ગોચર ભ્રમણ / શુક્રના પરિભ્રમણથી કુંભ રાશિના જાતકોએ સંભાળવું, 12 રાશિ સીધી અસર પડશે

shukra rashi parivartan 2019 and how to make shukra Strong
X
shukra rashi parivartan 2019 and how to make shukra Strong

divyabhaskar.com

Jun 05, 2019, 10:41 AM IST

ધર્મ ડેસ્ક : ગોચર પરિભ્રમણમાં અતિ શુભ, સૌમ્ય અને સ્નેહકારક,સંપત્તિવાન શુક્ર ગ્રહ વૃષભ રાશિમાં વિધિવત પ્રવેશ કરી ચૂક્યો છે. આ ભ્રમણ ફક્ત 24 દિવસ માટે કરશે. સાહજિક રીતે શુક્ર ગ્રહ બળવાન થવાથી ક્રમશઃ ગરમીમાં ઘટાડો થશે. શેરબજારમાં સતત તેજી બની રહેશે. લોકોની બચતો પણ વધી શકે છે. આ સમય દરમિયાન યોજાનાર શુભ પ્રસંગે સારી રીતે સંપન્ન થાય. નાટ્ય ફિલ્મ ક્ષેત્રે વધુ સારો વિકાસ થશે.  આ પરિભ્રમણ ચંદ્ર રાશિથી કેવું રહેશે તે અહીં અમારા જ્યોતિષાચાર્ય આશિષ રાવલ જણાવી રહ્યા છે. 

શુક્ર ગ્રહની 12 રાશિ ઉપર અસર

1.

મેષ રાશિ (અ,લ,ઈ) : પરિવારની આવકમાં વધારો થાય. માંગલિક કાર્યોનું આયોજન થશે. બગડેલા કૌટુંબિક સંબંધો સુધરશે. ગણપતિની ઉપાસના ખૂબ જ શીઘ્ર ફળદાયી બની રહેશે.
 

2.

વૃષભ રાશિ (બ,વ,ઊ) :  લાંબા સમયથી રહેતી માનસિક ચિંતાનું નિવારણ થાય. લાઇફ પાર્ટનર દ્વારા શુભ સમાચાર મળશે. કૂળદેવીની ઉપાસના વધારે ફળદાયી નીવડશે.
 

3.

મિથુન રાશિ ( ક,છ,ઘ) : આવક કરતાં જાવકમાં વધારો થશે. વિદેશથી શુભ સમાચાર મળશે. નોકરિયાત વર્ગને પ્રમોશન મળી શકે છે. કૂળદેવતાની ઉપાસના સારું ફળ આપશે.
 

4.

કર્ક રાશિ (હ,ડ) : આકસ્મિક ધનલાભ થઈ શકે છે. વડીલો દ્વારા સારા સમાચાર મળશે. સંતાન દ્વારા સન્માન યોગ બની રહ્યો છે. રાહુ ગ્રહની ઉપાસના વધારે ફળ આપશે.
 

5.

સિંહ રાશિ (મ,ટ) : માતૃપક્ષે લાભ થશે. નવી-નવી મિલકતો ખરીદવા માટે વિચારી શકો છો. આ સમય સર્વપ્રકારે યાદગાર બની રહેશે. કર્મ કરવું એ સિદ્ધાંત નિશ્ચિત બની રહે.

6.

કન્યા રાશિ (પ,ઢ,ણ) : ભાગ્ય પરિવર્તન, લાંબી મુસાફરી, લખાણો કે કરારો કરવાથી ફાયદો થાય. બુધવારે ભોજનમાં મગ લેવા. 
 

7.

તુલા રાશિ (ર,ત) : ગુપ્ત બીમારી આવવાની ચિંતા રહેશે. વીલ-વારસ મળવાના યોગ છે. માતા લક્ષ્મીની ઉપાસના વિશેષ ફળદાયી બની રહેશે.


 

8.

વૃશ્ચિક રાશિ (ન,ય) : આ રાશિના જાતકો માટે ગોલ્ડન સમય છે. પદ-પ્રતિષ્ઠા, પૈસા સાહજિક  રીતે મળશે. કર્મ વધારે હિતકારી બની રહેશે.
 

9.

ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : નોકરીમાં શુભ પરિવર્તન,પ્રમોશન મળશે. નોકરી સાથે ધંધાની વાત ચાલી શકે છે. ગુરૂની ઉપાસના કરવાથી વધારે લાભ મળશે.
 

10.

મકર રાશિ (ખ,જ): શેરબજારમાં રોકાણ કરવાથી નુકસાની આવી શકે છે. પ્રેમ-પ્રસંગ બની શકે છે. જૂના મિત્રો મળશે. હનુમાનજીની ઉપાસના સારું ફળ આપશે.
 

11.

કુંભ રાશિ(ગ,સ,શ) : રાત્રે ઊંઘ ઓછી આવશે. આકસ્મિક બદનામી આવી શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું.  શનિદેવની ઉપાસના વધારે લાભદાયી નીવડશે.
 

12.

મીન રાશિ (દ,ચ,ઝ,થ) : જૂના રોકાણથી લાભ થશે. સરકારી સહાય મળી શકે છે. મહાદેવની ઉપાસના વધારે લાભપ્રદ બની શકેશે.
 

શુક્રના ખરાબ પ્રભાવને દૂર કરવાના ઉપાયો

1.

 સવારે વહેલા ઉઠીને સ્વચ્છ કપડાં પહેરાવથી શુક્ર ખુશ થાય છે. ઘરની સાફ-સફાઈ રાખવી.

2.

પત્નીનું સન્માન કરો અને તેને સૌંદર્યપ્રસાદનોની ભેટ આપો.

3.

માતા લક્ષ્મીની પૂજા કરો અને ગાયની સેવા કરો.

4.

કાળા અને લીલા રંગના કપડાં ન પહેરવા.

5.

 શુક્રવારનું વ્રત રાખવું. શુક્રવારના દિવસે સફેદ કપડાં પહેરવા.

6.

ઘરેલુ ઝઘડાંના કારણ પણ શુક્ર પોતાની અસર ઓછી કરી દે છે, માટે તે ટાળો.

7.

એક એલાયચીને પાણીમાં ઊકાળી તેને ઠંડું કરી નહાવાના પાણીમાં ઉમેરી પછી ॐ द्रां द्रीं द्रौं स: शुक्राय नम મંત્રનો જાપ કરી સ્નાન કરવું.
 

8.

ખાવામાં સફેદ વસ્તુઓ વધુ લેવી. શુક્રવારના દિવસે મીઠું ખાવાનું ટાળવું જોઈએ.
 

9.

શુક્રને મજબૂત બનાવવા માટે 6 મુખી રૂદ્રાક્ષની માળા પણ ધારણ કરી શકાય છે. તેને ધારણ કરવાથી નબળા શુક્રના કારણે આવતી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે અને વ્યક્તિને દરેક જગ્યાએ સફળતા મળવા લાગે છે.

10.

રોજ સવારે પૂજા સમયે કેસરનું તિલક કરવાથી વ્યક્તિના આકર્ષણ ભાવમાં વૃદ્ધિ થાય છે. વ્યક્તિ તેની વાણીથી લોકોને મોહિત કરી શકે છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી