ગ્રહ પરિવર્તન / શુક્ર ગ્રહનું રાશિ પરિવર્તન : કર્ક રાશિના જાતકોને આર્થિક ફાયદો કરાવશે, સિંહ રાશિના જાતકોને સારા સમાચાર મળશે

shukra grah rashi parivartan 4 June 2019

divyabhaskar.com

Jun 04, 2019, 11:45 AM IST

ધર્મ ડેસ્ક : શુક્ર ગ્રહ 4 જૂનના રોજ પોતાની રાશિ વૃષભમાં પરત ફરી રહ્યો છે. 29 જૂન સુધી શુક્ર આ રાશિમાં રહેશે. જીવનમાં સુંદરતા અને ભૌતિક-સુખ-સુવિધાઓનો કારક શુક્ર ગ્રહ છે. દરેક રાશિને કેવું ફળ આપશે તે જ્યોતિષાચાર્ય દૂર્ગા પ્રસાદ અહીં જણાવી રહ્યા છે.


મેષ રાશિ - તમારી રાશિમાં આ પરિવર્તન બીજા ભાવમાં થઈ રહ્યું છે. જે ધનલાભ કરાવશે. આર્થિક લાભ થશે. પૈસાની બચત થશે. લગ્નજીવનને મધુર બનાવશે. બિઝનેસમાં સંબંધો સુધરશે અને બિઝનેસમાં પ્રગતિ થશે. ભાગીદારીના બિઝનેસમાં પણ લાભ થશે. તમારું વ્યક્તિત્વ પ્રભાવશાળી બની જશે. યાત્રા થઈ શકે છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરમાં માંગલિક કાર્યો થશે.

.........

વૃષભ રાશિ- તમારું વ્યક્તિત્વ આકર્ષક બનશે. લોકો તમારાથી આકર્ષિત થશે. લગ્નજીવનમાં સંબંધ સુધરશે. તમારો સ્વભાવ મિલનસાર બની જશે. દરેક દ્રષ્ટિએ આ સમય તમારા માટે સારો છે. વિદેશ જવા ઈચ્છતા લોકોને સફળતા મળશે. મીડિયાક્ષેત્રના લોકોને લાભ કરાવશે.

...........


મિથુન રાશિ- વિદેશયાત્રા થઈ શકે છે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. જે તમારી આર્થિક સ્થિતિને નબળી બનાવી શકે છે. સમજી વિચારીને પૈસાનો ખર્ચ કરવો. ખરાબ વ્યવહારના કારણે મુશ્કેલીમાં પણ મૂકાવું પડે તેવું બને. સાવધાન રહીને આગળ વધવું. સંતાન સુખ મળશે. જીવનસાથીનાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

........

કર્ક રાશિ- ઘર-ગાડી લેવાની તમારી ઈચ્છા પૂરી થઈ શકે છે. આર્થિક રીતે મોટો ફાયદો થશે. ફસાયેલા પૈસા પરત મળશે. આવકમાં વધારો થશે. રોકાણમાં લાભ થશે. પ્રેમ સંબંધમાં સફળતા મળશે. સંબંધો મજબૂત બનશે. ઘરમાં માંગલિક કાર્યો થશે. જૂના મિત્રના કારણે તમારું મોટું કામ પૂરું થશે. કાર્યસ્થળે લોકોની મદદ મળશે.


..........

સિંહ રાશિ- 10માં ભાવમાં પરિવર્તન થઈ રહ્યું છે. સારા સમાચાર મળી શકે છે. તમારા કામના વખાણ થશે. નોકરીમાં પરિવર્તન ઈચ્છો છો તો તે થશે. અધિકારીઓ તમારી વાત મળશે. તમારું સન્માન વધશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. ઘરમાં માંગલિક કાર્યો થશે. પિતા સાથેના સંબંધો સુધરશે. માતાનું ખરાબ સ્વાસ્થ્ય સુધરશે. સારું ફળ મળશે. ભાઈ-બહેન સાથેના ખસાબ સંબંધ સુધરશે. વિદેશ યાત્રા પણ સંભવ છે.

........

કન્યા રાશિ- ભાગ્ય ભાવમાં શુક્રનું પરિવર્તન થઈ રહ્યું છે. ભાગ્યનો સાથ મળશે. પિતાનો સાથ અને આશીર્વાદ મળશે. ધનલાભ થશે. સમાજમાં સન્માન મળશે. માનસિક રીતે શાંતિનો અનુભવ કરશો. સામાજિક કાર્યોમાં ભાગ લેશો. સંબંધો મધુર બનશે. પ્રેમી સાથેની ગેરસમજ દૂર થશે. તમારે પહેલ કરવી. સફળતા મળશે.

.............

તુલા રાશિ- આકસ્મિત ધનલાભ થશે. વ્યસનથી દૂર રહેવું. નિંદાથી દૂર રહેવું. કિડની સંબંધી કોઈ બીમારી છે તો સાવધાન રહેવું. વિદ્યાર્થીઓ માટે સમય સારો છે. જીવનસાથીનો સહકાર મળશે. ઘરનું વાતાવરણ સારું રહેશે. દુર્ગા માતાના નિયમિત દર્શન કરવાથી લાભ થશે.

...........

વૃશ્ચિક રાશિ- કુંવારા લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. પરણિત લોકોનું લગ્નજીવન વધુ મધુર બનશે. યાત્રાનો યોગ બની રહ્યો છે. બિઝનેસ માટે સારો સમય છે. ભાગીદારીથી લાભ થશે. ખર્ચ થઈ શકે છે.

.......

ધન રાશિ- છઠ્ઠા ભાવમાં શુક્ર પરિવર્તન કરશે. અટવાયેલા પૈસા મળશે. વાણીનો પ્રયોગ કરીને તમે કામ કરાવી શકશો. દુશ્મનો સામે તમારી જીત થશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સફળતા મળશે. લોન સરળતાથી મળશે. જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ધનલાભ થઈ શકે છે.

........

મકર રાશિ- પંચમભાવમાં શુક્ર પરિવર્તન કરી રહ્યો છે. આવક વધશે. સંબંધમાં મતભેદ થઈ જશે. પરંતુ અંતે સંબંધો ઝડપથી સુધરશે. લગ્નજીવનમાં સંબંધો મધુર બનશે. નોકરીમાં પરિવર્તન કરવાનું વિચારો છો તો સારો સમય છે. ઘરમાં નવા મહેમાનનું આગમન થઈ શકે છે.

.......


કુંભ રાશિ- શુક્ર ચતુર્થ ભાવમાં પરિવર્તન કરી રહ્યો છે. સુખમાં વૃદ્ધિ થશે.મન પ્રસન્ન રહેશે. ઘરનું વાતાવરણ સારું રહેશે. નવી સંપત્તિ ખરીદવા ઈચ્છો છો તો સારો સમય છે. માતા-પિતાને ધાર્મિક યાત્રામાં મોકલી શકો છો. મિત્રની મદદ મળશે. પિતાનું સ્વાસ્થ્ય સંભાળવું. સમાજમાં તમારું માન વધશે.


...........

મીન રાશિ- તમારા આત્મવિશ્વાસમાં અને સાહસમાં વધારો થશે. દરેક કામ પોતાના બળે પૂરું કરશો. આકસ્મિત ધનલાભ થઈ શકે છે. ગ્લેમરના ક્ષેત્રમાં રહેલા વિદ્યાર્થીઓને ફાયદો થશે. પરિવારના સભ્યો સાથે સંબંધો સારા થશે. યાત્રા થઈ શકે છે. જેનાથી લાભ થશે. નોકરીમાં સફળતા મળશે. મહેનતથી તમને લાભ અપાવશે.

X
shukra grah rashi parivartan 4 June 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી