિકા અને આર્જેન્ટિનામાં દેખાશે. આ સૂર્ય ગ્રહણ ભારતીય સમય મુજબ રાતના 10.25 વાગ્યાની આસપાસ શરૂ થશે. રાતના 12.53 વાગ્યે ગ્રહણનું મધ્ય હશે તેમજ રાતના 3.21 વાગ્યે ગ્રહણ પૂરું થશે.


જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિત્રના જણાવ્યા મુજબ ભારત માટે રાતના સમયમાં થતા આ સૂર્ય ગ્રહણનું ધાર્મિક મહત્વ નથી હોતું. ગ્રહોની દ્રષ્ટિમાં તેનું મહત્વ છે. સૂર્ય ગ્રહણએ ખગોળીય ઘટના છે. જે સૂર્ય, ચંદ્ર અને ચંદ્રની સ્થિતિના કારણે બને છે.


સૂર્ય ગ્રહણ શું હોય છે


પૃથ્વી પોતાની ઘરી ઉપર ફરવાની સાથે સાથે સૂર્યની ચારેબાજુ ચક્કર લગાવે છે. બીજી તરફ ચંદ્ર પણ પૃથ્વીને ચક્કર લગાવે છે. જ્યારે પણ ચંદ્ર ચક્કર લગાવતા લગાવતા સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવે છે ત્યારે પૃથ્વી ઉપર સૂર્ય આંશિક કે સંપૂર્ણ રીતે દેખાતો બંધ થઈ જાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહે છે. ખગોળીય સ્થિતિમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એકજ રેખામાં આવી જાય છે. સૂર્ય ગ્રહણ અમાસના દિવસે હોય છે જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણિમાના દિવસે હોય છે.


ભારત ઉપર તેનો પ્રભાવ નહી થાય


આ વખતે સૂર્ય ગ્રહણનો ભારતમાં પ્રભાવ નહીં પડે. જે લોકો ગ્રહણને માને છે તેણે પૂજા-અર્ચના પછી ગરીબોને દાન આપવું જોઈએ. ગાયને રોટલી આપવી જોઈએ. તેનાથી ધનલાભ થાય છે.


કઈ રાશિ ઉપર અશુભ અસર પડશે?


12 રાશિ ઉપર પડનાર અસરની વાત કરીએ તો મિથુન, કર્ક, સિંહ, કન્યા, ધન, મકર અને કુંભ રાશિ ઉપર તેની અશુભ પ્રભાવ પડશે. ગ્રહણના કારણે આ જાતકોના કામ અટકશે. શારીરિક મુશ્કેલી વધશે. ધનહાનિ પણ થઈ શકે છે.


બચવાના ઉપાયો


સૂર્ય ગ્રહની અસરથી બચવા માટે જાતકોએ ગ્રહસના સમય દરમિયાન શિવ ચાલીસાનો પાઠ કે ભગવાન શિવના નામનો જાપ કરવો જોઈએ. ગરીબોને દાન કરવું જોઈએ. આ સમય દરમિયાન તુલસીપત્ર ખાવાથી પણ લાભ થાય છે.

X
solar eclipse 2 July 2019

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી