શુક્રનું રાશિ પરિવર્તન / વૃષભ રાશિના જાતકોની આવક વધારશે, મિથુન રાશિના જાતકોના સંબંધ મધુર બનશે

shukra grah rashi parivartan 28 June 2019

Divyabhaskar.com

Jun 27, 2019, 11:44 AM IST

ધર્મ ડેસ્ક : ગ્રહ ગોચર પરિભ્રમણમાં છઠ્ઠો ગ્રહ શુક્ર છે. જેનું મૂળભુત કારકત્વ પ્રેમ, સ્નેહ, લાગણી, સંપત્તિ કારક, શાંતિ, સૌંદર્ય ગણાય છે. જાણીતા જ્યોતિષી આશિષ રાવલ તથા પ્રદ્યુમન ભટ્ટના જણાવ્યા મુજબ તા. 28 જૂનના રોજ શુક્ર ગ્રહ બુધની રાશિ મિથુન રાશિમાં પ્રવેશ કરશે.

આ પરિભ્રમણ સતત ૨૫ દિવસ સુધી રહેશે. શુક્રને બુધની રાશિ વધારે અનુકૂળ રહે છે. આથી લેખન-વાંચન સાહિત્યના કામોને વેગ મળશે. નવા-નવા લેખકો, કવિના સંમેલન યોજાશે. ઉભરતા કવિ બહાર આવશે. માર્કેટમાં દરેક ધંધામાં ક્રમશઃ તેજીના વાદળો બંધાય. શેરબજાર માટે અનુકૂળ સમય.

ભારતદેશની કુંડળીમાં બીજા ભાવમાં પસાર થવાથી બેન્ક, વીમા કંપની માટે વધારે સાનુકૂળ સમય ગણી શકાય. નવી-નવી નીતિઓ બહાર પડશે. વિદ્યાર્થીગણે સાવચેતી અવશ્ય રાખવી. ચોરી લૂંટફાટ કે ફ્રોડના કિસ્સાઓ વધશે.


આ પરિભ્રમણ દરેક રાશિના જાતકો માટે કેવું રહેશે તે ચંદ્ર રાશિ મુજબ જોઈએ


(1) મેષ રાશિ (અ,લ,ઈ) : અગાઉ બગડેલા ભાઈભાંડુના સંબંધો સુધરશે. સાહસ મર્યાદિત કરવાથી આર્થિક લાભ થશે. હરવા-ફરવા માટે લાંબો પ્રવાસ નિષ્ફળ નીવડશે.


(2) વૃષભ રાશિ (બ,વ,ઊ): આવકમાં આકસ્મિક વધારો થશે. પરિવારમાં માંગલિક કાર્યો થશે. ગુપ્ત રોગો બહાર આવવાની શક્યતા રહેલી છે.

(3) મિથુન રાશિ (ક,છ,ધ) : માનસિક સ્થિતિમાં સુધારો થશે. લગ્નજીવનમાં સંબંધો મધુર બનશે. વેપારીવર્ગ માટે સાનુકૂળ સમય.

(4) કર્ક રાશિ (હ,ડ) : દરિયાઈ આસપાસના સ્થળો ઉપર પ્રવાસ થાય. નવી-નવી નોકરી મળવાની સંભાવના છે. આવકમાં વધારો થશે. લગ્નજીવન ખૂબ જ અનુકૂળ બનશે.

(5) સિંહ રાશિ (મ,ટ) : વડીલોથી આર્થિક લાભ થાય. વિદ્યાર્થીગણ માટે અશુભ સમય છે. શેરબજારથી લાભ થઈ શકે છે.


(6) કન્યા રાશિ (પ,ઢ,ણ) : ધંધો આકસ્મિક વધે છતાં બચતો ન થશે. નવા મકાન-વાહન યોગ અને માનસિક રીતે સુખમય સમય બની રહેશે.

(7) તુલા રાશિ (ર,ત) : પાડોશી દ્વારા શુભ સમાચાર મળશે. નવા-નવા લખાણોથી લાભ થશે અને ભાગ્ય પરિવર્તન માટે અન્યનો સહયોગ મળશે.

(8) વૃશ્ચિક રાશિ (ન,ય) : વાણી દ્વારા સિદ્ધિ પ્રાપ્તી થશે. ગુપ્ત ધન મળવાનો યોગ છે. પ્રેમ પ્રસંગોમાં વધારે સમય વ્યતીત થશે.

(9) ધન રાશિ (ભ,ધ,ફ,ઢ) : વાયરલ રોગો માટે વિશેષ કાળજી રાખવી .નોકરીમાં પ્રમોશન મળી શકે છે. છેતરપિંડીના અશુભ યોગ બની શકે છે.

(10)મકર રાશિ (ખ,જ): આવક ઓછી રહેશે. શત્રુ પર વિજય મળશે. વિદેશ ગમનની સંભાવના છે. મિત્રોથી સાચવવુ.

(11) કુંભ રાશિ(ગ,સ,શ) : સંતાન દ્વારા શુભ સમાચાર મળશે. વડીલોપાર્જીત મિલકતનો ઉકેલ આવશે. શિક્ષણ જગતમાં શુભ પરિવર્તન આવશે.

(12) મીન રાશિ (દ,ચ,ઝ,થ): હવેલી જેવા મકાનમાં વસવાટ થશે. હીરા-ઝવેરાત મળવાનો શુભયોગ છે. ધંધાના ક્ષેત્રે નવી શુભ તક મળશે.

X
shukra grah rashi parivartan 28 June 2019
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી